- દિવાળીની મુખ્ય ત્રણ રાત્રિ એ દિવ્ય શક્તિઓની રાત્રિઓ ગણાય
- આ દિવસોમાં લોકો અનેક પ્રકારના સારા કામો કરતા હોય છે
- મોટા ભાગના સારા કાર્યોની શરુઆત આ દિવસોમાં થાય છે
નવા વર્ષના અને માર્ચ એન્ડના ચોપડા લાવવા (ખરીદવા)નું મુહૂર્ત
Muhurta: આસો વદ-8 ગુરૂવાર તારીખ 24-10-2024 ગુરૂપુષ્યામૃત સિદ્ધિયોગ અહોરાત્ર સવારે 06:36 સૂર્યોદયથી બીજા દિવસે સવારે સૂર્યોદય સુધી ઉત્તમ સમય છે. આ શુભ સમયમાં નવા વર્ષના અને માર્ચ એન્ડના ચોપડા નોંધાવવા તેમજ લાવવા માટે ઉત્તમ સમય છે. સોનું, ચાંદી, ઝવેરાત, વાહન, સંપત્તિ ખરીદવા માટે ઉત્તમ તથા સિદ્ધયંત્રોની સ્થાપના – ગ્રહોના રત્નો – એકાંક્ષી શ્રીફળ ઇત્યાદિની સ્થાપના પૂજા માટે શ્રેષ્ઠ દિવસ રહેશે. આ દિવસે ચોઘડિયા, હોરા કે મૂહૂર્ત (Muhurta) જોવાની આવશ્યકતા રહેતી નથી. 32 ગુરૂપુષ્યયોગ સર્વ અશુભ યોગોને હણીને શુભ – શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ કરાવે છે.
ધનતેરશ-ધનપૂજા-ઈન્દ્ર-કુબેર-લક્ષ્મી પૂજન
આસો વદ-12 મંગળવાર તારીખે 29-10-2024. સમય: સવારે 09:34 થી 13:48 ચલ, લાભ, અમૃત ચોઘડિયા શ્રેષ્ઠ, બુધ, ચંદ્ર અને ગુરૂની હોરાઓ ઉત્તમ તેમજ વિજય અભિજીત મુહૂર્ત (Muhurta) સમન્વિત ઉત્તમ સમય ધનલાભકર્તા રહેશે. બપોરે 15:13 થી 18:45 શુક્ર, બુધ અને ચંદ્રની હોરા તેમજ શુભ ચોઘડિયું (Muhurta) લક્ષ્મીવૃદ્ધિકર્તા રહેશે. સાંજે 19:38 થી 21:14 લાભ ચોઘડિયુ તથા બળવાન ગુરૂની હોરા ધનવૃદ્ધિકર્તા. રાત્રે 22:49 થી 03:35 શુભ – અમૃત – ચલ ચોઘડિયા (Muhurta) શ્રેષ્ઠ સાથોસાથ શુક્ર, બુધ, ચંદ્ર અને ગુરૂની હોરા તેમજ મહાનિશિથ કાલ શ્રેષ્ઠ લક્ષ્મીવર્ધક.
આ સમયમાં મહાલક્ષ્મી-ધનપૂજન તથા વૈધો અને ડૉક્ટરોએ શ્રી ધન્વંતરિ ભગવાન અને શ્રી અશ્વિનીકુમારનું પૂજન કરવું. ધનપૂજા, શ્રીયંત્ર, કુબેરયંત્ર અથવા કનકધારા યંત્રનું પૂજન કરવું અથવા નવા યંત્રો સ્થાપન કરવા. લક્ષ્મીયંત્ર, શ્રીયંત્રની પૂજા માટે શ્રેષ્ઠ. જેઓને ચોપડા લાવવાના બાકી હોય તેમણે આજના દિવસે ઉપરોક્ત સમયમાં ચોપડા લાવવા. સોનુ-ચાંદી-રત્નોની ખરીદી અને શ્રીયંત્ર, કનકધારા યંત્ર, કુબેર યંત્રની પૂજા કરવી તેમજ નવા યંત્રોની પ્રતિષ્ઠા કરવા માટે ઉત્તમ વેળા છે.
આ મંત્રથી જપ કરવાથી દરિદ્ર અવસ્થા દૂર થાય છે.
ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नमः॥
લક્ષ્મી પ્રાપ્તિ અને દારિદ્રનાશન માટેનો ઉત્તમ પ્રયોગ આ મુજબ છે.
ॐ क्रीं श्रीं चामुण्डा सिंहवाहिनी बीस हस्ती भगवती रत्नमण्डित सोनल की माल, उत्तर पथ में आप बैठी, हाथ सिद्धि वाचा, ऋद्धि-सिद्धि धन धान्य देहि देहि कुरु कुरु स्वाहा ॥
આ પણ વાંચો: Navratri: નોમના દિવસે જાણો મા સિદ્ધિદાત્રીની કથા અને પૂજાનું મહત્વ
કાળી ચૌદશ-નરક ચતુર્દશી
આસો વદ-13 બુધવાર તારીખ 30-10-2024 આજે કાલીચૌદશની રાત જેમાં મહાકાલી, ભૈરવ, હનુમાન, નરસિંહ, ઘંટાકર્ણ મહાવીર, માણિભદ્રવીર, નાકોડા ભૈરવ તથા સમસ્ત વીર-પીર તમામ રક્ષક દેવોની મહાપૂજા અને આરાધના કરવાથી આધિ, વ્યાધિ, ઉપાધિ અને નડતરો દૂર થાય છે.
ઉપાસના મંત્રઃ
ॐ हरिमर्कट मर्कटाय सर्वकार्य सिद्धिकराय हुँ हनुमते नमः ।॥
ॐ क्रीं काली काली महाकाली कालिके परमेश्वरी । सर्वदुःख हरे देवी महाकाली नमोस्तुते ।।
દિવાળી – શારદા – ચોપડા પૂજન
આસો વદ-14 ગુરૂવાર તારીખ 31-10-2024 દિવાળી: દિવાળીની મુખ્ય ત્રણ રાત્રિ એ દિવ્ય શક્તિઓની રાત્રિઓ ગણાય છે. કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ. પ્રથમ રાત્રિ – મહાલક્ષ્મીજીની જેને ધનતેરશ કહેવાય છે. બીજી રાત્રિ મહાકાલીની જેને કાળી ચૌદશ. અને ત્રીજી રાત્રિ મહાસરસ્વતીની દિવાળી – શારદા એટલે ચોપડાપૂજન. આમ ત્રણ દિવસ મહાશક્તિઓનું મહાપૂજન કરવું. જો ત્રણ દિવસ ન થાય તો દિવાળીના દિવસે ત્રણે દેવીઓનું સાથે પૂજન કરવું જેથી નવું વર્ષ સફળ રહે.
આ પણ વાંચો: Shaktipeeth Ambaji માં આઠમ નિમીત્તે માઇભક્તોની ભારે ભીડ
આ રહ્યો ઉપસાના મંત્ર
मुहूतों आपेला छे के हिवसे अने रात्रिो ङरी शङाय. “दिवा नीशा प्रपूजयेत्”
દિવાળી – શારદા – ચોપડા પૂજન
1. કર્ક, વૃશ્ચિક અને મીન સિવાય: સવારે 06:46 થી 08:01 સુધી શ્રેષ્ઠ તુલા લગ્ન. બુધ-શુક્ર ધનસ્થાનમાં છે, જ્યારે ધનસ્થાન ઉપર ગુરૂની દ્રષ્ટિ છે. શુભ ચોઘડિયું અને ગુરૂની હોરા શ્રેષ્ઠ છે.
2. મેષ, સિંહ અને ધન સિવાય: સવારે 08:01 થી 10:17 સુધી સ્થિર વૃશ્ચિક લગ્ન. બુદ, ગુરૂ અને શુક્ર કેન્દ્રમાં છે. શુક્રની હોરા શ્રેષ્ઠ છે.
3. વૃષભ, કન્યા અને મકર સિવાય: સવારે 10:17 થી બપોરે 12:22 સુધી ધન લગ્ન. ચંદ્રની હોરા, ચંદ્ર કેન્દ્રમાં છે. ચલ ચોઘડિયું, વિજય અભિજીત મુહૂર્ત, બુધ અને ચંદ્રની હોરા શ્રેષ્ઠ છે.
4. મિથુન, તુલા અને કુંભ સિવાય: બપોરે 12:22 થી 14:09 મકર લગ્ન. ચંદ્ર કેન્દ્રમાં, ગુરૂ ત્રિકોણમાં, અને શુક્ર-બુધ લાભસ્થાને છે. ગુરૂની હોરા, લાભ અને અમૃત ચોઘડિયું શ્રેષ્ઠ છે .
5. કર્ક, વૃશ્ચિક અને મીન સિવાય: બપોરે 14:09 થી 15:42 સ્થિર કુંભ લગ્ન. લગ્નેશ શનિ સ્વગૃહી છે. બુધ-ગુરૂ-શુક્ર કેન્દ્રમાં છે. અમૃત ચોઘડિયું શ્રેષ્ઠ છે.
6. મેષ, સિંહ અને ધન સિવાય: બપોરે 15:42 થી 17:13 મીન લગ્ન. શુક્ર અને બુધ ભાગ્યવૃદ્ધિકર્તા છે. શુક્રની હોરા શ્રેષ્ઠ છે અને શુભ ચોઘડિયું ઉત્તમ છે.
7. વૃષભ, કન્યા અને મકર સિવાયસાંજે 17:13 થી 18:53 મેષ લગ્ન. ધનસ્થાનમાં ગુરૂ અને ચંદ્ર કેન્દ્રમાં છે, તથા લાભસ્થાને સ્વગૃહી શનિ છે. Budh-ચંદ્રની હોરા, શુભ અને અમૃત ચોઘડિયા શ્રેષ્ઠ છે. ગોધૂલી વેળા ઉત્તમ છે.
8. મિથુન, તુલા અને કુંભ સિવાય: સાંજે 18:53 થી 20:51 બળવાન સ્થિર વૃષભ લગ્ન. લગ્નમાં ગુરૂ, અને સાતમે શુક્ર-બુધ યોગકર્તા છે. ચંદ્ર અને ગુરૂની હોરા અને અમૃત તથા ચાલ ચોઘડિયા શ્રેષ્ઠ છે.
9. કર્ક, વૃશ્ચિક અને મીન સિવાય: રાત્રે 20:51 થી 23:04 મિથુન લગ્ન. ગુરૂની હોરા શ્રેષ્ઠ છે. ચાલ ચોઘડિયું શ્રેષ્ઠ છે.
10. મેષ, સિંહ અને ધન સિવાય: રાત્રે 23:04 થી 1:20 કર્ક લગ્ન. લગ્નેશ ચંદ્ર કેન્દ્રમાં છે, અને Budh-શુક્ર ત્રિકોણમાં છે. Shukra અને Budhની હોરા શ્રેષ્ઠ છે, તેમજ Labh ચોઘડિયું ઉત્તમ છે.
11. વૃષભ, કન્યા અને મકર સિવાય: રાત્રે 1:20 થી 2:32 બળવાન સ્થિર સિંહ લગ્ન. Shukra-Budh-Guru કેન્દ્રમાં છે, જે વ્યવસાય માટે લાભદાયક છે. Labh ચોઘડિયું અને ચંદ્રની હોરા શ્રેષ્ઠ છે.
12. તુલા, કુંભ અને મિથુન સિવાય: મોડીરાત્રે 2:32 થી બ્રાહ્મ મુહૂર્ત શ્રેષ્ઠ સમય. 2:29 કન્યા લગ્ન, ભાગ્યમાં ગુરૂ છે. શુભ અને અમૃત ચોઘડિયું ઉત્તમ છે અને ગુરૂની હોરા શ્રેષ્ઠ છે.
આ વર્ષના મહાન દિવસો
01. ચૈત્ર સુદ-09 રવિવાર તારીખ 06-04-2024 સમય – 06:25 સુધી રવિપુષ્યયોગ
02. શ્રાવણ વદ-13 ગુરૂવાર તારીખ 21-08-2025 રાત્રે 24-09 સુધી ગુરૂપુષ્યામૃતસિદ્ધિયોગ. આ યોગમાં યોગ-સાધના- ઉપાસના-યંત્ર-મંત્ર-તંત્ર સિદ્ધિકારક છે. આ યોગમાં રત્નોની વીંટી, સિદ્ધ દારિદ્રનાશક મુદ્રિકા તથા સિદ્ધયંત્રો ધારણ કરવા અને સ્થાપન કરવા તેમજ સોનું-ચાંદી-રત્નો, આભૂષણો અને તિજોરીઓ ખરીદવા માટેનો ઉત્તમ સમય છે.
આ પણ વાંચો: Navratri Day 8:આઠમના દિવસે મા મહાગૌરીની કરો આરધાના,જાણો પૂજા વિધી અને મંત્ર