+

શાળા-કોલેજોમાં આજથી દિવાળી વેકેશન,આ તારીખે શરૂ થશે બીજું સત્ર

આજથી દિવાળીના તહેવારનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આજથી શાળાઓમાં પણ રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. આજથી અમદાવાદ સહિત રાજ્યભરની શાળાઓમાં દિવાળી વેકેશનનો પ્રારંભ થઈ રહ્યો છે. દિવાળીનું વેકેશન…

આજથી દિવાળીના તહેવારનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આજથી શાળાઓમાં પણ રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. આજથી અમદાવાદ સહિત રાજ્યભરની શાળાઓમાં દિવાળી વેકેશનનો પ્રારંભ થઈ રહ્યો છે. દિવાળીનું વેકેશન 9 નવેમ્બરથી 21 દિવસનું શરૂથઈ રહ્યું છે. ત્રણ સપ્તાહ માટેના દિવાળી વેકેશનના કારણે શાળા- કોલેજોના કેમ્પસ વિદ્યાર્થીઓની ગેરહાજરીના લીધે સૂમસામ જોવા મળશે.

વિદ્યાર્થીઓથી ધમધમતા શાળા-કોલેજો સહિતના રાજ્યભરના સરકારી શિક્ષણ સંસ્થાનોમાં દિવાળીની રજાઓ જાહેર કરવામાં આવી છે. જેને પગલે શિક્ષકોને પણ કામના ભારણ માંથી થોડા સમય માટે મુક્તિ મળશે. જેને પગલે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બન્ને પોતાના પરિવાર સાથે રજાઓના પ્લાનિંગમાં લાગી ગયા છે.

દિવાળીના વેકેશનના કારણે રાજ્યભરની સ્કૂલોના શિક્ષકો, આચાર્યો, વહીવટી કર્મચારીઓ હળવા મૂડમાં જણાઈ રહ્યા છે. શહેરમાં રહેતા ઘણાં બધા શિક્ષકો-વાલીઓએ પોતાના વતન તરફ જવા માટે રવાના થયા છે, જ્યારે ઘણાં બધા લોકો ગુજરાત બહાર અને વિદેશ તરફ જવા માટે 2.99 લાખ પ્રયાણ કર્યું છે. ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં શૈક્ષણિક સંસ્થાઓ શરૂ થશે.

 

 

બીજા સત્રનો પ્રારંભ 30મી નવેમ્બરથી થશે

બીજા સત્રનો પ્રારંભ 30મી નવેન્બરથી થશે. બીજા સત્રમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી 26મી માર્ચ દરમિયાન લેવામાં આવશે. આ સિવાય ધોરણ-12 પછી લેવાથી ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલે લેવામાં આવશે. ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારનો રહેશે જ્યારે ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરનો રહેશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષા 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ ઉપરાંત શાળાકીય પરીક્ષા 8 એપ્રિલ 2024થી યોજવામાં આવશે અને ઉનાળુ વેકેશન 6 મે 2024થી 35 દિવસનું રહેશે.

 

આ  પણ  વાંચો –DAHOD : દિવાળી ટાણે જ માતા – પિતા અને પુત્રનુ જીવલેણ માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું

 

Whatsapp share
facebook twitter