Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કોકેનનું સેવન કરે છે ઇમરાન ખાન, ચોંકાવનારો આરોપ

10:52 PM May 26, 2023 | Vipul Pandya
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાનની શારીરિક તપાસમાં જાણવા મળ્યું કે તેમણે કોકેન લીધું હતું. આ દાવો પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી અબ્દુલ કાદિર પટેલે કર્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઈમરાનના શરીરમાં દારૂના અંશ પણ મળી આવ્યા હતા. ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ થયા બાદ ઈમરાનનું શારીરિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટમાં ઇમરાન ખાનના શરીરમાં કોકેન અને આલ્કોહોલની હાજરીના પુરાવા મળ્યા હતા. અબ્દુલ કાદિરે શુક્રવારે આ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. ઈમરાન વિરુદ્ધ અગાઉ સેંકડો કેસ નોંધાયેલા છે. આ વખતે જો ડ્રગ્સની હાજરીના પુરાવા મળી જશે તો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનને તેનાથી પણ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
5 તબીબોની ટીમે તપાસ કરી હતી
અબ્દુલ કાદિરે કહ્યું કે ઈસ્લામાબાદના પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના પાંચ ડોક્ટરોની પેનલે ઈમરાનની શારીરિક તપાસ કરી. જ્યાં ઈમરાનના યુરિન સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં ઝેરી કેમિકલની હાજરી જોવા મળી હતી. આરોગ્ય પ્રધાને દાવો કર્યો કે તે ઝેરી રસાયણો કોકેન અને આલ્કોહોલ છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે ઈમરાનની મેડિકલ તપાસના તમામ રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવશે. તેમનો દાવો છે કે આ જ કારણ છે કે ઈમરાન તેમનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે.
અગાઉ ઇમરાનની ધરપકડ થઇ હતી
અગાઉ ઈમરાનની 9 મેના રોજ ઈસ્લામાબાદ હાઈકોર્ટ પરિસરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડથી સમગ્ર પાકિસ્તાનમાં અશાંતિ ફેલાઈ ગઈ હતી. પીટીઆઈના સમર્થકોએ તેમના નેતાની ધરપકડના વિરોધમાં રસ્તા પર દેખાવો શરૂ કર્યા હતા. બાદમાં ઈમરાનને જામીન મળી ગયા હતા. કોર્ટે એવી સુરક્ષા પણ આપી છે કે હવે તેમની કોઈ પણ સંજોગોમાં ધરપકડ કરી શકાય નહીં. આવી સ્થિતિમાં પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રીના આ દાવાને લઈને વિવિધ અટકળો વધી રહી છે.
ભૂતપૂર્વ પત્નીએ પણ આરોપ લગાવ્યો હતો
આ પહેલા પણ ઈમરાન ખાન સામે ડ્રગ્સનો આરોપ લાગ્યો હતો. તેમની પૂર્વ પત્ની રેહમ ખાને આરોપ લગાવ્યો હતો કે તેણે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનને કોકેઈન લેતા રંગે હાથે પકડ્યા હતા. રેહમે ઈમરાનની લત વિશે ઘણી વખત વાત કરી હતી. જોકે ઈમરાને આ ફરિયાદ પર ક્યારેય ધ્યાન આપ્યું નથી.