+

ધનતેરસ પર આ વસ્તુઓ ભૂલથી પણ ન ખરીદો, થઈ શકે છે અનેક નુકશાન

આજ થી દિવાળીના તહેવારની શરૂઆત થઈ છે  ત્યારે દર વર્ષે કારતક માસની ત્રયોદશી તિથિએ ધનતેરસનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે તે બે દિવસ એટલે કે 22 અને 23 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે  દેવી લક્ષ્મીની પૂજા  કરવામાં આવે છે તેમજ આ દિવસ ખરીદી માટે પણ શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે ધનતેરસના તહેવારના દિવસે લોકો સોનું, ચાંદી, વાસણો વગેરેની ખરીદી  કરે છે.જે લોકો ધનતેરસના તહ
આજ થી દિવાળીના તહેવારની શરૂઆત થઈ છે  ત્યારે દર વર્ષે કારતક માસની ત્રયોદશી તિથિએ ધનતેરસનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે તે બે દિવસ એટલે કે 22 અને 23 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે  દેવી લક્ષ્મીની પૂજા  કરવામાં આવે છે તેમજ આ દિવસ ખરીદી માટે પણ શુભ માનવામાં આવે છે.
 સામાન્ય રીતે ધનતેરસના તહેવારના દિવસે લોકો સોનું, ચાંદી, વાસણો વગેરેની ખરીદી  કરે છે.જે લોકો ધનતેરસના તહેવારમાં ખરીદી કરે છે તેની વ્યક્તિ પર વિપરીત અસર પડી શકે છે. એવું માનવામાં આવે છે કે આ  દિવસે અશુભ વસ્તુઓ ખરીદવાથી આર્થિક મુશ્કેલી આવે છે અને ભગવાન કુબેર અને માતા લક્ષ્મી ગુસ્સે થાય છે.
ધનતેરસે ભૂલથી પણ આ વસ્તુ ન ખરીદો :
કાળી વસ્તુઃ 
ધનતેરસને શુભનું પ્રતિક માનવામાં આવે છે, તેથી આ દિવસે કાળી વસ્તુ ઘરે લાવવી અશુભમાનવામાં આવે છે 

કાચની વસ્તુઃ 
વાસ્તુશાસ્ત્ર અનુસાર ધનતેરસના દિવસે કાચની વાસ્તુ ઘરમાં લાવવાથી પરિવારના સભ્યો પર અશુભ અસર પડે છે. કેમ કે કાચને રાહુ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે.
તેલ ન ખરીદોઃ 
ધનતેરસના દિવસે તેલ અથવા તેમાંથી બનાવેલ ચીજવસ્તુઓ જેમ કે ઘી અથવા રિફાઈન્ડ વગેરે ખરીદવી વ્યક્તિ માટે નુકસાનકારક હોઈ શકે છે. ધનતેરસની શરૂઆત પહેલા દીવા દાન માટે તેલ પણ ખરીદો.
ખાલી વાસણોઃ 
ધનતેરસના દિવસે ખાલી વાસણો ઘરમાં લાવવાથી આર્થિક સ્થિતિ જોખમમાં રહે છે અને તેને અશુભ માનવામાં આવે છે. તેથી, વાસણ ખરીદ્યા પછી, અડધા કિલો ચોખા અથવા ખાંડ ખરીદો અને તેને તે વાસણમાં રાખો.
Whatsapp share
facebook twitter