+

શ્વાનના આતંકથી ડાયમંડસિટી થરથર કાંપી, બે વર્ષની માસુમે તોડ્યો દમ

ખજોદ ખાતે બાળકીને શ્વાન કરડવાનો મામલોબાળકીનું સારવાર દરમિયાન મોત4 શ્વાનોએ મળી બાળકીને ફાળી ખાદી હતીબાળકીનું મોડી રાત્રે મોત40 ઇજાઓ પહોંચી હતી બાળકીનેબાળકીને માથા, છાતી અને પ્રાઇવેટ ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતીત્યાર બાદ બાળકીનું હોસ્પિટલમાં બે દિવસ સુધી સારવાર ચાલ્યું હતુંસુરતના ખજોદ ખાતે શ્વાનના શિકાર બાદ બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજતાં સિવિલ તંત્ર એ પણ દુઃખ વ્યક્ત કર્à
  • ખજોદ ખાતે બાળકીને શ્વાન કરડવાનો મામલો
  • બાળકીનું સારવાર દરમિયાન મોત
  • 4 શ્વાનોએ મળી બાળકીને ફાળી ખાદી હતી
  • બાળકીનું મોડી રાત્રે મોત
  • 40 ઇજાઓ પહોંચી હતી બાળકીને
  • બાળકીને માથા, છાતી અને પ્રાઇવેટ ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી
  • ત્યાર બાદ બાળકીનું હોસ્પિટલમાં બે દિવસ સુધી સારવાર ચાલ્યું હતું
સુરતના ખજોદ ખાતે શ્વાનના શિકાર બાદ બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજતાં સિવિલ તંત્ર એ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. માસુમ છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતી. અંતે સારવાર દરમિયાન તેણે હિમ્મત હારી દીધી છે. બાળકી ના મોત બાદ પરિવારમાં શોક નો માહોલ છવાયો છે.
સુરત શહેરમાં શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે. શ્વાન કરડવાના કિસ્સાઓમાં બાળકો ભોગ બની જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે સુરત શહેરના ખજોદ વિસ્તારમાં જગલ એરિયા સાઈટ ઉપર ગત 19મી ફેબ્રુઆરીના રોજ બે વર્ષની માસૂમ બાળકી પર ત્રણ થી ચાર જેટલા શ્વાનોએ હુમલો કરી તેને શિકાર કર્યો હતો.શ્વાનોએ માસૂમ બાળકીને 30 થી 40 જેટલા બચકાં ભર્યા હતાં. જે બાદ બાળકી લોહી લુહાણ થઈ હતી.ઘાયલ થયેલી બાળકી ને તાત્કાલિક સુરત ના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી,બાળકી ની ગંભીર હાલત જોઈ તબીબો પણ તમામ વસ્તુ સાઈટ પર મૂકી બાળકી ની સારવાર પાછળ પોતાની જાન લગાવી દીધી હતી.
આ અંગે બાળકી ના પિતા એ જણાવ્યું હતું તેઓ મજૂરી કામ કરે છે.હુમલા ના દિવસે તેઓ કામ પર ગયા હતા અને પરત આવતા ખબર પડી હતી કે બાળકી ને શ્વાન એ બચકાં ભર્યા જેથી તેની તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા અને અહી ત્રણ દિવસ ની સારવાર બાદ બાળકી નું મોત થયું હોવાનું તબીબો એ જણાવ્યું હતું.નાની માસૂમ ના મોત થી માતા પણ પડી ભાંગી હતી.
બાળકી જ્યારે સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચી ત્યારે તેની હાલત જોઈ તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા..આ અંગે સિવિલ હોસ્પિટલ ના આર એમ ઓ કેતન નાયક એ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણેક દિવસથી બાળકીની સારવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ દરમિયાન ગત રાત્રે બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે.જેનું હમને પણ સખત દુઃખ છે. ત્યારે રોજ ના સિવિલ માં 50 જેટલા કેસ આવે છે.પરંતુ આ બાળકી નો કેસ સોથી ગંભીર અને ખરાબ કેસ હતો.
સુરત શહેરમાં રખડતાં શ્વાન દ્વારા શહેરીજનો પર ખાસ કરી ને નાની બાળકીઓ પર હુમલા ક૨વામાં આવતાં તંત્ર માટે ચિંતાનો વિષય બની રહ્યો હોવાનું સુરત શહેર મેયર હેમાલી બોગાવાલા એ જણાવ્યું હતું 
રવિવારે ખજોદ ખાતે ત્રણ કુતરાઓએ માસુમ બાળકીને લોહીલુહાણ કરી નાખી હતી. સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર દરમ્યાન આજે માસુમ બાળકીનું મોત નિપજ્યું છે.આ ઘટના ને પગલે બાળકીના પરિવારજનોના માથે આભ તુટી પડ્યું છે. માત્ર બે વર્ષની માસુમ બાળકીના જાંઘ, પેટ અને પીઠ સહિત શરીર પર કુતરાઓએ ૪૦ જેટલા બચકાં ભરતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. બીજી તરફ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા પણ માસુમ બાળકીને બચાવવા માટે હરસંભવ પ્રયાસો કરવામાં આવ્યા હતા.
સુરત શહેર મેયર હેમાલી બોગાવાલા એ કહ્યું હતું કે રખડતાં અને આતંકી બનેલા શ્વાનોને કાબુમાં લેવા પાલિકા દ્વારા આકરા પગલાં લેવા માટે દબાણ લાવવામાં આવી રહ્યું છે છે.સતત બે દિવસ થી પાલિકા માં શ્વાન અંગે ની બેઠક પણ કરવામાં આવી રહી છે, સુરત પાલિકા ની ટીમ આવો કોઈ બનાવ ના બને એ માટે ની કામગીરી માં જોડાઈ ગઈ છે
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોતને ભેટેલ માસુમ બાળકીના મોતનું કારણ જાણવા માટે આજે બપોરે તેનું પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યું હતું. જો કે, શ્વાન દ્વારા માસુમ બાળકીને ૪૦ જેટલા બચકાં ભરવામાં આવતાં પીએમ કરનાર ડોક્ટરોએ રેબિઝના સંક્રમણની ભીતિને ધ્યાને રાખીને પીપીઈ કીટ પહેરીને પોસ્ટમાર્ટમ કર્યું હતું. પીએમ કરનાર ડોક્ટરોએ આ દરમ્યાન જણાવ્યું હતું કે, પ્રાથમિક તબક્કે બાળકીના મોતનું કારણ વધુ પડતી ઈન્જરી સહિત સેપ્ટીક ઈન્ફેકશન અને ફેફસામાં હેમરેજ હોવાનું માની શકાય છે.
બાળકીને બચાવવા માટે ચાર વિભાગના તબીબો દ્વારા હર સંભવ પ્રયાસ કરાયો હતો.રવિવારે ખજોદમાં શ્વાન ના હુમલાનો ભોગ બન્યા બાદ બાળકીના માતા – પિતા રિક્ષામાં તાત્કાલિક બાળકીને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં પીઆઈસીયુ વોર્ડમાં માસુમ બાળકીને દાખલ કર્યા બાદ સિવિલ હોસ્પિટલના સર્જરી, પ્લાસ્ટિક સર્જરી વિભાગ, ગાયનેક વિભાગ અને પીડિયાટ્રિક વિભાગના તબીબોની ટીમ દ્વારા સઘન સારવાર હાથ ધરવામાં આવી હતી. જે પૈકી કુતરાઓના હુમલાને કારણે બાળકીના માથાના ભાગે ગંભીર ઈજાઓને પગલે દોઢ કલાક સુધી સર્જરી પણ કરવામાં આવી હતી. અલબત્ત, સિવિલ હોસ્પિટલના ચાર ચાર વિભાગના તબીબો દ્વારા સઘન સારવાર છતાં પણ બાળકીનું કરૂણ મોત નિપજ્યું હતું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter