+

Ex CM Vijay Rupani એ PM મોદી સાથે કરી મુલાકાત

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને મળ્યા વિજય રૂપાણી વિજય રૂપાણીએ પીએમ સાથે મુલાકાત ને શુભેચ્છાઓ ગણાવી Vijay Rupani: ગુજરાતના પુર્વ…
  1. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત
  2. દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને મળ્યા વિજય રૂપાણી
  3. વિજય રૂપાણીએ પીએમ સાથે મુલાકાત ને શુભેચ્છાઓ ગણાવી

Vijay Rupani: ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી(Ex CM Vijay Rupani)એ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Narendra Modi) સાથે મુલાકાત કરી હતી. વિજય રૂપાણીએ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરતા જ તેના ફોટો હાલ સામે આવી રહ્યાં છે. પૂર્વ સીએમની આ મુલાકાતને કારણે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. આ સાથે જ રાજકરણમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે કોઈ ભાજપ સંગઠનમાં નવા જૂની થઇ શકે છે.

વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી

સંગઠનમાં પદ મેળવવા ઈચ્છુક પ્રદેશ પ્રમુખો અને નેતાઓ દિલ્હીની વાટ પકડી રહ્યા છે. પુર્વ સીએમ વિજય રૂપાણીએ આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરતા જ અનેક અફવાઓની હવાઓને સ્થાન મળ્યું હોય તેવું લાગી રહયું છે. કારણકે થોડા જ દિવસોમાં ભાજપ સંગઠન પર્વ આવી રહયો છે. જેમાં અનેક ભાજપના મોટા મોટા નેતાઓ સામેલ થવાના છે. ત્યારે આ જ સમયગાળા દરમિયાન વિજય રૂપાણી નરેન્દ્ર મોદીને મળવા પહોંચતા તેમને કોઈ મહત્વની જવાબદારી આપવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.

આ પણ  વાંચો –Ahmedabad:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ અમદાવાદના પ્રવાસે

વિજય રૂપાણીને મોટી જવાબદારી  મળી શકે છે

વાયરલ થયેલા ફોટોના કારણે વિજય રૂપાણીને જવાબદારી મળે તેવી અટકળો વેગ પકડ્યો છે. રાષ્ટ્રીય સ્તરે સંગઠનમાં મોટી જવાબદારી આપવામાં આવે તેવી વાત સામે આવતાજ હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહયો છે. આવી સ્થિતિમાં હાઈકમાન્ડ દ્વારા વિજય રૂપાણીને મોટી જવાબદારીના નામે મ્હોર વાગે તો નવાઈ નહી.

 

આ પણ  વાંચો –Ahmedabad: ગણેશઉત્સવને લઈને શહેર પોલીસનું જાહેર નામુ

મહત્વનું છે કે, ભાજપ સંગઠન પર્વ જે 60 દિવસ સુધી ચાલશે. જેમાં નવા સભ્યોની નોંધણી અને જૂના સદસ્યો સાથે હોદ્દોદારો, પદાધિકારીઓના સંપર્ક અભિયાન સંપન્ન થયા પછી નવા હોળોના નામ અને નવી નામ પણ જાહેર થઈ શકે છે. જણાવી દઈએ કે, પુર્વ સીએમ વિજય રૂપાણી હાલ પંજાબના પ્રભારી છે. એમણે 7 ઓગસ્ટ 2016 ના રોજ ગુજરાત રાજ્યના સોળમા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. મુખ્યમંત્રી બન્યા પહેલાં તેઓ ભારતીય જનતા પક્ષના રાજ્યાધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય પણ હતા.11 સપ્ટેમ્બર 2021 ના રોજ એમણે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું

Whatsapp share
facebook twitter