Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Pratik Gandhi પત્ની સાથે પડદા પર ગાંધી-કસ્તુરબાણી ભૂમિકામાં

01:32 PM May 02, 2024 | Kanu Jani

અભિનેતા Pratik Gandhi હાલમાં ચર્ચામાં છે. તેમની ફિલ્મ ‘દો ઔર દો પ્યાર’ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં તેઓ વિદ્યા બાલન સાથે જોવા મળશે. આ ઉપરાંત પ્રતિક ગાંધી આગામી દિવસોમાં હંસલ મહેતાની સિરીઝ ‘ગાંધી’માં પણ જોવા મળશે. આ સિરીઝમાં પ્રતિક મહાત્મા ગાંધીની ભૂમિકા નિભાવી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ સિરીઝમાં પ્રતિક તેની પત્ની ભામિની ઓઝા સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે.

પત્ની પણ સાથે હોવાથી પ્રતિક ગાંધીનો ઉત્સાહ બમણો

પ્રતિક ગાંધી અને ભામિની ઓઝા રિયલ લાઇફ પતિ પત્ની છે. ભામિની ઓઝા હંસલ મહેતાની ‘ગાંધી’ સિરીઝમાં પતિ-પત્નીની ભૂમિકા ભજવશે. ભામિની આ ફિલ્મમાં કસ્તુરબા ગાંધીનો રોલ નિભાવશે. પ્રતિકગાંધી ગાંધીની ભૂમિકા ભજવવા બદલ ખૂબ જ ઉત્સાહિત લાગે છે. તેની પત્ની પણ સાથે હોવાથી તેમનો ઉત્સાહ બમણો થયો છે.

Pratik Gandhiએ  સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પત્ની ભામિનીની તસવીર શેર કરતાં લખ્યું છે કે, ‘એક કલાકાર તરીકે હું ભામિનીને થિયેટરના દિવસોથી ઓળખું છું. હું તેની જર્નીનો સાક્ષી રહ્યો છું. હવે અમે સાથે કામ કરવા જઇ રહ્યા છએ તેની મને ખુશી છે. હું આટલા લાંબા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યો હતો જ્યારે તેને તેની કેલિબરનું પાત્ર મળે. હવે ભામિનીને કસ્તુરબાનું પાત્ર ભજવવા મળ્યું છે, તેની મને ઘણી ખુશી છે. પડદા પર વાસ્તવિક લોકોની ભૂમિકા ભજવવી એ કલાકારો માટે હંમેશા પડકારજનક અને જવાબદાર કાર્ય હોય છે. આ ક્રમમાં, જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi) અને તેમની પત્ની કસ્તુરબા ગાંધી (Kasturba Gandhi)ની ભૂમિકા ભજવવાની વાત આવે છે, ત્યારે આ જવાબદારી વધુ વધી જાય છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ના જીવનની વાર્તા પર એક વેબ સિરીઝ ‘ગાંધી’ (Gandhi)

વર્ષ ૨૦૨૨માં, પ્રોડક્શન હાઉસ એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ (Applause Entertainment) દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ના જીવનની વાર્તા પર એક વેબ સિરીઝ ‘ગાંધી’ (Gandhi) બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. હંસલ મહેતા (Hansal Mehta) દ્વારા નિર્દેશિત આ શોમાં અભિનેતા પ્રતીક ગાંધી (Pratik Gandhi) મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવશે. પ્રતિકની પત્ની અને અભિનેત્રી ભામિની ઓઝા ગાંદી (Bhamini Oza Gandhi)ને આ શોમાં મહાત્મા ગાંધીની પત્ની કસ્તુરબા ગાંધીની ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે.

નિર્માતાઓ ઈચ્છે છે કે પ્રતીક અને ભામિનીના વાસ્તવિક જીવનના પતિ-પત્નીના બોન્ડ અને સંબંધો પણ પડદા પર જોવા મળે. આ જવાબદારી અંગે ભામિની કહે છે કે, ‘કસ્તુરબા ગાંધીનો રોલ મેળવવો એ મારી અભિનય કારકિર્દીની સૌથી સુંદર બાબત છે. અમે થિયેટરના શરૂઆતના દિવસોથી જ વિચારતા હતા કે અમે સાથે સ્ક્રીન શેર કરીશું. હવે આ થઈ રહ્યું છે. હું આ પાત્રને ઈમાનદારીથી ભજવવાનો પ્રયત્ન કરીશ.’

 પ્રતિક ગાંધી તેની આગામી સિરીઝ `ગાંધી` માટે ખૂબ જ ઉત્સાહિત લાગે છે.હું ભામિનીને  કસ્તુરબાના રોલમાં જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.

હંસલ મહેતાએ પણ સોશ્યલ મીડિયા પર ભામિનીનું એક પોસ્ટર પણ શેર કર્યું છે. આ સાથે તેમણે લખ્યું છે કે, ‘કસ્તુરબા ગાંધીની જન્મજયંતિના વિશેષ અવસર પર, અમે નોંધપાત્ર ભામિની ઓઝાનું અનાવરણ કરવા માટે સન્માનિત છીએ, કારણ કે તેઓ જીવન અને રાજકારણ બંનેમાં લડવૈયા `બા`ની શક્તિ, કૃપા અને સ્થિતિસ્થાપકતાનું ચિત્રણ કરે છે.’

આ પણ  વાંચો- Bollywoodનાકોહિનૂર સમી અભિનેત્રી ઝોહરા સહગલની 112મી જન્મજયંતિ