Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Human Trafficking : ફ્રાંસમાં પકડાયેલા વિમાનમાં મહેસાણાના એજન્ટે મોકલેલા પેસેન્જરો મળ્યા

09:05 PM Dec 23, 2023 | Bankim Patel

300થી વધુ પ્રવાસીઓ ભરીને મધ્ય અમેરિકા (Central America) જઈ રહેલા વ્યકિતગત કામે ભાડે લેવાયેલા વિમાનમાં વીસેક જેટલાં ગુજરાતી (Gujarati) ઓ હોવાની વાત સામે આવી રહી છે. ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી (Infiltration of America) કરતી ગુજરાત-મુંબઈની ટોળકી (Gujarat Mumbai Gang) ના સભ્યો ભૂર્ગભમાં ઉતરી ગયા છે. મહેસાણા જિલ્લા (Mahesana District) માં રહેતા કિરણ પટેલ અને તેના સાથીદાર શશીનું નામ હાલ એજન્ટ બજારમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ ભારત સરકારે (Government of India) ભારતીય નાગરિકોને પરત લાવવા માટે UAE ખાતે વ્યવસ્થા ગોઠવી છે. એકલ-દોકલ કે ગ્રુપમાં માનવ તસ્કરી કરતી ટોળકીની એક નવી મોડસ ઓપરેન્ડી (New Modus Operandi) સામે આવી છે અને તે છે આખે આખું પ્લેન ભરીને પેસેન્જરોને વિદેશની ધરતી પર ઉતારી દેવાના. વાયા નિકારાગુઆ, મેક્સિકો લાઈનથી ઘૂસણખોરોને અગાઉ પણ બે વખત ચાર્ટર ફલાઈટ (Charter Flight) થી માનવ તસ્કર ટોળકી (Human Trafficking Gang)એ મોકલી આપ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.શું છે સમગ્ર મામલો ? : રોમાનિયન ચાર્ટર કંપની (Romanian Charter Company) લિજેન્ડ એરલાઈન્સના વિમાન A 340 એ ઈંધણ પૂરાવવા માટે ફ્રાંસ (France) ના વેટરી એરપોર્ટ (Paris-Vatry Airport) પર ઉતરાણ કર્યું હતું. આ સમયે ગુપ્ત બાતમીના આધારે વિમાનને અટકાવાયું હતું. ઓથોરિટીને બાતમી મળી હતી કે, વિમાનમાં લઈ જવાતા પ્રવાસીઓની માનવ તસ્કરી થઈ રહી છે. આ વિમાન સંયુક્ત આરબ અમિરાત (UAE) થી આવ્યું હતું અને મધ્ય અમેરિકાના નિકારાગુઆ (Nicaragua) જઈ રહ્યું હતું. આ વિમાનમાં 303 ભારતીયો હતા. દેશના એન્ટી-ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ યુનિટ “જુનાલ્કો’ (Anti-Organized Crime Unit JUNALCO) એ આ કેસની તપાસ હાથ ધરી છે. આ કેસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ વિમાનમાં પ્રવાસ કરી રહેલા ભારતીયો અમેરિકા અથવા કેનેડામાં ગેરકાયદે પ્રવેશ મેળવવા માટે મધ્ય અમેરિકાના દેશમાં જઈ રહ્યા હોવાનું માનવામાં આવે છે.ગુજરાતી એજન્ટનું કનેકશન : પ્રાપ્ત માહિતી અનુસાર 300થી વધુ પ્રવાસી ભરેલા વિમાનમાં 70 ટકા ભારતીય સામેલ છે. જેમાં 20 ગુજરાતીઓ હોવાની વાતો સામે આવી રહી છે. છેલ્લાં અઢીએક વર્ષથી કબૂતરબાજીના ધંધામાં સક્રિય બનેલા કિરણ પટેલ નામના એજન્ટનું નામ હાલ સામે આવી રહ્યું છે. કિરણ મુંબઈના શશી સાથે મળીને અગાઉ પણ ઢગલાબંધ વિદેશ વાંચ્છુઓને અમેરિકા વાયા મેક્સિકો (US via Mexico) મોકલી ચૂક્યો છે. કહેવાય છે કે, ચાર આંકડામાં એજન્ટ ટોળકીએ પેસેન્જરોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પહોંચાડ્યા છે. કબૂતરબાજીના આ કૌભાંડમાં ગુજરાત (Gujarat) સિવાય અન્ય રાજ્યોના એજન્ટો પણ સામેલ હોવાની માહિતી સામે આવી રહી છે.તપાસ કઈ એજન્સી લઈ જશે ? : કબૂતરબાજીના કેસોમાં હંમેશા પોલીસ સહિતની એજન્સીઓને ભારે રસ હોય છે અને તેની પાછળનું મુખ્ય કારણ છે મસમોટો આર્થિક લાભ. હાલમાં રાજ્યની એક પોલીસ એજન્સી (Gujarat Police Agency) આવા જ કારણોસર ખાનગી ચર્ચામાં છે. એક માહિતી અનુસાર કિરણ પટેલ અને તેની ટોળકીના સભ્યો ડિંગુચા કેસ (Dingucha Case) સમયે ભૂર્ગભમાં ઉતરી ગયા હતા. થોડાક મહિનાઓ પૂર્વે કિરણ અને તેના જેવા કેટલાય એજન્ટોને એક પોલીસ એજન્સીએ કેસ કરવાની ધમકી આપી ખંખેરી લીધા છે

 

આ પણ વાંચો-અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જવા દીધો તે એજન્ટ માનવ તસ્કરીનો માફિયા હતો