- રશિયાની જેલમાં કેદીઓ વચ્ચે થયેલી અથડામણમાં આઠ લોકોના મોત
- મૃતકોમાં ચાર જેલ કર્મચારીઓનો પણ સમાવેશ
- છરીઓથી સજ્જ હુમલાખોર કેદીઓ ઈસ્લામિક સ્ટેટ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે
Russia: રશિયા (Russia) ની જેલમાં કેદીઓ વચ્ચે થયેલી અથડામણમાં આઠ લોકોના મોત થયા છે. જેમાં ચાર જેલ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ હિંસા રશિયાના વોલ્ગોગ્રાડ ક્ષેત્રમાં ઉચ્ચ સુરક્ષાવાળી IK-19 સુરોવિકિનો દંડ વસાહતમાં થઈ હતી. મળતી માહિતી મુજબ કેદીઓના એક જૂથે હિંસક બળવો કર્યો હતો. છરીઓથી સજ્જ આ કેદીઓ ઈસ્લામિક સ્ટેટ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. તેઓએ કેટલાક કેદીઓને બંધક બનાવ્યા અને જેલના એક ભાગનો કબજો મેળવી લીધો. હુમલાખોરોએ દાવો કર્યો હતો કે તેઓએ મુસ્લિમો પર થયેલા જુલમનો બદલો લેવા માટે હુમલો કર્યો હતો.
આ પણ વાંચો–—Germany :સોલિંગનમાં ફેસ્ટિવલમાં થયેલા હુમલામાં 3 ના મોત
– રશિયાની જેલમાં કેદીઓ વચ્ચે થયેલી અથડામણમાં આઠ લોકોના મોત
– ચાર જેલ કર્મચારીઓનો પણ સમાવેશ
– છરીઓથી સજ્જ હુમલાખોર કેદીઓ ઈસ્લામિક સ્ટેટ સાથે સંબંધિત#Russia #International #internationalnews #GujaratFirst— Gujarat First (@GujaratFirst) August 24, 2024
આઠ જેલ કર્મચારીઓ અને ચાર સાથી દોષિતોને બંધક બનાવ્યા
એક અહેવાલ જણાવે છે કે કટોકટી ત્યારે શરૂ થઈ જ્યારે નિયમિત ડિસીપ્લીન બેઠક યોજાવાની હતી. જ્યારે આ મીટિંગ ચાલી રહી હતી, ત્યારે કેદીઓના એક જૂથના રામઝીદિન તોશોવ (28), રૂસ્તમચોન નવરૂજી (23), નાઝીરચોન તોશોવ (28) અને તૈમૂર ખુસીનોવ (29) એ હુમલો કર્યો હતો. ચારેય કેદી ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાનના વતની હતા, તેઓએ ગાર્ડ્સ પર છરી વડે હુમલો કર્યો. આ હુમલામાં ઘણા ઘાયલ થયા હતા અને આઠ જેલ કર્મચારીઓ અને ચાર સાથી દોષિતોને બંધક બનાવ્યા હતા.
હુમલાખોરોએ વીડિયોમાં ISIS પ્રત્યે તેમની નિષ્ઠાનું વચન આપ્યું
આ લડાઈની એક તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે. એવું જોવા મળે છે કે ઘેરાબંધી દરમિયાન એક કેદીએ લોહીથી લથબથ જેલ ગાર્ડ પર ચાકુ પકડી રાખ્યું છે. અન્ય એક વીડિયોમાં હુમલાખોરો જેલના પ્રાંગણમાં દેખાય છે. અહીં એક બંધક લોહીથી લથપથ ચહેરો લઈને બેઠો હતો. હુમલાખોરોએ વીડિયોમાં ISIS પ્રત્યે તેમની નિષ્ઠાનું વચન આપ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે આ હુમલો મુસ્લિમોના અત્યાચારનો બદલો લેવાનું કૃત્ય છે. જ્યારે પરિસ્થિતિ વધુ વણસી ત્યારે સશસ્ત્ર વિશેષ રશિયન દળો અને સ્નાઈપર્સ તૈનાત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો–— South Korea ની હોટલમાં લાગી ભીષણ આગ, 7 લોકોના મોત…