+

કન્જક્ટિવાઇટીસ રોગથી ગભરાવવું નહીં પરંતુ સાવચેતી રાખવી : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના નાગરિકોને પ્રવર્તમાન સમયમાં કેટલાક જિલ્લામાં જોવા મળી રહેલા કન્જક્ટિવાઇટીસ રોગથી ગભરાવવા નહીં પરંતુ તકેદારી રાખવા અનુરોધ કર્યો છે. રાજ્યના પ્રાથમિક આરોગ્ય…

રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના નાગરિકોને પ્રવર્તમાન સમયમાં કેટલાક જિલ્લામાં જોવા મળી રહેલા કન્જક્ટિવાઇટીસ રોગથી ગભરાવવા નહીં પરંતુ તકેદારી રાખવા અનુરોધ કર્યો છે.

રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી લઇ સિવિલ હોસ્પિટલમાં કન્જક્ટિવાઇટીસ રોગની સંપૂર્ણ સારવાર અને દવાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ. હાલ રાજ્યમાં 100 થી વધુ કન્જક્ટિવાઇટીસના કેસ નોંધાયા હોય તેવા મુખ્ય પાંચ જિલ્લા અમરેલી, ખેડા (નડિયાદ), નવસારી, આણંદ અને સુરત છે. આ પાંચ જિલ્લામાં કુલ 1174 જેટલા કેસ નોંધાયા છે. તદ્અનુસાર અમરેલી જિલ્લામાં 312, ખેડા જિલ્લામાં 280, નવસારી જિલ્લામાં 261, આણંદ જિલ્લામાં 196 અને સુરત જિલ્લામાં 125 જેટલા કેસ તારીખ 18 જુલાઇની સ્થિતીએ જોવા મળ્યા છે. કન્જક્ટિવાઇટિસ રોગના અટકાયત અને સધન સારવાર અર્થે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા સ્તર સુધી તમામ આરોગ્ય કર્મીઓની જરૂરિયાત મુજબની દવાઓ અને સારવાર ઉપલબ્ધ કરાવવા અને જન જાગૃતિની વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવા માટે સુચના પણ આપવામાં આવી હોવાનું મંત્રીએ કહ્યું હતુ.

વધુમાં વરસાદી ઋતુમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગ અટકાયત માટે પણ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સધન કામગીરી હાથ ધરી હોવાનું આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ. 18 જુલાઇ 2023 ની સ્થિતિએ રાજ્યમાં 85 લાખ બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 953 મેલેરિયા કેસ નોંધાયા છે. જ્યારે 39 હજાર સીરમ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 650 ડેન્ગ્યુના કેસ નોંધાયા હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.રાજયમાં વાહક જન્ય રોગ અટકાયત માટે 444 વેક્ટર કંટ્રોલ ટીમ કાર્યરત કરાઇ છે.

આ પણ વાંચો – આંખનો રોગ વાઈરલ Conjunctivitis માં એકાએક આવ્યો ઉછાળો, સરકારે કહ્યું ગભરાવાની જરૂર નથી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ – સંજય જોષી

Whatsapp share
facebook twitter