Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શું સંજુ સેમસનના કારણે ટીમ ઈન્ડિયાને મળી જીત? ટીકા અને વખાણ એક સાથે, જાણો કારણ

03:27 AM Apr 24, 2023 | Vipul Pandya

વેસ્ટ ઈન્ડિઝ અને ભારત (WI vs IND) વચ્ચેની ત્રણ મેચની વન-ડે (ODI) શ્રેણીની પ્રથમ મેચ ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં કેપ્ટન નિકોલસ પૂરને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે શિખર ધવન, શુભમન ગિલ અને શ્રેયસ અય્યરની અડધી સદીની મદદથી 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 308 રન બનાવ્યા અને વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 309 રનનો લક્ષ્યાંક આપ્યો.
આ મેચમાં સંજુ સેમસન બેટથી કોઇ ખાસ કમાલ કરી શક્યો નહતો. લગભગ એક વર્ષ બાદ ભારતીય ODI ટીમમાં પાછા બોલાવવામાં આવેલા, સંજુ સેમસને ફરી એકવાર ફેનને નિરાશ કર્યા છે. તે બેટથી વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ODIમાં માત્ર 12 રન જ બનાવી શક્યો હતો. ત્યારબાદ સેમસન ખૂબ જ ટ્રોલ થવા લાગ્યો હતો. જોકે, મેચ પૂર્ણ થઇ ત્યારે સૌ કોઇ સંજુ સેમસનના વખાણ કરવા લાગ્યા હતા. હવે તમે વિચારતા હશો કે એવું કેવી રીતે થયું? શું સેમસને કોઇ જાદુ કર્યો? 
જણાવી દઇએ કે, સંજુ સેમસનને વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવ્યો. વળી, જ્યારે તેને પાંચમા નંબર પર બેટિંગ કરવાની તક મળી, ત્યારે તે (Sanju Samson) ટીમ અને ચાહકોની અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નહીં. ચાહકો તેની પાસેથી મોટી ઇનિંગ્સની આશા રાખતા હતા. પરંતુ આ આશા પુરી થઈ શકી નહીં. મેચની 43મી ઓવરમાં રોમારિયો શેફર્ડે સંજુ સેમસનને પોતાનો શિકાર બનાવ્યો. સેમસન 18 બોલમાં માત્ર 12 રન બનાવીને આઉટ થયો હતો. શેફર્ડે તેને LBW આઉટ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ જ કારણ હતું કે, સંજુ સેમસનને ક્રિકેટ ફેન્સ સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી રહ્યા હતા.
વિસ્તારથી જણાવીએ તો, વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં ભારતનો 3 રને વિજય થયો હતો. ભારતની જીતમાં મોહમ્મદ સિરાજની છેલ્લી ઓવર ખૂબ જ શાનદાર રહી, જેણે મેચને પૂરી રીતે ટીમ ઈન્ડિયા તરફ ફેરવી નાખી. છેલ્લી ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 15 રનની જરૂર હતી. અંતિમ ઓવર મોહમ્મદ સિરાજ કરવાનો છે. જોકે, સિરાજે પોતાની ઓવરના 4 બોલ યોગ્ય લેન્થ પર ફેંક્યા, પરંતુ પાંચમો બોલ એવો હતો કે મેચને પૂરી રીતે ફેરવી શકે તેમ હતો. એવું બન્યું કે, સિરાજે બેટ્સમેનના પગ પર બોલ મારવાનો પ્રયાસ કર્યો, જેમાં તેણે તેની દિશા ગુમાવી દીધી અને બોલને લેગ સાઇડમાં ખૂબ દૂર ફેંકી દીધો. 

જોકે, અહીં સારું થયું કે વિકેટકીપર સંજુ સેમસને ફૂલ સ્ટ્રેચમાં ડાઇવ કરીને બોલને કેચ કરીને ભારત માટે 4 રન બચાવ્યા. જોકે, આ બોલ વાઇડ હતો, પરંતુ આ બોલ જો સંજુ સેમસને રોક્યો ન હતો તો ટીમ ઈન્ડિયાની જીત હારમાં પરિવર્તિત થઇ ગઇ હોત અને કદાચ વેસ્ટ ઈન્ડિઝને વાઈડ સાથે 4 રન મળ્યા હોત એટલે કે ખાતામાં 5 રન જોડાઈ ગયા હોત. પરંતુ સેમસને શાનદાર ડાઈવ લગાવીને ભારત માટે મેચ બચાવી લીધી હતી. આ જ કારણ છે કે, સંજુ સેમસનના મેચ પૂર્ણ થઇ ત્યારે વખાણ થઇ રહ્યા હતા. જે લોકો તેની બેટિંગથી નાખૂશ હતા તેઓ સેમસનની આ એક બોલ સેવ કરવાના પ્રયત્નને જોઇ ખૂશ થયા હતા.