Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સસરા મુલાયમ સિંહને પદ્મ વિભૂષણના સન્માનથી પુત્રવધુ ડિમ્પલ યાદવ નથી સંતુષ્ટ, કેન્દ્ર સમક્ષ કરી આ માંગ

09:48 PM Apr 22, 2023 | Vipul Pandya

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવ સહિત છ લોકોને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ માટે પસંદ કરવામાં આવ્યા છે, પરંતુ પુત્રવધુ ડિમ્પલ યાદવ સસરાજીને મળેલા આ સન્માનથી સંતુષ્ટ નથી, તેમણે મુલાયમ સિંહ માટે દેશના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નની માંગ કરી છે.  મૈનપુરીના સપા સાંસદ ડિમ્પલ યાદવ નેતાજીને પદ્મ વિભૂષણ એવોર્ડ મળવાથી ખુશ નથી.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ નેતાજી ( મુલાયમ સિંહ) માટે ભારત રત્નની માંગ કરી છે 
ડિમ્પલ યાદવે કહ્યું તેમના કદ પ્રમાણે તેમને ભારત રત્ન મળવો જોઇએ 
ગણતંત્ર દિવસ પર મૈનપુરીના સાંસદ ડિમ્પલ યાદવે સૈફઈમાં ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન, નેતાજીને પદ્મ વિભૂષણ મળવા પર પ્રતિક્રિયા આપી, તેમણે સરકાર પાસે નેતાજીને ભારત રત્ન આપવાની માંગ કરી. તેમણે કહ્યું, “નેતાજીનું જે કદ હતું તે પ્રમાણે તેમને ભારત રત્ન મળવો જોઈએ.હું સરકારને વિનંતી કરું છું કે નેતાજીને ભારત રત્ન મળવો જોઈએ.”
નાની પુત્રવધુ અપર્ણા યાદવે કેન્દ્રના નિર્ણયને આવકાર્યો 
જ્યારે નેતાજીની નાની પુત્રવધૂ અપર્ણા યાદવે પદ્મ વિભૂષણ મળવા અંગે વડાપ્રધાન અને કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે કહ્યું,”દેશના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન,આદરણીય પિતા મુલાયમ સિંહ યાદવને પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત કરવાના વડા પ્રધાનના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના  નિર્ણયનું હું સ્વાગત કરું છું. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.