ઇનપુટ—પ્રદિપ કચિયા, અમદાવાદ
દિલ્હીના યુવક સાથે પોલીસનો તોડકાંડ
7 TRB જવાનોને ફરજ પરથી મોકૂફ કરાયા
3 પોલીસ જવાનો સસ્પેન્ડ કર્યા
2 કોન્સ્ટેબલ અને 1 હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ જોવા આવેલા યુવક પાસેથી દારુની બોટલ પકડાયા બાદ બંદોબસ્તમાં રહેલી પોલીસે 20 હજાર રુપિયાનો તોડ કર્યો હતો. આ મામલે ગુજરાત ફર્સ્ટે એક્સક્લ્યુઝિવ અહેવાલ દર્શાવ્યા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તોડકાંડમાં યુવકને રુપિયા પાછા આપવાની પોલીસને ફરજ પડી છે. પોલીસ તંત્રએ આ મામલે જવાબદાર 7 TRB જવાનોને ફરજ પરથી મોકૂફ કર્યા છે તો 2 કોન્સ્ટેબલ અને 1 હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે.
7 ટીઆરબી જવાનો અને 3 પોલીસ કર્મી સસ્પેન્ડ
પોલીસે 7 ટીઆરબી જવાનોને ફરજ પરથી મોકૂફ કર્યા છે જ્યારે 2 કોન્સ્ટેબલ અને 1 હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. ટ્રાફિક (પૂર્વ)ડીસીપી સફી હસને કહ્યું કે મીડિયા તરફથી મેસેજ મળતાં તપાસ કરાઇ હતી. પોલીસે કહ્યું કે સવારે 10.30 વાગે કાર રોકવામાં આવી હતી. અમદાવાદ પોલીસે ફરિયાદીનો સંપર્ક કરતાં તેણે ફરિયાદ આપવાની ના પાડી હતી પણ પોલીસની ટીમ દિલ્હી જવા નિકળી છે અને ફરિયાદ લેવાશે અને વિડીયો રેકોર્ડીંગ પણ કરાશે. કિયા કારમાં કુલ 3 લોકો બેઠા હતા અને 2 લાખ રુપિયાની લાંચ માગવામાં આવી હતી. રોયલ એસેસરીઝના માલિકને પૈસા અપાયા હતા અને તેની પાસેથી પૈસા રોકડા લીધા હતા. મહેવીરસિંહ હેડ કોન્સ્ટેબલ છે અને વિપુલ નામનો યુવક કોન્સ્ટેબલ છે.
દિલ્હીના યુવક પાસેથી દારુની બોટલ જપ્ત કરી
અમદાવાદમાં યોજાયેલી વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસ તોડ પાણીમાં પણ મસ્ત હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે દિલ્હીના યુવક પાસેથી દારુની બોટલ જપ્ત કરી હતી અને ત્યારબાદ તેની પાસેથી તોડ કરીને 20 હજાર રુપિયા પડાવ્યા હતા.
ઓનલાઇન 20 હજાર રુપિયા પડાવ્યા
નાના ચિલોડા પાસે દારુની બોટલ સાથે પકડાયેલા યુવકને પોલીસ કર્મચારીઓએ પોલીસ સ્ટેશનમાં લઇ જવાના બહાને યુવકને આસપાસના વિસ્તારોમાં ફેરવ્યો હતો અને ત્યારબાદ ઓનલાઇન 20 હજાર રુપિયા પડાવ્યા હતા.
ગુજરાત ફર્સ્ટે અહેવાલ પણ પ્રદર્શીત કર્યો હતો
પ્રવાસી યુવક પોલીસના વર્તનથી ડઘાઇ અને ગભરાઇ ગયો હતો. આ બાબતે ગુજરાત ફર્સ્ટે અહેવાલ પણ પ્રદર્શીત કર્યો હતો. જી ડિવિઝન ટ્રાફીક પોલીસ દ્વારા આ તોડકાંડ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ આ જ પ્રકારે ટ્રાફિક પોલીસનો તોડકાંડ બહાર આવ્યો હતો પણ હજું પણ કેટલાક તોડબાજ પોલીસ કર્મીઓ સુધરવાનું નામ લઇ રહ્યા નથી.
પોલીસને આ પૈસા યુવકને પરત કરવાની ફરજ પડી
ગુજરાત પોલીસે સ્ક્રીન શોટ સાથે આ અહેવાલ પ્રદર્શીત કર્યો હતો અને પોલીસને આ પૈસા યુવકને પરત કરવાની ફરજ પડી છે.
આ પણ વાંચો—-તોડકાંડ: અમદાવાદ G ડિવિઝન ટ્રાફિક પોલીસે પરત આપ્યા રૂપિયા