+

હીરાની ચમક વધી, વેપારીઓ રફ ડાયમંડનો કરવા લાગ્યા સ્ટોક!

હીરાની ચમક વધીવેપારીઓએ  રફ ડાયમંડના જથ્થાનો સ્ટોક કરતા તેની કિંમતમાં પણ સતત વધારો થયો છે, આવી સ્થિતિમાં વેપારીઓ જેટલી જરૂરિયાત હોય તેટલા રફ ડાયમંડનો સ્ટોક કરે તેવી અપીલ કરી છે.ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં તેજી કોરોનાની મહામારી બાદ ઇન્ટરનેશનલ માર્કેટમાં હીરાની ચમકમાં વધારો જોવા મળી રહ્યો છે સાથોસાથ માગ પણ વધી છે. જે રીતે ઇન્ટરનેશનલ માર્કેટમાં હીરાની ડિમાન્ડ વધી છે એ જ રીતે ડાયમંડ ઇન

હીરાની ચમક વધી
વેપારીઓએ  રફ ડાયમંડના જથ્થાનો સ્ટોક કરતા તેની કિંમતમાં પણ સતત વધારો થયો છે, આવી સ્થિતિમાં વેપારીઓ જેટલી જરૂરિયાત હોય તેટલા રફ ડાયમંડનો સ્ટોક કરે તેવી અપીલ કરી છે.

ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં તેજી 
કોરોનાની મહામારી બાદ ઇન્ટરનેશનલ માર્કેટમાં હીરાની ચમકમાં વધારો જોવા મળી રહ્યો છે સાથોસાથ માગ પણ વધી છે. જે રીતે ઇન્ટરનેશનલ માર્કેટમાં હીરાની ડિમાન્ડ વધી છે એ જ રીતે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ તેજીનું મોજું ફરી વળ્યું છે. હાલમાં છેલ્લા છ મહિનાથી રો મટીરીયલ અને રફ ડાયમંડના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં ડાયમંડની સારી માંગ હોવાને કારણે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં પોલીસ કટની માંગ પણ વધી છે. જેને પગલે કેટલાક વેપારીઓ રફ ડાયમંડના જથ્થાનો સ્ટોક કરીને બેઠા છે. રફ ડાયમંડના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.

જરૂરિયાત પ્રમાણે રફ  ડાયમંડનો સ્ટોક કરવું હિતાવહ
ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વેપારીઓનું કહેવું છે કે જે રીતે રફ ડાયમંડના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તેનું મુખ્ય કારણ એજ છે કે  કેટલાક માઇનરો જરૂરિયાત કરતાં પણ વધુ રફ ડાયમંડનો સ્ટોક કરીને બેઠાં છે. વેપારીઓનું માનવું છે કે રફ ડાયમંડનો સ્ટોક કરવો હિતાવહ નથી, કોરોનાના કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ડાયમંડની માંગ વધી છે, સાથે જ ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરીની માંગ વધી છે જેને પગલે રફ ડાયમંડના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વેપારીઓ જેટલી જરૂરિયાત હોય તેટલા રફ ડાયમંડનો સ્ટોક કરે તેવી અપીલ કરાઇ છે.

અન્ય વેપારીના મત પ્રમાણે -‘જે રીતે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં રફ ડાયમંડના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, તેનું મુખ્ય કારણ ઇન્ટરનેશનલ માર્કેટમાં જેમ્સ એન્ડ જવેલરીની વધતી ડિમાન્ડ છે, જેના કારણે ડાયમંડ કટ એન્ડ પોલીસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે’. ત્યારે કેટલાક ખાણવેપારીઓ રફનો સ્ટોક કરતાં રફના ભાવમાં ઉછાળો લાવી રહ્યાં છે, જે ડાયમંડ ઇન્ડ્રસ્ટ્રીઝ માટે હિતાવહ નથી.

તેજી આવતા વેપારીઓને રાહત
કોરોનાની મહામારીમાં સૌથી વધુ ફટકો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને પડ્યો હતો. મહત્વની બાબત એ છે કે કોરોનાની  પહેલી લહેર અને બીજી લહેર બાદ  ધીમી ગતિએ ડાયમંડ ઇન્ડસ્ટ્રીએ તેજી જોવાં મળી હતી.  દિવાળી બાદ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં તેજીનું મોજુ ફરી વળ્યું છે ત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રો-મીટીરીયલ એટલે કે રફ ડાયમંડ આફ્રિકાના અલગ-અલગ દેશોમાંથી થતું હોય છે ઓસ્ટ્રેલિયા કેનેડા રશિયા સહિતના અલગ-અલગ દેશોમાંથી રફ ડાયમંડની આયાત કરવામાં આવે છે.
 
Whatsapp share
facebook twitter