+

Dilip Sanghani: IFFCOના ડિરેકટરના પદ પર જયેશ રાદડિયાની જીતને લઈ દિલીપ સંઘાણીનું નિવેદન

Dilip Sanghani: આજે IFFCO ના ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં જયેશ રાદડિયાનો ભવ્ય વિજય થયો છે. જેથી જયેશ રાદડિયાની IFFCO ના નવા ડિરેક્ટર તરીકે સત્તાવાર વરણી કરવામાં આવી…

Dilip Sanghani: આજે IFFCO ના ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં જયેશ રાદડિયાનો ભવ્ય વિજય થયો છે. જેથી જયેશ રાદડિયાની IFFCO ના નવા ડિરેક્ટર તરીકે સત્તાવાર વરણી કરવામાં આવી છે. જયેશ રાદડિયાની જીત બાદ દિલીપ સંઘાણીનું મહત્વનું નિવેદન બહાર આવ્યું છે. તમને જણાવી દઈએ કે, IFFCOના ડિરેકટરના પદ પર સૌરાષ્ટ્રના જયેશ રાદડિયાની જીતને લઈ દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે. નોંધનીય છે કે, IFFCOના ડિરેક્ટર પદ માટે જયેશ રાદડિયા અને બિપિન પટેલ વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં જયેશ રાદડિયાનો વિજય થયો છે.

સહકારી ક્ષેત્ર મજબૂત થાય તેના માટે અમે કામ કરીએ છીએ: દિલીપ સંઘાણી

દિલીપ સંઘાણીએ નિવેદન આપતા કહ્યું કે, અમે તો સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સહાકારી ક્ષેત્રને મજબૂત કરવા માટે માનનીય નરેન્દ્ર મોદીએ જે મંત્રાલય બનાવ્યું છે અને અમિત શાહે જેની જવાબદારી લીધી છે. સહકારી ક્ષેત્ર મજબૂત થાય તેના માટે અમે કામ કરીએ છીએ.ઇલુ ઇલુ કોને કહેવું એ તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નક્કી કરે છે. સવારે કોંગ્રેસમાં હોય, બપોરે ભાજપમાં આવે અને બપોર પછી તેને પદ અપાય છે. એને ઇલુ ઇલુ કહેવાય કે, જે ભાજપના ધારાસભ્ય જીત અપાવવા માટે મદદ કરે તેને ઇલુ ઇલુ કહેવાય?

સહકારી ક્ષેત્રને લઈને દિલીપ સંઘાણીનું મહત્વનુ નિવેદન

વધુમાં દિલીપ સંઘાણી (Dilip Sanghani)એ કહ્યું કે, ‘કોઈ પ્રકારનું ઇલુ ઇલુ સહકારી ક્ષેત્રમાં નથી ચાલતું. સીઆર પાલીટે શા માટે તેવું કહ્યું તે તો તમારે તેમને જ પૂછવું જોઈએ. ભાજપના કેટલાય જૂના કાર્યકર્તાઓ છે, છતાં પર કોંગ્રેસના કાર્યકર્તાઓને બેસાડ્યા છે. તો તમે પછી કોને ઇલુ ઇલુ કહેવાય? તે કાર્યકર્તાઓ નક્કી કરશે.’ નોંધનીય છે કે, અત્યાકે IFFCO ના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ છે. આ દરમિયાન સીઆર પાટીલનું નિવેદન સામે આવ્યું હતું. ત્યારે દિલીપ સંઘાણીએ આ મામલે પોતાનું મહત્વનું નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો: IFFCO જીત્યા બાદ રાદડિયાનો હુંકાર! આ ખેતર મારા બાપનું લણવાનો અધિકાર પણ મારો જ છે

આ પણ વાંચો: IFFCO Election: IFFCO ના નવા ડિરેક્ટર તરીકે જયેશ રાદડિયાની વરણી

આ પણ વાંચો: Mansana: માણસાના દેલવાડા ગામે નિર્મમ હત્યા, ચોરીની શંકામાં યુવકને નિવસ્ત્ર કરીને ઢોર માર માર્યો

Whatsapp share
facebook twitter