+

બોટાદ જિલ્લામાં હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારોની હાલત કફોડી, ધારાસભ્યએ CMને પત્ર લખી સહાય માટે કરી રજુઆત

અહેવાલઃ ગજેન્દ્ર ખાચર, બોટાદ  બોટાદ શહેર અને જિલ્લામાં હિરા ઉદ્યોગમાં બહુજ મંદી ચાલી રહી છે જેના કારણે કેટલાય હિરાના કારખાનાઓ બંધ થયા છે અને કેટલાય કારખાના બંધ થવાની તૈયારીમાં છે…

અહેવાલઃ ગજેન્દ્ર ખાચર, બોટાદ 

બોટાદ શહેર અને જિલ્લામાં હિરા ઉદ્યોગમાં બહુજ મંદી ચાલી રહી છે જેના કારણે કેટલાય હિરાના કારખાનાઓ બંધ થયા છે અને કેટલાય કારખાના બંધ થવાની તૈયારીમાં છે જેથી હિરા ઘસવાનું કામ કરતા રત્ન કલાકારોની હાલત કફોડી બની છે અને રત્ન કલાકારો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે જિલ્લાના રત્ન કલાકારોને સરકાર દ્વારા સહાય જાહેર કરવા બોટાદ ધારાસભ્યએ રાજ્યના મુખ્યમંત્રી ને પત્ર લખી રજુઆત કરી છે.

બોટાદ જિલ્લો ખેતી અને હીરા ઉદ્યોગ પર નભતો જિલ્લો છે. જિલ્લામાં હાલ મુખ્યત્વે હીરા ઉદ્યોગ છે. હીરા ઉધોગ સાથે હજ્જારો લોકો સંકળાયેલા છે અને પોતાનો ધંધો રોજગાર ચલાવે છે. બોટાદ શહેર અને જિલ્લામાં ૧૫૦૦ થી વધારે નાનામોટા હીરાના કારખાનાઓઆવેલા છે પરંતુ વૈશ્વિક મંદિ ના કારણે હીરા ઉદ્યોગને માઠી અસર થઈ છે અને હીરા ઉદ્યોગ મંદી મા સપડાયો છે. બોટાદ શહેર અને જિલ્લામાં ૧૫ ટકા કારખાના બંધ થયા છે અને બાકીના કેટલાક કારખાનાઓ બંધ થવાની તૈયારીઓમાં છે. જેથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો મુશ્કેલીમાં મુકાયા છે જો સરકાર હીરા ઉદ્યોગમાં લોન જેવી સહાય આપે તો હીરા ઉદ્યોગમાં ફરી તેજી આવે.

બોટાદ રાજયમાં સૌથી નાનો જિલ્લો છે પરંતુ બોટાદ શહેર અને જિલ્લામાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ હીરા ઘસવાનું કામ કરી પોતાનુ ગુજરાન ચલાવે છે. શહેર અને જિલ્લાના તમામ ગામોમાં હીરાના કારખાના ધમધમે છે અને હીરા જિલ્લાનો મુખ્ય વ્યવસાય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી હીરાઉદ્યોગમાં મંદી નો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં હીરાનો કાચો માલઆવતો નથી તો વળી તૈયાર હીરા તાત્કાલિક વેચાતા નથી જેથી કારખાનાના માલિક ના રોકાયેલા રૂપિયા છુટ્ટા થતા નથી જેથી કારખાનાના માલિકો રત્ન કલાકારોને સમયસર પગાર કરી શકતા નથી કે ઉપાડ આપતા નથી જેથી રત્ન કલાકારો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા રત્ન કલાકારો ને સહાય આપવામાં આવે તેમ બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ મુખ્યમંત્રી ને પત્ર લખીને માંગ કરી છે.

બોટાદ વિધાનસભા ના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ બોટાદ શહેર તેમજ જિલ્લાના અને રાજ્યના રત્ન કલાકારોની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ને પત્ર લખી ને રજુઆત કરી છે.

 

ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ પત્રમાં જણાવ્યું છે કે બોટાદ જિલ્લામા મુખ્ય વ્યવસાય ખેતી અને હીરા ઉદ્યોગ છે જ્યારે ખેતીમાં પણ ખેડુતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને ખેડુતો ની સ્થિતિ ગંભીર છે તો હીરાઉદ્યોગમાં પણ મંદી નો માહોલ ચાલી રહ્યો છે જેથી કારખાનાઓ બંધ થઈ રહ્યાં છે જેના કારણે નાના અને મધ્યમ વર્ગના રત્ન કલાકારો કે જેઓ બે ટંકનુ લાવીને ખાવાવાળા છે તેમની કફોડી હાલત થઈ છે અને રત્ન કલાકારો મુશ્કેલી મા મુકાયા છે જેથી હીરા ઉદ્યોગમાં તેજી આવે ત્યાંસુધી રત્ન કલાકારોને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેમ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે

Whatsapp share
facebook twitter