+

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનારો શખ્સ ઝડપાયો

Air India Urination Incidence : એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનાર આરોપી શંકર મિશ્રાની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેને દિલ્હી પણ લાવવામાં આવ્યો છે. આરોપી ઘણા સમયથી ફરાર હતો. પોલીસે તેની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી.શું હતી ઘટના?26 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહી હતી ત્યારે પ્લેનના બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા નશામાં ધુત શંકર મિશ્રાએ 70 વર્ષની વૃદ્ધ મહિલા પર પà
Air India Urination Incidence : એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનાર આરોપી શંકર મિશ્રાની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેને દિલ્હી પણ લાવવામાં આવ્યો છે. આરોપી ઘણા સમયથી ફરાર હતો. પોલીસે તેની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી.
શું હતી ઘટના?
26 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહી હતી ત્યારે પ્લેનના બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા નશામાં ધુત શંકર મિશ્રાએ 70 વર્ષની વૃદ્ધ મહિલા પર પેશાબ કર્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
છેલ્લું લોકેશન બેંગલુરૂમાં હતું
શંકર મિશ્રાનું છેલ્લું લોકેશન બેંગલુરુ હતું, તેના આધારે તેની શોધ ચાલી રહી હતી. સૂત્રોનું પ્રમાણે 3 જાન્યુઆરીએ શંકર મિશ્રા (35)નો મોબાઈલ ફોન બેંગલુરુમાં એક્ટિવ હતો. પરંતુ ત્યારપછી તેનો ફોન સ્વીચ ઓફ થઈ જાય છે. બેંગલુરુ પહેલા, દિલ્હી પોલીસ દ્વારા ઘણી ટીમો મુંબઈ મોકલવામાં આવી હતી, પરંતુ ત્યાં તે મળ્યો ન હતો.
મહિલા આયોગ સક્રિય થયું
આ મુદ્દાએ ભારે ચર્ચા જગાવ્યા બાદ આરોપી શંકર મિશ્રાને તેની કંપનીએ વેલ્સ કાર્ગો ટર્મિનેટ કરી દીધો છે. જ્યારે બીજી બાજુ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ મુદ્દાને ધ્યાનમાં લઈ આયોગના ચેરપર્સન રેખા શર્માએ દિલ્હી પોલીસ આયુક્તને પત્ર લખીને સંબંધિત કાયદાકિય જોગવાઈએ હેઠળ તાત્કાલિક કેસ નોંધી દોષિત સામે સખ્ત કાર્યવાહી કરવાના નિર્દેશ આપી એર ઈન્ડિયા લિમિટેડના અધ્યક્ષને પણ આમાં દરમિયાનગીરી કરવા જણાવ્યું છે. આયોગે આ મામલે કરવામાં આવેલી કાર્યવાહીનો રિપોર્ટ 7 દિવસની અંદર માંગ્યો છે.
DGCA સખ્ત
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આ પ્રકારની શરમ જનક ઘટનાએ સામે આવતા DGCAએ સખ્તાઈ દેખાડતા આ મામલે એર ઈન્ડિયાને નોટિસ પાઠવી છે. એર ઈન્ડિયાએ આ અગાઉ ગુરૂવારના રોજ DGCAને રિપોર્ટ સોંપી હતી. હાલ એર ઈન્ડિયાએ મિશ્રા પર 30 દિવસનો પ્રતિબંધ લગાવી દીધો છે. એર ઈન્ડિયાએ આરોપીના વિરૂદ્ધ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સિવાય એર ઈન્ડિયાએ મહિલાની ફરિયાદ બાદ ક્રુ મેમ્બરની ભૂલની તપાસ કરવા અને બનાવમાં ઝડપી કાર્યવાહીમાં મોડું થવાના કારણો જાણવા માટે એક આંતરિક સમિતિની રચના કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter