ગુજરાત પોલીસના ઈતિહાસ (Gujarat Police History) ની ચર્ચામાં જો કેટલાંક નામો આવતા હોય તો તેમાં એ. કે. સુરોલિયા (A K Surolia IPS) મોખરે છે. ફરજ નિષ્ઠા અને પ્રામાણિકતાની મિશાલ બની ચૂક્યાં છે સુરોલિયા. 1985ની બેચના IPS એ કે સુરોલિયાની ટીમમાં કામ કરનારા અધિકારીઓ પૈકી ત્રણ અધિકારી તેમની કામગીરી અને નિષ્ઠાના કારણે આઉટ ઑફ ટર્ન પ્રમોશન (Out of Turn Promotion) મેળવી ચૂક્યાં છે. રાજ્ય પોલીસ બેડામાં બે DySP થી SP, ત્રણ PSI થી PI, બે PI થી DySP અને બે HC (હેડ કોન્સ્ટેબલ) થી PSI તરીકેનું ટુ સ્ટેપ આઉટ ઑફ ટર્ન પ્રમોશન મેળવી ચૂક્યાં છે.
CM ચીમનભાઈએ સુરોલિયાને પૂછ્યું કોઈ દાખલો છે : 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી લઈને આજદીન સુધીમાં પોલીસ વિભાગમાં કુલ 7 અધિકારી-કર્મચારીઓને આઉટ ઑફ ટર્ન પ્રમોશન આપવામાં આવ્યા છે. ગુજરાતમાં વર્ષ 1995 થી આઉટ ઑફ ટર્ન પ્રમોશન આપવાની પરંપરા શરૂ થઈ છે. 90ના દાયકામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) ના તત્કાલિન DCP અનુપમ કુમાર સુરોલિયા (Anupam Kumar Surolia IPS) નિમિત બન્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચનું નાક કહેવાતા તરૂણ બારોટને આઉટ ઑફ ટર્ન પ્રમોશન આપવા માટેની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી. PSI તરૂણ બારોટ (Tarun Barot) ને પ્રમોશન આપવા માટે કોઈ દાખલો છે ? તેવો પ્રશ્ન તત્કાલિન CM ચીમનભાઈ પટેલે (Chimanbhai Patel) IPS સુરોલિયાને પૂછ્યો હતો. સામે વળતા જવાબમાં સુરોલિયાએ પંજાબ પોલીસ (Punjab Police) માં આઉટ ઑફ ટર્ન પ્રમોશન આપવામાં આવે છે તેવો દાખલો આપતા દરખાસ્ત આગળ વધી હતી. ચીમનભાઈ પટેલના આકસ્મિક નિધન બાદ છબીલદાસ મહેતા (Chhabildas Mehta) મુખ્યમંત્રી બન્યા હતા અને ગણતરીના મહિનાઓ બાદ પદ પરથી ઉતરતી વખતે તેમણે ગૃહ વિભાગ (Home Department) ને તરૂણ બારોટના આઉટ ઑફ ટર્ન પ્રમોશનને આગળ ધપાવવા સૂચના આપી હતી.
પોલીસનું કામ આસાન કરનારને પ્રમોશનથી બિરદાવાયા : વર્ષ 1996માં કોન્સ્ટેબલ તરીકે દિલીપસિંહ બાબરજી ઠાકોર (Dilip Thakor) પોલીસ ખાતામાં જોડાયા. 25 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરને સિરિયલ બ્લાસ્ટે હચમચાવી દીધું. 56 નિર્દોષ નાગરિકોના મોત અને 200 જેટલાં લોકો ઘાયલ થતાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દોડતી થઈ ગઈ. બીજા દિવસે 26 જુલાઈના રોજ મહેસાણા જિલ્લા (Mehsana District) પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ દિલીપ ઠાકોરને સિનિયર અધિકારીઓએ યાદ કર્યા. ટેકનિકલ એનાલીસીસ (Technical Analysis) માં માહેર દિલીપ ઠાકોરે ફરાર આતંકીઓેને શોધી કાઢવા દિવસ-રાતના ઉજાગરા શરૂ કર્યા. ડેપ્યુટેશન પર આવેલા દિલીપ ઠાકોર ત્યારથી ક્રાઈમ બ્રાંચની જરૂરિયાત બની ગયા. તેમણે પોલીસ વિભાગ માટે ઉપયોગી એકલવ્ય વાહન (Eklavya Vehicle) એકલવ્ય સીડીઆર (Eklavya CDR) એકલવ્ય એસડીઆર (Eklavya SDR) પિનાક-ક્રિમિનલ ટ્રેકિંગ સિસ્ટમ (Pinac Criminal Tracking System) સહિતના 10 મહત્વના સોફ્ટવેર ડેવલપ કર્યા છે. આ સોફ્ટવેર અમદાવાદ સહિત રાજ્ય પોલીસ માટે આર્શીવાદરૂપ સાબિત થઈ રહ્યાં છે. વર્ષ 2016માં દિલીપ ઠાકોર (PSI Dilip Thakor) ને હેડ કોન્સ્ટેબલમાંથી આઉટ ઑફ ટર્ન ટુ સ્ટેપ પ્રમોશન (Two Step Promotion) આપી PSI બનાવી દેવાયા અને હાલ તેઓ ક્રાઈમ બ્રાંચ અમદાવાદમાં જ તૈનાત છે.
આ પણ’ વાંચો-DYSP પટેલ અને રોજિયાને કેમ અપાયા આઉટ ઑફ ટર્ન પ્રમોશન ?