Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Karan Johar Disease: આખરે કરણ જોહરે જાહેર કર્યો એ રાજ, જે 8 વર્ષની ઉંમરથી તેમણે અકબંધ રાખેલો

08:46 PM Jul 06, 2024 | Aviraj Bagda

Karan Johar Disease: બોલિવૂડ સ્ટાર્સ અવારનવાર તેમના જીવન સાથે જોડાયેલી વાતો શેર કરે છે. ફેન્સ પણ પોતાના ફેવરિટ સ્ટાર્સ વિશે બધું જાણવા આતુર હોય છે. હાલમાં જ બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મમેકર Karan Johar એ પણ પોતાના જીવન વિશે ચોંકાવનાર ખુલાસો કર્યો છે. તો વાત વિશે જાણીને સૌ કોઈ લોકો સ્તંભ રહી ગયા છે. ત્યારે ચાલો જાણીએ કે ફિલ્મમેકર Karan Johar કઈ બીમારીને કારણે પીડિત છે.

  • Karan Johar એ નિષ્ફળતાઓ વિશે વાત કરી

  • બીમારીને કારણે તે પૂલમાં જવાથી પણ ડરે છે

  • Karan Johar ને 2 વર્ષ પહેલા પેનિક એટેક આવ્યો

તાજેતરમાં જ ફિલ્મમેકર Karan Johar એ વરિષ્ઠ પત્રકાર ફેસ ડિસોઝા સાથે તેમના જીવન વિશે વાત કરી હતી. આ સમય દરમિયાન Karan Johar એ પોતાના જીવનની નિષ્ફળતાઓ વિશે વાત કરતા ઘણી વાતો શેર કરી છે. Karan Johar એ જણાવ્યું કે તે માત્ર 8 વર્ષની ઉંમરથી બોડી ડિસમોર્ફિયા ડિસઓર્ડરથી પીડિત છે. હા, Karan Johar નાની ઉંમરથી જ આ બીમારી સામે ઝઝૂમી રહ્યો છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે ચાહકોને અત્યાર સુધી કરણની આ બીમારી વિશે ખબર નહોતી.

બીમારીને કારણે તે પૂલમાં જવાથી પણ ડરે છે

કરણે કહ્યું કે આ બીમારીના કારણે તેને ઘણી બધી બાબતોનો સામનો કરવો પડે છે. ફિલ્મમેકરે જણાવ્યું કે આ બીમારીને કારણે તે પૂલમાં જવાથી પણ ડરે છે. તે કહે છે કે તે ગમે તેટલું વજન ઓછું કરે, તેને હંમેશા લાગે છે કે તે જાડા છે. એટલું જ નહીં Karan Johar એ આગળ કહ્યું કે તે નથી ઈચ્છતો કે કોઈ તેના શરીરનો કોઈ ભાગ જુએ. એટલા માટે તેઓ વધારે પડતા ખુલતા કપડાં પહેરે છે.

Karan Johar ને 2 વર્ષ પહેલા પેનિક એટેક આવ્યો

Karan Johar એ વધુમાં કહ્યું કે તેણે દવાઓ દ્વારા બીમારીને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે, તે હજુ પણ તેમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી શક્યો નથી. કારણ કે… Karan Johar એ કહ્યું કે તેને સેક્સ દરમિયાન પણ લાઇટ બંધ કરવી પડે છે. એટલું જ નહીં આ દરમિયાન કરણે એ પણ શેર કર્યું કે તેને 2 વર્ષ પહેલા પેનિક એટેક આવ્યો હતો.

આ પણ વાંચો: ANANT AMBANI ના સંગીતમાં ભારતના ખેલાડીઓ શા માટે થયા ભાવુક? વાંચો અહેવાલ