+

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અધ્યાપકગણની હેરિટેજ વોક યોજાઈ

વિશ્વ વારસા દિવસ અને G-20 અંતર્ગત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અધ્યાપકોની હેરિટેજ વોક અમદાવાદ મહાનગર પાલિકાના સહયોગથી કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી જામા મસ્જિદ સુધી યોજાઈ હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના માનનીય…

વિશ્વ વારસા દિવસ અને G-20 અંતર્ગત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અધ્યાપકોની હેરિટેજ વોક અમદાવાદ મહાનગર પાલિકાના સહયોગથી કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી જામા મસ્જિદ સુધી યોજાઈ હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ યાત્રાનું નેતૃત્વ કર્યું હતું.

કુલપતિ શ્રી એ વૈશ્વિક વારસાનું સમજાવ્યું મહત્વ
હેરિટેજ વોક કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના એક્ષટેન્શલ સેલ અને ઈતિહાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ યાત્રા વૈશ્વિક ધરોહરનો દરજ્જો ધરાવતાં અમદાવાદ શહેરની પોળોમાંથી પસાર થઈ હતી. યાત્રા દરમિયાન માર્ગદર્શક દ્વારા રોંચર શૈલીમાં માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનનીય કુલપતિ શ્રી એ વૈશ્વિક વારસાનું મહત્વ અને તેની જાળવણીમાં આપણી ભૂમિકા શું હોઈ શકે તે બાબતે વાત કરી હતી.

સાંસ્કૃતિક વારસાનું જતન કરવા પ્રતિબદ્ધતા
યાત્રામાં જોડાયેલા સૌ અધ્યાપકોએ આપણી ઐતિહાસિક ધરોહરો અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી. યાત્રામાં જોડનારા અમદાવાદ શહેરની ઐતિહાસિક ઈમારતો, પાણીના સંગ્રહની વ્યવસ્થા, શિલ્પ, મંદિર-મસ્જિદના બાંધકામ અને સ્થાપત્યની ભવ્યતાના દર્શન કરીને સૌ અભિભૂત થયા હતા.

આ પણ વાંચો – ડૉ.બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતીની ઉજવણી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter