+

5 દિવસમાં દોઢ કરોડની વિજચોરી, નુંકસાન ઘટાડવા PGVCL એક્શન મોડમાં

પોરબંદર જિલ્લામાં વીજચોરીનો લોસ ઘટાડવા PGVCLની ટીમ આક્રમક મુડમાં આવી છે. પોરબંદરના બરડા અને ઘેડ સહિતના જિલ્લાના વિસ્તારોમાં PGVCLની ટીમ ત્રાટકી હતી. પાંચ દિવસની વીજચેકીંગ ડ્રાઇવમાં દોઢ કરોડની વીજચોરી ઝડપાઇ છે. હજુ પણ PGVCLની ટીમ વીજચોરોને પકડવા ગુપ્તરાહે કામગીરી કરી રહી છે. જેથી વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.PGVCLની ડ્રાઇવપોરબંદર PGVCL વર્તુળ કચેરી હેઠળ વીજચોરીનું દૂષણ ડામવા સમયાંતરે વીજà
પોરબંદર જિલ્લામાં વીજચોરીનો લોસ ઘટાડવા PGVCLની ટીમ આક્રમક મુડમાં આવી છે. પોરબંદરના બરડા અને ઘેડ સહિતના જિલ્લાના વિસ્તારોમાં PGVCLની ટીમ ત્રાટકી હતી. પાંચ દિવસની વીજચેકીંગ ડ્રાઇવમાં દોઢ કરોડની વીજચોરી ઝડપાઇ છે. હજુ પણ PGVCLની ટીમ વીજચોરોને પકડવા ગુપ્તરાહે કામગીરી કરી રહી છે. જેથી વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
PGVCLની ડ્રાઇવ
પોરબંદર PGVCL વર્તુળ કચેરી હેઠળ વીજચોરીનું દૂષણ ડામવા સમયાંતરે વીજચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવે છે. PGVCLને કરોડોનો ચુનો લગાવતા વીજચોરો સામે વીજતંત્રએ હવે લાલ આંખ કરી છે. પોરબંદર જિલ્લામાં વીજચોરીનું પ્રમાણ વધ્યું છે. તાજેતરમાં જ PGVCLએ બળેજ ગામે ગેરકાયદેસર ધમધમતી ખાણમાં રેઇડ કરી હતી. જયાં 91 લાખનો દંડ PGVCLએ ફટકાર્યો હતો. પોરબંદરની ગેરકાયદેસર ખાણોમાં વીજચોરીનું પ્રમાણ મોટાપ્રમાણમાં છે. પરંતુ આવા ખાણમાફીયા સામે પણ PGVCLએ કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે.
484 કનેક્શનમાં વીજચોરી ઝડપાઈ
પોરબંદર PGVCLનાં જણાવ્યાં મુજબ તા. 13 થી 17 ફેબ્રુઆરી એમ પાંચ દિવસની વીજ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરાયું હતું. આ ચેકીંગ પોરબંદરનાં બરડા પંથક, ઘેડ પંથક, આ ઉપરાંત પોરબંદર વર્તુળ કચેરી હેઠળ આવતાં કેશોદ સહિતનાં ગામડામાં પણ વીજ ચેકીંગ હાથ ધરાયું હતું.  આ વીજ ચેકીંગ દરમિયાન કુલ 4254 વીજ કનેકશનો ચેક કરાયાં હતાં. જેમાંથી 484 કનેકશનમાં વીજચોરી માલુમ પડી હતી.
દોઢ કરોડની વીજચોરી
PGVCLનાં જણાવ્યાં મુજબ દોઢ કરોડની વીજચોરી ઝડપાઇ છે. પોરબંદર PGVCLએ છેલ્લા બે માસ દરમિયાન મોટા પ્રમાણમાં વીજચોરી પકડી પ્રશંસનીય કામગીરી કરી છે. જેને લીધે ગેરકાયદે ધમધમતી ખાણો તેમજ ગ્રામ્ય પંથકમાં વીજચોરી કરતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોરબંદર PGVCL દ્વારા આગામી દિવસોમાં પણ કડક હાથે કાર્યવાહી કરી વીજચોરી પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter