Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

POLITICS: પાસવાન અને સોરેન સહિત દેશના આ 5 રાજકીય પરિવારમાં કકળાટનો કોને ફાયદો?

06:17 PM Mar 19, 2024 | VIJAYKUMAR DESAI

POLITICAL FAMILIES: એક તરફ પરિવારવાદ વિરૂદ્ધ બ્યૂગલ વગાડીને ભાજપ બેવડી મજા લઈ રહ્યું છે. એક તરફ જનતામાં આ વંશવાદનો મુદ્દો બની ચૂક્યો છે, જ્યારે રાજકીય (POLITICS) પરિવારોમાં કકળાટના કારણે દરેક પરિવારમાંથી એક ભાગ ભાજપના સમર્થનમાં દેખાઈ રહ્યાં છે.

FAMILY POLITICS

બે રાજકીય પરિવાર માટે આજે અ’મંગળવાર’ સાબિત થયો છે. જેમાં એક સમાચાર રાંચી અને બીજા પટણાથી આવ્યા છે. સીટ ફાળવણીમાં સ્થાન ન મળતાં LJP નેતા પશુપતિ પારસે કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું આપ્યું. NDA અને LJP ચિરાગ જૂથનું ધ્યાન આકર્ષિત કરવા તેમણે કોઈ બેઠક ન મળવા માટે અન્યાય સમાન ગણાવ્યું. તો બીજી તરફ ઝારખંડમાં સોરેન પરિવારમાં પણ વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ભાભી સીતા સોરેન ઝારખંડ મુક્તિ મોરચાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે.

અનેક રાજકીય પરિવારમાં આંતરિક કલહ!

આ પારિવારિક ઝઘડો માત્ર આ બે પરિવારો પૂરતો મર્યાદિત નથી. મહારાષ્ટ્રના ઠાકરે અને પવાર પરિવારો પણ પારિવારિક વિખવાદનો ભોગ બન્યા છે અને બંગાળના બેનર્જી પરિવારમાંથી પણ આવા જ સમાચાર આવ્યા છે.પ્રશ્ન એ ઊભો થાય છે કે લોકસભાની ચૂંટણી સમયે આ પરિવારોમાં ઉભરી રહેલા વિખવાદનો ફાયદો કોને થશે? એવો પણ સવાલ છે કે શું આ પરિવારોમાં વિખવાદ કોઈ વ્યૂહરચનાનો ભાગ છે?

બિહારઃ પાસવાન પરિવારની લડાઈમાં આરપાર!

બિહાર (BIHAR)માં પાસવાન પરિવારમાં કાકા-ભત્રીજા વચ્ચે વર્ચસ્વની લડાઈ જામી છે. કાકાને રાજકારણની પીચ પર પછાડીને ભત્રીજા (CHIRAG PASWAN) એ હાલમાં તો તેની કૂનેહ સાબિત કરી દીધી છે. પરંતુ આ લડાઈમાં પશુપતિ પારશ (PASHUPATI PARAS)ની શક્તિને સમજવા માટે આપણે પાસવાન પરિવારના ઇતિહાસમાં થોડું જવું પડશે. રામ વિલાસ પાસવાન તેમના ભાઈ રામ ચંદ્ર પાસવાન (PASWAN)ને કેન્દ્રીય રાજકારણમાં રાખતા હતા, જેઓ પ્રિન્સ રાજના પિતા છે, જ્યારે તેમણે પશુપતિ પારસને તેમના ગૃહ મતવિસ્તાર અલૌલીમાંથી ધારાસભ્ય બનાવ્યા હતા. જેથી તેમના સમર્થનથી રાજ્યની રાજનીતિ જાળવી શકાય. આ જ કારણ હતું કે રામવિલાસ રાષ્ટ્રીય અને પશુપતિ પ્રદેશ અધ્યક્ષ હતા. 2000માં જ્યારે નીતિશ (NITISH KUMAR) સાત દિવસ માટે સીએમ બન્યા ત્યારે તેમની સાથે માત્ર સુશીલ મોદી અને પશુપતિ પારસ જ મંત્રી બન્યા હતા. મતલબ કે તે સમયે રામવિલાસ (PASWAN)નો રાજકીય વારસ પારસ હતો. 2017માં પણ, જ્યારે નીતીશ આરજેડી છોડીને ભાજપમાં જોડાયા હતા, ત્યારે પારસ ફરીથી નીતીશ સરકારમાં મંત્રી બન્યા હતા.

રામવિલાસ પાસવાન (PASWAN) તેમના નાના ભાઈ પશુપતિનું કેટલું સન્માન કરતા હતા, તે ત્યારે સામે આવ્યું જ્યારે 2019માં જ્યારે તેઓ પોતે રાજ્યસભામાં ગયા ત્યારે તેમણે પશુપતિને હાજીપુર (HAJIPUR)ની સલામત બેઠક આપી. એમાં કોઈ શંકા નથી કે જો તેઓ ઈચ્છતા તો તેમના પુત્ર ચિરાગને હાજીપુરથી સાંસદ બનાવી શક્યા હોત. રામવિલાસ પાસવાન (PASWAN)ના અવસાન બાદ જ્યારે ચિરાગ એનડીએથી અલગ થઈ ગયા અને વિધાનસભા ચૂંટણીમાં નીતિશ સામે ઉમેદવાર ઊભો કરવાની રણનીતિ બનાવી તો પારસ ગુસ્સે થઈ ગયા. આ ચૂંટણીમાં ચિરાગે 143 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાંથી 45એ જેડીયુના ઉમેદવારોને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

જ્યારે ચિરાગ (CHIRAG PASWAN) બોલિવૂડમાં પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પારસ પાર્ટી ચલાવી રહ્યો હતો. આવી સ્થિતિમાં પશુપતિને નબળા માનવા એ મોટી ભૂલ હશે. શિવપાલની અવગણના કરીને ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવે જે ભૂલ કરી હતી તેના જેવી જ આ ભૂલ છે. જેના પરિણામો સમાજવાદી પાર્ટી આજ સુધી ભોગવી રહી છે. દેખીતી રીતે, જો તે બંને સાથે રહેતા હોત, તો તેઓ વધુ મજબૂત બન્યા હોત. બંને વચ્ચેની પરસ્પર લડાઈને કારણે એલજેપીને નુકસાન પણ થઈ શકે છે. જો પશુપતિ પારસ મહાગઠબંધન વતી હાજીપુર (HAJIPUR) સંસદીય બેઠક પરથી ચૂંટણી લડે છે તો ચિરાગ માટે મુશ્કેલ બની શકે છે.

ઝારખંડઃ સોરેન પરિવારના કકળાટથી INDI ગઠબંધનને નુકસાન!

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન (soren)ની પુત્રવધુ અને ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં બંધ પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન (soren)ની ભાભી પણ તેના પરિવારથી નારાજ છે. સીતા સોરેને (sita soren) ઝારખંડ મુક્તિ મોર્ચાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યું બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. તેમને લોકસભાની ચૂંટણી (loksabha election)માં ટિકિટ આપવામાં આવી શકે છે. હેમંત સોરેન (hemant soren)ને પાર્ટીના ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યા ત્યારથી સીતા સોરેન નારાજ હતા.

વાસ્તવમાં, પરિવારના વાસ્તવિક રાજકીય વારસદાર સીતા સોરેનના પતિ દુર્ગા સોરેન (durga soren) હતા. ઝારખંડ ચળવળમાં દુર્ગા તેમના પિતા સાથે કદમથી ચાલતા રહ્યાં હતા. બાદમાં તેનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. તે પછી સીતા સોરેને રાજ્યના રાજકારણમાં પ્રવેશ કર્યો. તત્કાલિન સમયે હેમંત સોરેન રાજનીતિ પ્રત્યે અચકાતા હોવાનું કહેવાય છે. જેમ ગાંધી પરિવારમાં સંજય ગાંધી (sanjay gandhi)ના મૃત્યુ પછી રાજીવ ગાંધીએ બળજબરીથી રાજકારણમાં પ્રવેશવું પડ્યું હતું તેમ હેમંત સોરેન સાથે પણ કંઈક આવું જ બન્યું હતું હેમંત સોરેન જેલમાં ગયા બાદ સીતા સોરેને પણ ચંપઈ સોરેન (champai soren)ના સીએમ બનાવવાનો વિરોધ કર્યો હતો. પછી કોઈક રીતે તેમને મનાવી લેવાયા હતા. હવે બરાબર લોકસભાની ચૂંટણી (loksabha election) ટાણે જ તેમણે પાર્ટી છોડી દીધી છે. દેખીતી રીતે, તેઓ એનડીએ સાથે ગયા છે જેનાથી JMMનું નુકસાન નિશ્ચિત છે. માત્ર ભાજપ (bjp)ને ફાયદો દેખાઈ રહ્યો છે.

ઠાકરે, પવાર અને બેનર્જી પરિવારો વચ્ચે મતભેદ

મહારાષ્ટ્રમાં બાળા સાહેબ ઠાકરે (thackeray)પરિવાર અને શરદ પવાર (SHARAD PAWAR) પરિવાર વચ્ચેના મતભેદનો પણ ભાજપ ફાયદો ઉઠાવી રહી છે. NCP પારિવારિક ઝઘડાને કારણે વિભાજિત છે. રાજ ઠાકરે (raj thackeray)એ ઘણા સમય પહેલા શિવસેનામાં પોતાનો રસ્તો અપનાવ્યો હતો. હવે એનસીપી પણ પારિવારિક વિવાદને કારણે વિખેરાઈ ચૂકી છે. શિવસેના (shivsena)ની આંતરકલહનો લાભ ભાજપે પહેલેથી જ ઉઠાવ્યો છે.

આજે રાજ ઠાકરે એનડીએમાં જોડાણ માટે ઉત્સુક છે. ભાજપના શીર્ષસ્થ નેતૃત્વ સાથે બેઠક થઈ છે. ગઠબંધન થાય તો મહારાષ્ટ્ર નવર્નિર્માણ સેના (MNS)ચૂંટણીમાં શિવસેના ઉદ્ધવના જૂથ સામે ઉમેદવાર ઉતારી શકે છે. ભાજપે ચૂંટણી ટાણે જ પરિવારો વચ્ચેની લડાઈનો ભરપૂર લાભ ઉઠાવશે તે પણ નિશ્ચિત છે.

આવું જ કંઈક પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહ્યું છે. ત્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જી (mamata banerjee) પોતાના ભાઈ બબૂન (babun)થી નારાજ થઈ ગયા છે. તાજેતરમાં તેણે એક નિવેદન પણ આપ્યું હતું કે તેણે તેના ભાઈ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે. તેમના ભાઈએ પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ભાજપ મમતા બેનર્જી (mamata banerjee)ના ભાઈની નારાજગીનો દરેક સંભવિત ફાયદો ઉઠાવવાના તમામ પ્રયાસો કરશે.