+

હડપ્પન સંસ્કૃતિનું મહાનગર એટલે ધોળાવીરા

તાજેતરમાં કચ્છ (Kutchh)માં જી 20 સમીપ યોજાવાની છે ત્યારે ધોળાવીરા (Dholavira)ના પ્રાચીન મહાનગરની વિદેશી મહેમાનો મુલાકાત લેવાના છે,જેનાથી આવનારા દિવસોમાં પ્રવાસન ક્ષેત્રમાં એક નવી ઉંચાઈ મળશે તે એક હકીકત છે.સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગરધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે, જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લ
તાજેતરમાં કચ્છ (Kutchh)માં જી 20 સમીપ યોજાવાની છે ત્યારે ધોળાવીરા (Dholavira)ના પ્રાચીન મહાનગરની વિદેશી મહેમાનો મુલાકાત લેવાના છે,જેનાથી આવનારા દિવસોમાં પ્રવાસન ક્ષેત્રમાં એક નવી ઉંચાઈ મળશે તે એક હકીકત છે.
સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર
ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે, જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી જોવા જેવું છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે. મૂળ તો આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાને કારણે તેનું નામ ધોળાવીરા પડી ગયું છે.

ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પથ્થરોથી બાંધકામ
 ૧૯૬૭-૬૮ના અરસામાં ભારતીય પુરાતત્ત્વવિદ્ જગતપતિ જોષીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી હતી.મોહેં-જો-દડો અને હડ્ડપામાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલું છે.  આ ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પથ્થરોથી બાંધકામ થયું છે અને પથ્થરો બાજુમાં ખાણોમાંથી કાઢેલા છે. ધોળાવીરામાં નગરની ચારેબાજુ દીવાલ આવેલી છે.૪૭ હેક્ટર (૧૨૦ એકર) ચતુર્થાંશ શહેર બે મોસમી સ્ટ્રીમ્સ, ઉત્તરમાં માનસાર અને દક્ષિણમાં મનહાર વચ્ચે આવેલું છે. 

કિલ્લામાં ચાર દરવાજા હતાં,
આ સાઇટ સી ૨૬૫૦ બી.સી. સુધી ઉપયોગ કરવામા આવ્યો હતો, જે આશરે ૨૧૦૦ બી.સી. પછી ધીમે ધીમે ઉ૫યોગ ઘટતા, ટૂંકમાં તે સ્થળ છોડી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ.૧૫૦૫૦ બી.સી. સુધી ફરીથી ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. ધોળાવીરા નગર મુખ્ય ત્રણ ભાગમાં વહેચવામા આવ્યું છે (૧) રાજાનો/શાસક અધિકારીનો રાજમહેલ કે જે ઊંચાઇવાળી જગ્યા પર છે. તેની ચારેબાજુથી મજબૂત કિલ્લાબંદી કરવામાં આવી હતી. આ કિલ્લામાં ચાર દરવાજા હતાં, (૨) અન્ય અધિકારીઓનાં આવાસ કે જેના ફરતે પણ રક્ષણાત્મક દિવાલ હતી અને બેથી પાંચ ઓરડાવાળા મકાન હતાં., (૩) સામાન્ય નગરજનોનાં આવાસ હાથે ઘડેલી ઈંટોના બનાવેલા હતા. આ નગરમાં મોતી બનાવાનું મોટુ કારખાનુ મળી આવ્યું છે. અહીંથી પ્રાપ્ત થયેલા અવશેષોમાં તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવી હતી.

પાંચ હજાર વર્ષ જૂના એ શહેરની કહાણી જે કોઈ સ્માર્ટ સિટીથી ઓછું નહોતું.
આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવા યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સેન્ટરને નોમિનેશન માટે ડોઝિયર સૌપ્રથમ 2018માં મોકલ્યું હતું અને સાથે જ ગુજરાત સરકારે સાઇટનો વિકાસ કરવા સમિતિઓ બનાવી હતી.ગુજરાત સરકાર ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ થવાને ગર્વની વાત ગણાવતી રહી છે. પાંચ હજાર વર્ષ જૂના એ શહેરની કહાણી જે કોઈ સ્માર્ટ સિટીથી ઓછું નહોતું.

સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવી છે
ભુજથી લગભગ 200 કિલોમીટર ઉત્તરમાં ખડીરબેટ આવેલો છે. આ જ બેટ પર ધોળાવીરા ગામ વસ્યું છે. કચ્છના કોઈ પણ સામાન્ય ગામ જેવું જ ભાસતું આ ગામ એક અસામાન્ય ઇતિહાસ ધરબીને બેઠું છે. હાલના ભારતના પશ્ચિમમાં અને પાકિસ્તાનના પૂર્વમાં સિંધુ નદીના કિનારે વિકસેલી હોવાને કારણે તેને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવી છે. પાકિસ્તાનમાં આવેલું હડપ્પા આ સંસ્કૃતિનું મહત્ત્વનું કેન્દ્ર હતું અને એટલે આ પ્રાચીન સંસ્કૃતિ ‘હડપ્પન સંસ્કૃતિ’ તરીકે પણ જાણીતી છે. સિંધુ ખીણની આ સંસ્કૃતિનાં મૂળ ઉત્તરમાં છેક અફઘાનિસ્તાન સુધી અને દક્ષિણમાં છેક ગુજરાત સુધી વિસ્તર્યાં હતાં. હડપ્પા, ગનેરીવાલા, મોહેંજો-દડો, ધોળાવીરા, કાલી બંગળ, રાખીગઢી, રુપર અને લોથલ એ આ સંસ્કૃતિનાં મહત્ત્વનાં શહેરો હતાં.

સિંધુ ખીણની સંસ્કૃતિની પુરાતત્ત્વીય સાઇટ્સ
ડો.સુભાષ ભન્ડારી,એસોસીએટ પ્રોફેસર જિયોલોજીના જણાવ્યા પ્રમાણે કચ્છમાં આવેલું ધોળાવીરા અને અમદાવાદ નજીક આવેલું લોથલ ગુજરાતમાં આવેલી સિંધુ ખીણની સંસ્કૃતિની પુરાતત્ત્વીય સાઇટ્સ છે.આ સંસ્કૃતિને ભારતીય સંસ્કૃતિનો પાયો ગણે છે. ભારતનું આજનું જીવન એ જ સંસ્કૃતિના પાયા પર રચાયેલું છે.તેમ તેઓએ જણાવ્યું હતું.સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો ઈ.સ. પૂર્વે 1500થી ઈ.સ. પૂર્વે 3 હજાર વર્ષ સુધીનો ગણે છે. જોકે, કેટલાક સંશોધકો સિંધુ ખીણની સંસ્કૃતિને એથી પણ વધુ પ્રાચીન ગણાવે છે.”રાખીગઢી અને અન્ય સાઇટ્સ પર હાલમાં જ થયેલા ઉત્ખનન દરમિયાન એવા સંકેતો મળ્યા હતા કે સિંધુ ખીણની સંસ્કૃતિ ઓછામાં ઓછી સાડા પાંચ હજાર વર્ષ જૂની છે.”

પતન કઈ રીતે થયું એ અંગે પણ મતમતાંતર
સિંધુ ખીણની સંસ્કૃતિનું પતન કઈ રીતે થયું એ અંગે પણ મતમતાંતર પ્રવર્તે છે. ક્લાઇમેટ ચેન્જ (જળવાયું પરિવર્તન)ને કારણે આ સંસ્કૃતિનું પતન થયું હતું.”એ વખતે માત્ર દક્ષિણ એશિયામાં જ નહીં પણ જગતભરમાં જળવાયું પરિવર્તન અનુભવાયું હતું. મિસર અને મેસેપોટેમિયાની સંસ્કૃતિનાં વળતાં પાણી પણ આ જ કારણે થયાં હતાં.સિંધુ ખીણની સંસ્કૃતિની પૃષ્ઠભૂમિ પર બનેલી ‘મોહેંજો-દડો’ ફિલ્મમાં આ સંસ્કૃતિના વિનાશનું કારણ જળને ગણાવાયું છે.
પતન પાણીને કારણે થયું હોવાના સંકેત
‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશનોગ્રાફી’ આ સંસ્કૃતિનું પતન પાણીને કારણે થયું હોવાના સંકેત આપે છે. ઇન્સ્ટિટ્યૂટના સંશોધનમાં એવા સંકેતો મળ્યા છે કે કચ્છના દરિયાકાંઠે આવેલી ભયાનક સુનામીએ ધોળાવીરાનો ભોગ લઈ લીધો હશે.
ધોળાવીરાની એ વિશ્વ વિરાસત જોઈને એક નવા અધ્યાય તરફ લઈ જાય તે ચોક્કસ છે,તેમજ પ્રવાસન ક્ષેત્રમાં પણ વધારો થશે તે પણ નિશ્ચિત છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter