+

Doctors ની નોકરી પણ હવે ખતરામાં! AI તમારી જીભનો કલર જોઈ સેકંડોમાં કરશે નિદાન, 98% છે Accuracy

AI TECHNOLOGY એ આજે વિશ્વને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે AI TECHNOLOGY વધુ એક કદમ આગળ વધી છે હવે તે તમારી જીભની તસવીર પરથી જણાવશે કે તમને કયો રોગ છે AI…
  • AI TECHNOLOGY એ આજે વિશ્વને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે
  • AI TECHNOLOGY વધુ એક કદમ આગળ વધી છે
  • હવે તે તમારી જીભની તસવીર પરથી જણાવશે કે તમને કયો રોગ છે

AI TECHNOLOGY એ આજે વિશ્વને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. દરેક ક્ષેત્રમાં હવે AI TECHNOLOGY નો ઉપયોગ થવા લાગ્યો છે. IT SECTOR, MARKETING SECTOR, EDUCATION SECTOR બાદ હવે AI નો ઉપયોગ MEDICAL SECTOR માં વધવા પામ્યો છે. વધુમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે INSTAGRAM, WHATSAPP અને FACEBOOK ઉપર પણ AI FEATURES આવવા લાગ્યા છે. પરંતુ હવે AI TECHNOLOGY વધુ એક કદમ આગળ વધી છે જેમાં હવે તમારી જીભની તસવીર પરથી જણાવશે કે તમને કયો રોગ છે. હા, ઈરાક અને ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેણે એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ટેક્નોલોજી બનાવી છે જે જીભની તસવીર જોઈને જ અનેક રોગોને શોધી શકે છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

ટેક્નોલોજી ની Accuracy છે 98%

ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ આ TECHNOLOGY નો સારો ઉપયોગ હવે MEDICAL SECTOR માં થઈ શકે તેમાં સંશોધન કર્યું છે અને તમારી જીભની તસવીર પરથી તમને શરીરમાં કઈ સમસ્યા છે તેના અંગેની TECHNOLOGY શોધી છે. આ ટેક્નોલોજીમાં સૌથી ખાસ બાબત એ છે કે આ ટેક્નોલોજીની ACCURACY 98% છે.ઉલ્લેખનીય છે કે, જીભને જોઈને રોગો શોધવાનો વિચાર પ્રાચીન ચીનમાંથી આવ્યો છે. તે સમયે ડોકટરો જીભનો રંગ અને પોત જોઈને રોગનું નિદાન કરતા હતા. હવે AI નું આ નવું ફીચર પણ આ જ રીત ઉપર કામ કરશે.

કઈ રીતે કરે છે કામ?

AI

AI

હવે આપણે એ જાણવાનો પ્રયાસ કરીએ કે વાસ્તવમાં આ TECHNOLOGY કામ કઈ રીતે કરે છે. બાબત એમ છે કે કોઇની પણ જીભ જોઈને તેના શરીરમાં કઈ સમસ્યા છે કે તેને કયો રોગ છે તેનો અંદાજો લગાવી શકાય છે. ઉદાહરણ તરીકે, જીભ ડાયાબિટીસમાં પીળી, કેન્સરમાં જાંબલી અને સ્ટ્રોકમાં લાલ થઈ શકે છે.AI મોડલ જીભના રંગ અને ટેક્સચરમાં તફાવતને પણ ઓળખી શકે છે. અલગ-અલગ રંગની જીભનો અભ્યાસ કરી AI તમને કયો રોગ છે તે જણાવી શકશે.વધુમાં આ ટેકનોલોજી પરંપરાગત પદ્ધતિઓ કરતાં ઘણી સસ્તી છે. આ ટેક્નોલોજીના કારણે હવે ડોક્ટરની નોકરી ખતરામાં આવી ગઈ છે, કારણ કે સંશોધકોનું માનવું છે કે ભવિષ્યમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ સ્માર્ટફોન એપ તરીકે થઈ શકે છે. આ રીતે લોકો ઘરે બેસીને તેમના સ્વાસ્થ્યની તપાસ કરી શકશે.

શું છે ખામીઓ?

જો કે એમ પણ નથી કે તેની ACCURACY 98% હોવાથી તે ખૂબ જ યોગ્ય છે.આ ટેક્નોલોજીમાં હાલ કેટલીક ખામીઓ પણ છે, જેમ કે આ ટેક્નોલોજીના ઉપયોગમાં ગોપનીયતા એક મોટો પડકાર છે.વધુમાં કેમેરાની ગુણવત્તા પણ આ ટેક્નોલોજીની ચોકસાઈને અસર કરી શકે છે.

આ પણ વાંચો: 6G TECHNOLOGY માટે પણ હવે ભારત છે તૈયાર! PM MODI એ 6G વિશે આપી આ મોટી અપડેટ

Whatsapp share
facebook twitter