Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SARFIRA ફિલ્મ જોવા જશો તો ચા-સમોસા સાથે થશે તમારું સ્વાગત, સાથે આ ભેટ પણ મળશે

06:00 PM Jul 15, 2024 | Harsh Bhatt

અક્ષય કુમારની તાજેતરમાં SARFIRA નામની નવી ફિલ્મ સિનેમાઘરોમાં લાગી છે. SARFIRA સાથે સાથે સાઉથની બીજી ફિલ્મ INDIAN 2 રીલીઝ થઈ છે. વધુમાં આ ફિલ્મોને બોક્સ ઓફિસ ઉપર ટક્કર આપવા માટે KALKI 2898 AD અને KILL પણ ચાલી રહી છે. ત્યારે આ BOX OFFICE ની ટક્કરમાં હવે અક્ષય કુમારની ફિલ્મે આગળ વધવા માટે નવો કીમિયો અપનાવ્યો છે. હવે મલ્ટિપ્લેક્સ ચેઇન્સે પ્રેક્ષકોને થિયેટરોમાં લાવવાની ઓફર સાથે આવવું પડ્યુ છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

INOX PVR એ આપી આ ખાસ ઓફર

પ્રખ્યાત ત મલ્ટિપ્લેક્સ ચેઇન Inox PVR એ ‘SARFIRA’ ના દર્શકો માટે એક વિચિત્ર ઑફરની જાહેરાત કરી છે.આ ઓફરના અનુસાર હવે જે પ્રેક્ષકો પણ અક્ષય કુમારની SARFIRA જોવા માટે આવશે તેમને માન્ય ટિકિટ સાથે મફત કપ ચા અને બે સમોસા મળશે.જી હા તમે સાચું વાંચ્યું છે કે, હવે INOX PVR માં તમે SARFIRA જોવા માટે જશો તો તમને ચા અને સમોસાનો કોમ્બો ફ્રી માં મળશે. વધુમાં ઓર્ડરની સાથે ગિફ્ટ તરીકે મર્ચનડાઈઝ  પણ આપવામાં આવશે. આ ઓફરથી સ્પષ્ટ છે કે બોક્સ ઓફિસ પર ‘સરફિરા’ના ખરાબ પ્રદર્શનને સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કેટલી રહી છે ફિલ્મની કમાણી

ફિલ્મના કમાણીની વાત કરવામાં આવે તો ફિલ્મે પહેલા દિવસે એટલી સારી કમાણી કરી ન હતી. ફિલ્મે તેના પહેલા દિવસે માત્ર 2.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.નોંધનીય છે કે, ફિલ્મે આગળ જતા બીજે દિવસે ફિલ્મની કમાણીમાં વધારો જોવા મળ્યો હતો. ફિલ્મે બીજા દિવસે 4.25 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 5.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ રીતે ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 12 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

SARFIRA માં સૂર્યાનો ખાસ CAMEO

ઉલ્લેખનીય છે કે, SARFIRA ફિલ્મ સાઉથની ફિલ્મ ‘સૂરરાય પોત્રુ’ની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં સૂર્યા જોવા મળ્યા હતા. જોકે અક્ષય કુમારની સરફિરામાં સૂર્યાનો પણ કેમિયો જોવા માટે મળ્યો હતો.આ બંને ફિલ્મોનું નિર્દેશન સુધા કોંગારાએ કર્યું છે. આ તેની પહેલી હિન્દી ફિલ્મ પણ છે.’સરાફિરા’માં અક્ષય કુમારની સાથે રાધિકા મદન અને પરેશ રાવલે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.

આ પણ વાંચો :  Diljit Dosanjh : દિલજીતના કોન્સર્ટમાં કેનેડા PMએ કરી એન્ટ્રી,જુઓ Video