આજે દરેક વ્યકિત પોતાની જાત કરતાં વધુ પ્રેમ પોતાના ફોનને કરતી હોય છે. આ એક એવું ઉપકરણ છે જે તમારી સાથે જ રહેતું હોય છે. ત્યારે આ ફોનમાં રહેતું વોલપેપર ચોક્કસ પણે તમારી ઉર્જા પર અસર કરે છે. જો તમારી રાશિ કર્ક છે. એટલે કે તમારું નામ (ડ, હ,) પ્રથમાક્ષરથી શરુ થાય છે તો તમારી આ રાશિ મુજબ કેવા પ્રકારનું વોલપેપર તમારે રાખવું જોઇએ આવો જોઇએ. કર્ક રાશિના જાતકો માટે આ મોબાઇલ વોલપેપર પ્રગતિની તકો લઈને આવશે. મોબાઈલ આપણા જીવનનું અવિભાજ્ય અંગ બની ચૂક્યો છે. સતત સાથે રહેતો મોબાઈલ આપણા માટે લકી સાબિત થઈ શકે, શુભ ફળ આપનારો થઈ શકે તેના અનુસંધાનમાં જ્યોતિષશાસ્ત્રના આધારે. જાણો કર્ક રાશિના જાતકો માટે કયુ વોલપેપર શુભ હોઈ શકે ?