કોંગ્રેસે પણ પોતાના નેતા પર સવાલો ઉઠાવ્યા
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના દિવસો ખરાબ ચાલી રહ્યાં છે. તેમના ઘરો અને વિવિધ સ્થળોમાંથી અપાર સંપત્તિનો ખજાનો મળી આવ્યો છે. કારણ કે આ સંપત્તિની ગણતરી છેલ્લા 4 દિવસથી સતત કાર્યરત છે. આશરે 136 બેગમાં ભરેલી રોકડની ગણતરી કરવાની છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ પોતાના નેતા પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સાંસદ ધીરજ સાહુના વ્યવસાય સાથે કોઈ લેવાદેવા નથી.તેમણે કહ્યું કે આઈટી અધિકારીઓ દ્વારા તેમના સ્થાનો પરથી આટલી મોટી રકમની રોકડ રિકવર કરવામાં આવી રહી છે. આ રોકડ વિશે માત્ર તે જ કહી શકે છે અને તેમણે આ સ્પષ્ટ પણ કરવું જોઈએ.
મશીનો તૂટી રહ્યા છે, પરંતુ પૈસાની ગણતરી પૂર્ણ થતી નથી
સાંસદ ધીરજ સાહુના નિવાસસ્થનો પરથી મળી આવેલી રોકડ બાદ રાજકારણ શરૂ થઈ ગયું છે.ઝારખંડ ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે જપ્ત કરાયેલી રકમ કોંગ્રેસના નેતાઓની છે. તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે તે આ ભાજપના નેતાઓનું કાવતરું છે.ભાજપના સાંસદ સંજય સેઠે કહ્યું કે અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. હજુ પણ પૈસાની ગણતરી ચાલી રહી છે, મશીનો તૂટી રહ્યા છે પરંતુ પૈસા સમાપ્ત થતા નથી. વધુમાં તેમણે કહ્યું કે હું રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પૂછવા માંગુ છું કે આ પૈસા ક્યાંથી આવ્યા? આ અંગે યોગ્ય તપાસ થવી જોઈએ.
તે ઉપરાંત કોઈપણ એજન્સી દ્વારા એક જ ઓપરેશનમાં જપ્ત કરવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી રકમ સાબિત થઈ છે. તેની સાથે જ્વેલરીની 3 સૂટકેસ પણ મળી આવી હતી.
ભારતીય SBI ના ઈતિહાસમાં સૌથી મોટી રકમ જપ્ત થઈ
ભારતીય SBI બાલાંગિરના રિજનલ મેનેજર ભગત બેહરાએ કહ્યું કે અત્યારે અમે બે દિવસમાં તમામ પૈસાની ગણતરી કરવાના ઉદ્દેશ્ય સાથે કામ કરી રહ્યા છીએ. 50 કર્મચારીઓ પૈસાની ગણતરી કરી રહ્યા છે અને અન્યને જલ્દી અમારી સાથે જોડાવા માટે બોલાવવામાં આવ્યા છે. આવકવેરા અને પોલીસ વિભાગે બેંક વિસ્તારોમાં સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરી છે.જો કે બાલાંગિર જિલ્લામાં કંપનીના પરિસરમાં રાખવામાં આવેલા લગભગ 8-10 તીજોરીઓમાંથી આશરે રૂ. 300 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી હતી, જ્યારે બાકીની રકમ તિતલાગઢ, સંબલપુર અને રાંચીના સ્થળોએથી જપ્ત કરવામાં આવી હતી.