+

Chaitra Navratri: 5માં દિવસે આ મંત્રો સાથે કરો પૂજા, તમને મળશે સ્કંદમાતાના આશીર્વાદ

Chaitra Navratri : આ વર્ષે ચૈત્ર નવરાત્રી (Chaitra Navratri) 9 એપ્રિલ 2024થી શરૂ થઈ છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન અલગ-અલગ દિવસોમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે.શનિવાર, 13…

Chaitra Navratri : આ વર્ષે ચૈત્ર નવરાત્રી (Chaitra Navratri) 9 એપ્રિલ 2024થી શરૂ થઈ છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન અલગ-અલગ દિવસોમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે.શનિવાર, 13 એપ્રિલ ચૈત્ર નવરાત્રિના પાંચમા દિવસે દેવી દુર્ગાના પાંચમા સ્વરૂપ માતા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. કારણ કે પાંચમા દિવસની પ્રમુખ દેવી સ્કંદમાતા છે અને નવરાત્રિનો પાંચમો દિવસ તેમની પૂજા માટે સમર્પિત છે. બાળકોના સુખ અને સૌભાગ્ય માટે સ્કંદમાતાની પૂજા ખૂબ જ ફળદાયી છે. કહેવાય છે કે માતા સ્કંદમાતાની (Skandmata mantra) કૃપાથી મૂર્ખ પણ જ્ઞાની બની જાય છે.

 

માતા સ્કંદમાતાનું સ્વરૂપ

સ્કંદમાતાનું સ્વરૂપ અદ્ભુત છે. તેમની ગોજમાં સ્કંદ દેવ (બાલ કાર્તિકેય)બિરાજમાન હોય છે. માતા કમળના આસન પર બિરાજમાન છે. તેથી જ તેમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે. માતાએ સ્કંદને જમણા હાથના ઉપરના ભાગમાં પોતાના ખોળામાં પકડી રાખ્યો છે. નીચેના હાથમાં કમળનું ફૂલ છે. ડાબા હાથનો ઉપરનો ભાગ વરમુદ્રામાં છે. નીચેના હાથમાં કમળનું ફૂલ છે. તેમનો રંગ ગોરો છે. આવો જાણીએ સ્કંદમાતાની પૂજા માટે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ.

શોભન અને રવિયોગમાં સ્કંદમાતાનું પૂજન થશે

આ દિવસે શોભન અને રવિયોગમાં સ્કંદમાતાનું (Skandmata mantra)પૂજન કરવામાં આવશે. આજે શોભન યોગ સૂર્યોદયથી બપોરે 12:34 સુધી છે, જ્યારે રવિ યોગ આજે સવારે 05:58 થી 09:15 સુધી છે. શુભ કાર્યો કરવા માટે શોભન અને રવિ યોગ સારો માનવામાં આવે છે.

 

નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા દરમિયાન આ મંત્રનો જાપ કરવો જોઈએ.

ॐ स्कंदमात्रै नम:

 

સ્કંદમાતાની પૂજા કેવી રીતે કરવી?

સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો. પછી 5મી નવદુર્ગાનું ધ્યાન કરો અને સ્કંદમાતાની પૂજા કરો. સ્કંદમાતાના મંત્રોના જાપની સાથે અક્ષત, કુમકુમ, લાલ ફૂલ, કેળા, બાતાશા, ખીર, ધૂપ, દીવો વગેરે અર્પણ કરીને માતાની પૂજા કરો. ઘીનો દીવો અથવા કપૂરથી તેમની આરતી કરો. જેઓ નિઃસંતાન છે તેઓએ સંતાન સુખ માટે સ્કંદમાતાને પ્રાર્થના કરવી જોઈએ. તેમના આશીર્વાદથી પરિવારમાં સમૃદ્ધિ આવે છે.

નોંધ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે Gujarat Firstકોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી.

આ પણ  વાંચો  – Ram Navami : રામ નવમીએ થનારા દુર્લભ સંયોગથી આ 5 રાશિને થશે ફાયદો

આ પણ  વાંચો  – Astrology : બુધ અસ્ત થતાં 27 દિવસ સુધી આ 5 રાશિના લોકો રહે સતર્ક, રહેશે મોટું જોખમ!

આ પણ  વાંચો  – RASHIFAL : આ રાશિના જાતકોને આજે આર્થિક મુશ્કેલીમાંથી મળશે મુક્તિ

Whatsapp share
facebook twitter