+

ગોધરા તાલુકાના ટૂવા ગામ નજીક ગુડ્સ ટ્રેનનું એન્જિન પાટા પરથી નીચે ઉતર્યુ, સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

અહેવાલઃ નામદેવ પાટિલ, ગોધરા  આજરોજ ગોધરા તાલુકાના ટુવા નજીક ગુડ્સ ટ્રેનનું લોકોમોટીવ ડીરેલ થવાની ઘટના સામે આવી છે, આણંદથી ગોધરા તરફ આવી રહેલ ગુડ્ઝ ટ્રેન ટુવા સ્ટેશન ખાતે લૂપ લાઈન…

અહેવાલઃ નામદેવ પાટિલ, ગોધરા 

આજરોજ ગોધરા તાલુકાના ટુવા નજીક ગુડ્સ ટ્રેનનું લોકોમોટીવ ડીરેલ થવાની ઘટના સામે આવી છે, આણંદથી ગોધરા તરફ આવી રહેલ ગુડ્ઝ ટ્રેન ટુવા સ્ટેશન ખાતે લૂપ લાઈન પર ઊભી હતી, જે દરમ્યાન એકાએક ટ્રેન ચાલુ થઈ ગઈ હતી અને લૂપ લાઇનના ડેડ એન્ડ પર પહોંચી ગઈ હતી.

 

વહેલી પરોઢના સાડા ચાર વાગ્યે બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, લોકોમોટીવ ડીરેલ થવાની ઘટનાની જાણ થતાં રેલવે વિભાગની રેસ્કયું વાન સહિતની પશ્ચિમ રેલવે વિભાગની રાહત ટીમ આવી પહોંચી હતી, લૂપ લાઈન પર માટીમાં ખૂંપી ગયેલા લોકોમોટિવની આસપાસથી માટી દૂર કર્યા બાદ અન્ય લોકોમોટીવ દ્વારા ડીરેલ થયેલા લોકોમોટીવને ખેંચવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.સમગ્ર ઘટના દરમ્યાન કોઈ જાનહાનિ ન થતાં રેલવે વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.

Whatsapp share
facebook twitter