Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Dance Program: અમદાવાદમાં આરંગેત્રમ મહોત્સવનું આયોજન, 3 કન્યાઓએ શાનદાર નૃત્યકલાનું કર્યું પ્રદર્શન

07:38 PM Feb 18, 2024 | Aviraj Bagda

Dance Program: ગુજરાતની ભૂમિ કલાક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતના ખૂણે-ખૂણે વિવિધ કલાઓમાં યુવાનો દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે. ત્યાકે અમદાવાદમાં નૃત્યકલાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • અમદાવાદમાં આરંગેત્રમ મહોત્સવનું આયોજન કરાયું
  • મહોત્સવમાં 3 કન્યાઓએ નૃત્યકલા પ્રદર્શીત કરી
  • કન્યાઓએ નૃત્યકલાનો વારસો જાળવી રાખ્યો

અમદાવાદમાં આરંગેત્રમ મહોત્સવનું આયોજન કરાયું

Dance Program

ત્યારે અમદાવાદમાં આરંગેત્રમ મહોત્સવનું આયોજન કરાયું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદ ઓડિટોરિયમ ખાતે 18 ફેબુ. એ મહોત્સવનું આયોજન થયું હતું. આ મહોત્સવમાં કલાજગતના માહાનુભાવોની ઉપસ્થિતિમાં 3 કન્યાઓ દ્વારા શાનદાર નૃત્યકલાનું પ્રદર્શન કરાયું હતું. તેમાં કલાક્ષેત્રે નામ ધરાવતી કલા સંસ્થા નૃત્યાંજલી સ્કૂલ ઓફ કલાસીકલ ડાન્સની વિદ્યાર્થીની દ્વારા અદભૂત નૃત્યકલા પ્રદર્શીત કરવામાં આવી હતી.

મહોત્સવમાં 3 કન્યાઓએ નૃત્યકલા પ્રદર્શીત કરી

આ મહોત્સવમાં સંસ્થા તરફથી તેજસ્વી વિદ્યાર્થિની કુ. ભારવી આરંગેત્રમ પ્રસ્તુત કર્યું હતું. તે ઉપરાંત આ વિદ્યાર્થીના પરિવારજનો પણ નૃત્ય કલાક્ષેત્રે આગાવી ઓળખ ધરાવે છે. ત્યારે સુગમ સંગીત ક્ષેત્રે નામ ધરાવતાં અમદાવાદનાં રિઘિ તૃષિતની પુત્રી અને નૃત્યનાં કલાગુરુ પ્રિયા નાયરનાં માર્ગદર્શનમાં સાત વર્ષની ઉમંરથી સાઘના કરતી કુ. ભારવી સંગીત-કલા ક્ષેત્ર સમૃધ્ધ વારસો ઘરાવતા પરિવાર માંથી છે.

કન્યાઓએ નૃત્યકલાનો વારસો જાળવી રાખ્યો

આ મહોત્સવમાં નૃત્યરાગિની પરફોર્મિગ આર્ટસ, વડોદરાનાં ડાયરેક્ટર ડો. રાગિની બેન શાહનાં પ્રેરક મુખ્ય મહેમાનપદે આમોજિત કુ. ભારવીની સાથે અન્ય તેજસ્વી નૃત્યનિપુણ કન્યાઓ કુ. નિતયા પંડયા અને કુ. નિષઠા ગજ્જર પોતાની કળા પ્રસ્તુતિ કરી હતી. જણાવી દઈએ કે આરંગેત્રમનો સીધો અર્થ પ્રદર્શન થાય છે. ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને સંગીતને શીખતા છાત્ર જ્યારે મંચ પર સૌની સમક્ષ પોતાનું પહેલા પ્રદર્શન માટે તૈયાર થઈ જાય છે ત્યારે તેમના માટે એક કાર્યક્રમનું આયોજન કરાય છે જેને આરંગેત્રમ કહેવાય છે

આ પણ વાંચો: TARABH DHAM : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શિવભક્તોનું ઘોડાપુર, ડોમ, ટ્રાન્સપોર્ટ, આરોગ્ય સહિતની સુવિધા ઊભી કરાઈ