- ફાયર ઓફિસર સત્સંગમાં નાચતા હોવાનો વીડિઓ વાયરલ
- કલેક્ટરની સૂચનાઓ છે છતાં પણ કર્યું ઉલ્લંખન
- ફાયર ઓફિસર અને સ્થાનિક તંત્ર સામે તર્ક વિતર્ક
Anand: આણંદ જિલ્લામાં જળ પ્રલય જોવા મળી રહ્યા છે. આ સાથે સાથે હવામાનના દ્વારા આણંદ (Anand)માં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. Anand જિલ્લામાં રેડ એલર્ટ હોવા છતાં સ્થાનિક ફાયર ઓફિસર ધર્મેશ ગોર (Dharmesh Gor)એ રજાના મૂડમાં હોવાનું સામે આવ્યું છે. કલેક્ટર દ્વારા આપવામાં આવેલા મૌખિક સૂચનાઓની ગંભીરતા હોવા છતાં, ફાયર ઓફિસર એક સત્સંગ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે, જેનો વીડિઓ અત્યારે શહેરના સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
– જિલ્લામાં રેડ એલર્ટ હોવા ચીફ ઓફિસર રજાઓ માણી રહ્યા છે
– હવામાન વિભાગની આગાહી અને કલેક્ટરની સૂચનાનું પણ ઉલ્લંઘન
– સત્સંગ કાર્યક્રમમાં ખુશીથી નાચતા જોવા મળ્યા ફાયર ઓફિસર ધર્મેશ ગોર#anand #DharmeshGor #Fireofficer #Gujarat #redalert #GujaratFirst— Gujarat First (@GujaratFirst) August 29, 2024
આ પણ વાંચો: Vijay Suvada એ દિનેશભાઈ તથા સમગ્ર રબારી સમાજની માફી માંગી, જુઓ આ Video
સત્સંગ કાર્યક્રમમાં ખુશીથી નાચતા જોવા મળ્યા ફાયર ઓફિસર
આણંદમાં ભારે વરસાદ અને પાણીની વિશાળ વિપત્તિ વચ્ચે, જયારે જાહેર સ્તરે તંત્ર દ્વારા યોગ્ય અને ઝડપી કાર્યવાહી કરવાની જરૂર હતી, ત્યારે ફાયર ઓફિસર ધર્મેશ ગોર ધર્મેશ ગોર (Dharmesh Gor)એ બેંગ્લોરમાં સત્સંગમાં ભાગ લઈને તેમની જવાબદારીમાં અજાગરૂકતા બતાવી છે. વીડીયોમાં જોઈ શકાય છે કે, તેઓ સત્સંગ કાર્યક્રમ દરમિયાન ખુશીથી નાચતા જોવા મળી રહ્યા છે, જ્યારે શહેરમાં લોકો પાણીની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. શહેરમાં રેડ એલર્ટ છે અને ફાયર ઓફિસર રજાઓ માણી રહ્યા છે. આ કેવી જવાબદારી કહેવાય? આવી સ્થિતિમાં તો શહેરમાં ફાયર ઓફિસરની હાજરી અનિવાર્ય હોવી જોઈએ, પરંતુ આણંદની ફાયર ઓફિસરને લાગે લોકોની કોઈ જ ચિંત નથી! એવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો: Bharuch: ભારે વરસાદને પગલે ખેતરો સરોવરમાં ફેરવાયા, લાખોના નુકસાનની આશંકા
ફાયર ઓફિસર અને સ્થાનિક તંત્ર સામે તર્ક વિતર્ક
આ ઘટના દરમિયાન, સ્થાનિક પાલિકા અધિકારીઓની લાપરવાહીના પ્રતિસાદને લઈને સક્રિય ચર્ચાઓ થઈ રહી છે. સોસાયટીના લોકો અને સ્થાનિક મીડિયા અત્યારે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. નોંધનીય છે કે, વીડિયો થવાના કારણે ફાયર ઓફિસર અને સ્થાનિક તંત્ર સામે તર્ક વિતર્કો શરૂ થયા છે. આ ઘટનાથી હવે નાગરિકો અને અન્ય સત્તાવાળાઓ માટે યોગ્ય કાર્યવાહી તથા આ કિસ્સાના સમગ્ર મુદ્દાને અસરકારક રીતે સમાધાન કરવાની જરૂર છે. આ સાથે સાથે ફાયર અધિકારી સત્વરે કામે લાગે તેવી માંગો થઈ રહીં છે.
આ પણ વાંચો: Gujarat: પોરબંદર અને જામનગરમાં ભારતીય કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ, જુઓ આ Video