+

ALLU ARJUN ને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પ્રચાર કરવા જતા નોંધાઈ પોલીસ ફરિયાદ

ભારતીય સિનેમાના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની લોકપ્રિયતા દક્ષિણ ભારતમાં વિચારી ન શકાય એટલી છે. તેઓ હાલ તેમની આગામી ફિલ્મ પુષ્પા 2 ને લઈને ચર્ચામાં છે. પુષ્પા 1 ખૂબ જ સફળ ફિલ્મ…

ભારતીય સિનેમાના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની લોકપ્રિયતા દક્ષિણ ભારતમાં વિચારી ન શકાય એટલી છે. તેઓ હાલ તેમની આગામી ફિલ્મ પુષ્પા 2 ને લઈને ચર્ચામાં છે. પુષ્પા 1 ખૂબ જ સફળ ફિલ્મ રહી હતી. આ ફિલ્મે તમિલ અને તેલુગુની સાથે સાથે હિન્દી ભાષામાં પણ ધૂમ કમાણી કરી હતી. હવે ALLU ARJUN ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. તેના સામે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો..

મિત્રના ઘરે જવા બદલ નોંધાયો કેસ

 

ALLU ARJUN વિરુદ્ધ આઈપીસીની કલમ 188 હેઠળ કેસ નોંધ્યો છે. સમગ્ર બાબત એમ છે કે તેઓ 11 મેના રોજ તેમના મિત્ર અને YSRCP ના ધારાસભ્ય શિલ્પા રવિના ઘરે ગયા હતા, જેના બદલ તેમના સામે કેસ નોંધાયો હતો. કારણ કે, ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં કલમ 144 લાગુ છે. આવી સ્થિતિમાં, પરવાનગી વિના કોઈને ભીડ એકઠી કરવાની મંજૂરી નથી. તમને જણાવી દઈએ કે ધારાસભ્ય શિલ્પા રવિ આ વખતે પણ ચૂંટણી મેદાનમાં છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ચૂંટણી પણ જીતી શકે છે. આમ ALLU ARJUN સામે કલમ 144 નો ભંગ કરવા બદલ આ ગુનો નોંધાયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા અલ્લુ અર્જુન અને રવિ ચંદ્ર કિશોર રેડ્ડીની ટીમ દ્વારા કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી, તેથી અલ્લુ અર્જુન અને રવિ ચંદ્ર રેડ્ડી વિરુદ્ધ આઈપીસીની કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

‘પુષ્પા, પુષ્પા’ના લાગ્યા નારા

અલ્લુ અર્જુન આ સમયે તેની પત્ની સ્નેહા રેડ્ડી સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન અલ્લુને જોવા માટે ભીડ એકઠી થઈ ગઈ હતી અને ચાહકોએ ‘પુષ્પા, પુષ્પા’ના નારા પણ લગાવ્યા હતા. એટલું જ નહીં અલ્લુ અને તેની પત્ની સ્નેહા રેડ્ડીએ ધારાસભ્યના ઘરની બાલ્કનીમાંથી ચાહકોનું અભિવાદન પણ કર્યું. તમને જણાવી દઈએ કે અભિનેતાને તેના મિત્ર માટે પ્રચાર કરતા જોઈને ચાહકો ખૂબ જ રોમાંચિત હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોટી ભીડને કારણે મામલો કાબૂમાં ન આવી શક્યો, જેના કારણે કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં આ સંબંધમાં વધુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

મારા મિત્રોનો જરૂર પડશે તો હું તેમને મળવા જઈશ – ALLU ARJUN

સમગ્ર કેસ અંગે અલ્લુ અર્જુને પણ પ્રતિક્રિયા આપી છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન અભિનેતાએ કહ્યું કે, હું મારા મિત્રને મળવા આવ્યો છું અને તે મારી ઈચ્છા હતી. મારા મિત્રો જ્યાં પણ છે, તેમને મારી જરૂર પડશે તો હું તેમને મળવા જઈશ, પરંતુ તેનો અર્થ એ નથી કે મેં કોઈ પક્ષને સમર્થન આપ્યું છે.

આ પણ વાંચો : GURUCHARAN SINGH ને કઇ વાતનો હતો ડર; સતત પહાડો પર જવાની કરતા હતા વાત…

Whatsapp share
facebook twitter