THE KERALA STORY OTT RELEASE : વર્ષ 2023 ની સૌથી સફળ ફિલ્મોમાંથી એક એવી ફિલ્મ ધ કેરલા સ્ટોરી છે. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચાનો વિષય બની છે. ફિલ્મના હાર્ડ કોર કન્ટેન્ટને લઈને ઘણી ચર્ચા અને ક્યારેક વિવાદ થયો હતો. આ બધું હોવા છતાં વાસ્તવિકતાનો અરીસો દેખાડતી આ ફિલ્મને ઘણી પ્રશંસા મળી હતી અને ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર 250 કરોડ કરતાં વધુની કમાણી કરી હતી. 5 મે 2023 ના રોજ આવેલ ફિલ્મ 286 દિવસ બાદ OTT ઉપર આવવા માટે તૈયાર છે. હવે અહી પ્રશ્ન એ છે કે સામાન્ય રીતે જ્યારે ફિલ્મો 30 થી 50 દિવસમાં જ OTT ઉપર આવી જતી હોય છે, ત્યારે આ ચર્ચિત ફિલ્મને શા માટે આટલો સમય લાગી ગયો.
ZEE 5 ઉપર આવશે ફિલ્મ
ધ કેરલા સ્ટોરી ફિલ્મમાં અભિનેત્રી અદા શર્મા લીડ રોલમાં જોવા મળી હતી. હવે અદા શર્માએ પોતે આ માહિતી આપી છે કે આ ફિલ્મ OTT પર આવવા માટે તૈયાર છે. જે લોકો આ ફિલ્મને થિયેટરમાં જોઈ શક્યા નથી અને કડવું સત્ય સમજી શક્યા નથી તેમના માટે આ એક સારા સમાચાર છે. હવે તે લોકો OTT પર ઘરે બેસીને આ ફિલ્મ જોઈ શકશે. આ ફિલ્મ 16 ફેબ્રુઆરીના રોજ ઝી 5 પર જોઈ શકાશે.
શા માટે લાગી ગયા 286 દિવસ ?
અગાઉ જૂન 2023 માં કેરલા સ્ટોરીઝમાં OTT આવવાની વાત સામે આવી હતી તે સમય દરમિયાન ફિલ્મના ડાઇરેક્ટર સુદીપતો સેને આ વાતને ફગાવતા કહ્યું હતું કે, તેમને કોઈપણ OTT પ્લેટફોર્મ પરથી યોગ્ય ઓફર મળી નથી.
કેરલા સ્ટોરીના નિર્માતાઓએ એવો પણ દાવો કર્યો હતો કે ફિલ્મ ઉદ્યોગે તેમને બોક્સ ઓફિસની સફળતાની સજા આપવા માટે ‘ગેંગઅપ’ કર્યું છે. ડાઇરેક્ટર સેને કહ્યું હતું કે, અમને વિચારણા કરવા યોગ્ય કોઈ ઓફર મળી નથી. એવું લાગે છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અમને સજા કરવા માટે તૈયાર થઈ ગઈ છે. સજા મેળવવાનું કારણ પૂછવામાં આવતા, સેને જવાબ આપ્યો હતો “અમારી બોક્સ ઓફિસની સફળતાએ ફિલ્મ ઉદ્યોગના ઘણા વર્ગોને નારાજ કર્યા છે. અમને લાગે છે કે મનોરંજન ઉદ્યોગનો એક વર્ગ અમારી સફળતા માટે અમને સજા કરવા માટે એક થઈ ગયો છે”
આમ ફિલ્મના મેકર્સ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમની ફિલ્મના વિવાદિત વિષયના કારણે ઘણા લોકો નારાજ થયા હતા અને તેની સજા તે લોકો ફિલ્મને આપી રહ્યા હતા. હવે આ ફિલ્મ OTT ઉપર આવવા માટે તૈયાર છે.
આ પણ વાંચો — SSR કેસમાં કોર્ટે રીયા ચક્રવર્તી ઉપર કસ્યો સિકંજો, વિદેશ જવા ઉપર લગાવી રોક