+

સમાજના છેવાડાના માનવીને ન્યાય મળે તેવા પ્રયત્નો કરીશું : રાઘવજી પટેલ

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની ઐતિહાસિક જીત બાદ, પાર્ટીના નેતા ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સોમવારે ગાંધીનગરમાં સતત બીજી ટર્મ માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગાંધીનગરમાં નવા સચિવાલય પાસેના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે બપોરે 2 વાગ્યે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પટેલને 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવશે. મળી રહેલી માહિતી અનુસાર, 16 મંત્રીઓ આજે શપથ લેવાના હોવાની સંàª
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની ઐતિહાસિક જીત બાદ, પાર્ટીના નેતા ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સોમવારે ગાંધીનગરમાં સતત બીજી ટર્મ માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગાંધીનગરમાં નવા સચિવાલય પાસેના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે બપોરે 2 વાગ્યે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પટેલને 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવશે. મળી રહેલી માહિતી અનુસાર, 16 મંત્રીઓ આજે શપથ લેવાના હોવાની સંભાવના છે, જેમા એક રાઘવજી પટેલનું નામ પણ છે. 
રાઘવજી પટેલ સાથે આજે ગુજરાત ફર્સ્ટે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, આ કાબિલ સમજવા માટે હું વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલનો હું હ્રદય પૂર્વક આભારી છું. મહત્વનું છે કે, રાઘવજી પટેલ આ પહેલાની સરકારમાં કૃષિમંત્રી હતા. ત્યારે એક એવી ધારણ છે કે જેને રાઘવજીએ ખોટી સબિત કરી દીધી અને તે છે કે, કૃષિમંત્રી બીજી વખત ચૂંટણી જીતતા નથી, પરંતુ તેઓ બીજી વખત પણ ચૂંટણી જીત્યા અને મળી રહેલી માહિતી અનુસાર, તેમને એકવાર ફરી તે જ ખાતુ મળી શકે છે. આ અંગે રાઘવજીનું કહેવું છે કે, “વડાપ્રધાન મોદીનું એક સપનું છે કે, આ દેશના ખેડૂતોની આવતને ડબલ કરવી અને આવક ડબલ કરવા માટેના વિવિધ આયામો કેન્દ્રસ્તરે અને રાજ્યસ્તરે લાગુ કરાવ્યા છે, જેના પરિણામે રાજ્યના ખેડૂતો ખૂબ જ ખુશ છે. રાજ્યના ખેડૂત ભાજપને ખૂબ જ સમર્થન આપી રહ્યો છે. આ પરિણામે મારો આ વખતે પણ વિજય થયો છે. આ વિજય મારો નથી પરંતુ ભાજપની વિચારધારા અને વડાપ્રધાન મોદી તરફ ગુજરાતની જનતાનો જે અપાર પ્રેમ છે તેના કારણે મારો આ વિજય થયો છે, તેવું મારું માનવું છે.” 
રાઘવજી પટેલને જ્યારે ગુજરાત ફર્સ્ટે પુછ્યું કે, સરકારમાં તમને જે કોઇ પણ ખાતુ મળે ત્યારે તમારી શું પ્રાયોરિટી રહેશે, જેના જવાબમાં તેમણે કહ્યું કે, હજુ અમને ખાતાની ફાળવણી થઇ નથી. પણ મને જે કોઇ પણ ખાતુ આપવામાં આવશે તેમા હું નિષ્ઠાપૂર્વક કામ કરીશ. સમાજના છેવાડાના માનવીને ન્યાય મળે, નાનામાં નાના માણસનું વ્યાજબી કામ થાય આ દ્રષ્ટિકોણથી વિકાસની પરિભાષાને નજરમાં રાખી અમે કામ કરીશું. અમારો વહીવટ સંપૂર્ણ પારદર્શી અને લોકાભિમૂખ રહશે. રાજ્યનો જેમ બને તેમ વધુ વિકાસ થાય તે દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી મોદી સાહેબે જે સુત્ર આપ્યું છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ સુત્રને સાર્થક કરવા માટે અમે તમામ પ્રયત્નો કરીશું. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter