Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગંગુબાઇ કાઠિયવાડીનું સોગ ‘ઢોલીડા’એ મચાવી ધૂમ

02:59 AM Apr 23, 2023 | Vipul Pandya

સંજય લીલા ભણસાલીની અપકમિંગ ફિલ્મ’ગંગુબાઇ કાઠિયાડી’ તેમની દરેક ફિલ્મોની જેમ ધાંસુ મ્યુઝિક અને સુપર ડાન્સિંગથી ભરપૂર છે. ‘ગંગુબાઇ કાઠિયાડી’માં પણ તમને આલિયાનું ‘ઢોલીડા’ ડાન્સ નંબર આજ ફિલ કરાવશે.
તાજેતરમાં જ  ‘ઢોલીડા’ ગીત રિલિઝ થયું છે, એક અદભૂત ટ્રાફિક-સ્ટોપિંગ ગીત અને ડાન્સ સિક્વન્સ છે.  જેમાં આલિયા ભટ્ટે કરેલાં ગરબાં ડાન્સને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.’ ઢોલીડા’ ગીતમાં આલિયા ભટ્ટ ઉર્ફે ગંગુબાઈ દિલથી ડાન્સ કરતી જોવા મળે છે. આલિયા ભટ્ટ, સફેદ સાડી અને દાગીનામાં સજ્જ, અને બિન્દાલ હૂક સ્ટેપેસમાં થીરકતી જોવા મળી રહ્યી છે, વિડિયોના બીજા ભાગમાં તેનો એનર્ઝેટિક ડાન્સ ચોક્કસ તમારા મનમાં વસી જાય તેવો છે.  વિડિયોના અંતે લાંબી સ્પિન આ ગીતની વિશેષતા છે. આ ગીતનું એક દ્રશ્ય આનંદ સંજય લીલા ભણસાલી દ્વારા ફિલ્માવવામાં આવ્યું છે,  આ સોંગ જાહ્નવી શ્રીમાંકર અને શૈલ હાડાએ ગાયું છે. આ સોંગની કોરિયોગ્રાફી કરી છે. 
સોશિયલ મીડિયા પર ધૂમ
આ ગીત શેર કરતાં આલિયા ભટ્ટે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું: “સંજય લીલા ભણસાલીના મ્યુઝિક પર નૃત્ય કરવાનું મારું સપનું સાકાર થયું. મારું હૃદય હંમેશ માટે ‘ઢોલિડા’ પર ધડકે છે.”
ગીત રિલીઝ થતાંની સાથે જ ચાહકોએ આલિયા ભટ્ટના પર્ફોમન્સના ભરપૂર વખાણ કર્યા છે. ઇશાન ખટ્ટરે પણ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘ઢોલિડા’ ગીત પર રિએક્શન આપ્યું-  ઇન્સ્ટા સ્ટોરીમાં ગીતની ક્લિપ શેર કરતાં, ઈશાને ઘણા ‘બોમ્બ’ ઈમોઝિસ  સાથે આલિયા ભટ્ટને ટેગ કરી હતી. 
ફિલ્મ 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ  થશે 
આ ફિલ્મ કમાઠીપુરાની પ્રખ્યાત ગણિકા ગંગૂબાઇના વાસ્તવિક જીવનની કહાની છે.’ગંગુબાઈ કાઠિયાવાડી ‘જાણીતા લેખક હુસૈન ઝૈદીના પુસ્તક, મુંબઈની માફિયા ક્વીન્સના પર આધારિત છે. આ ફિલ્મ 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. 72માં બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર પણ થશે, આ ફિલ્મ 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 
આલિયાનો સંજય લીલા ભણસાલી સાથેનો પહેલો પ્રોજેક્ટ 
‘ગંગુબાઈ કાઠિયાવાડી’ આલિયાનો સંજય લીલા ભણસાલી સાથેનો પહેલો પ્રોજેક્ટ છે.  ફિલ્મમાં વિજય રાઝ, જિમ સરભ અને અન્ય કલાકારો પણ છે, સાથે જ ફિલ્મમાં અજયદેવગન પણ જોવાં મળશે.અજયે આ પહેલા સંજય લીલા ભણસાલી સાથે 1999માં આવેલી ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં કામ કર્યું હતું. ગંગુબાઈ કાઠિયાવાડી સિવાય, આલિયા ભટ્ટ અને અજય દેવગણ એસ.એસ. રાજામૌલીની ‘આર.આર.આર.’માં સાથે જોવા મળશે, જેમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે.