+

DAHOD : ચૂંટણી પહેલા અધૂરા ઓવરબ્રિજનું ઉતાવળિયું લોકાર્પણ

DAHOD : દાહોદ (DAHOD) મધ્યપ્રદેશ (MADHYA PRADESH) ની સરહદે આવેલ જિલ્લો છે. ગુજરાત (GUJARAT) , મધ્યપ્રદેશ (MADHYA PRADESH) તેમજ રાજસ્થાન (RAJASTHAN) ત્રણેય રાજ્યની સરહદો દાહોદ જિલ્લા માં આવેલી છે. અને…

DAHOD : દાહોદ (DAHOD) મધ્યપ્રદેશ (MADHYA PRADESH) ની સરહદે આવેલ જિલ્લો છે. ગુજરાત (GUJARAT) , મધ્યપ્રદેશ (MADHYA PRADESH) તેમજ રાજસ્થાન (RAJASTHAN) ત્રણેય રાજ્યની સરહદો દાહોદ જિલ્લા માં આવેલી છે. અને બંને રાજ્યો માથી લોકો ખરીદી તેમજ હોસ્પિટલના કામ અર્થે દાહોદ આવતા હોય છે. ત્યારે દાહોદ થી મધ્યપ્રદેશના મેઘનગર તરફ જતા રસ્તા ઉપર દાહોદના બોરડી નજીક રેલ્વે લાઇન પસાર થાય છે. અને દિલ્હી મુંબઈ મુખ્ય રેલ્વે લાઇન અહીથી પસાર થાય છે. જેને પગલે દિવસ ભર પેસેંજર ટ્રેન અને માલગાડીઓ ની અવરજવર પણ વધુ હોય છે.

રૂ. 58 કરોડના ખર્ચે ઓવરબ્રિજ ની કામગીરી શરૂ થઇ

ગુજરાત – મધ્યપ્રદેશ ના માર્ગ ઉપર બોરડી ખાતે રેલ્વે ફાટક વારંવાર બંધ થવાના કારણે 40 થી વધુ ગામ ના લોકો ને હલકી વેઠવી પડતી હોય છે. ઈમરજન્સી વખતે ફાટક બંધ હોય ટ્રાફિક જામ હોય તેના કારણે વાહનો અટવાઈ જાય છે. ત્યારે સમસ્યાના નિવારણ માટે 58 કરોડ ના ખર્ચે ઓવરબ્રિજ ની કામગીરી પણ શરૂ થઈ હતી. જે મહદઅંશે કામગીરી પૂર્ણ થવાના આરે હતી.

લોકાર્પણના 20 દિવસ પછી પણ બ્રિજની કામગીરી ચાલુ

તે દરમિયાન લોકસભા 2024 ની ચૂંટણી નું બ્યૂગલ ફૂંકાતા ગમે ત્યારે ચૂંટણી જાહેર થી શકે તેવી પરિસ્થિતી આવી ગઇ હતી. તેવામાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ના કાર્યક્રમો શરૂ કર્યા હતા. અને બોરડી ખાતે રેલ્વે ઓવરબ્રિજ ની કામગીરી બાકી હોવા છ્તા લોકાર્પણ કરી બ્રિજ ફરીથી બંધ કરી દેવાયો હતો. અને કામગીરી શરૂ કરાઇ હતી. આજે લોકાર્પણ ના 20 દિવસ પછી પણ બ્રિજ ની કામગીરી ચાલી રહી છે અને હજુ કેટલા દિવસ લાગશે તે પણ ચોક્કસ નથી.

તકતી પણ બ્રિજ ઉપર લાગી ગઈ

સાંસદ જશવંતસિંહ ભાભોર, મંત્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિત ના મહાનુભાવોના હસ્તે 14 મી માર્ચ 2024 ના રોજ બોરડી રેલ્વે ઓવરબ્રિજ ના લોકાર્પણ નો કાર્યક્ર્મ યોજાયો હતો. બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું, સાંસદ-મંત્રી ધારાસભ્યના નામ ની તકતી પણ બ્રિજ ઉપર લાગી ગઈ અને લોકો ની સુવિધામાં વધારો કરાયો.

હજુ તો બ્રીજ નું કામ પૂરું થયું જ નથી

જેથી લોકો ને રેલ્વે ફાટક માથી મુક્તિ મળશે અને લોકોનો સમય બચશે તેવી જાહેરાતો થઈ હતી. પરંતુ લોકાર્પણના ગણતરીના કલાકો માં જ બ્રીજ ની આગળ મોટા મોટા પીલરો મૂકી ને બ્રીજ બંધ કરી દેવાયો છે. આનું કારણ કોઈ ને ખબર પડી રહી નથી. ફરીથી બ્રીજ ની કામગીરી શરૂ થતાં એ વાત સામે આવી કે હજુ તો બ્રીજ નું કામ પૂરું થયું જ નથી. કામ બાકી છે, પરંતુ લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા લોકાર્પણ કરી દેવામાં આવે તો મતદારો ને એ સંદેશ પહોચે કે સાંસદ દ્રારા 58 કરોડ ના ખર્ચે લોકો માટે ખુલ્લો મુકાયો.

મોટી મોટી જાહેરાતો કરી દીધી

પરંતુ લોકાર્પણ ના 20 દિવસ પછી પણ બ્રીજ નું કામ ચાલી રહ્યું છે. બ્રીજ ની સંપૂર્ણ કામગીરી ક્યારે પૂરી થશે કેટળા દિવસ લાગશે તે હજુ ચોક્કસ કહી શકાય તેમ નથી. એટ્લે ચોકસ એવું કહી શકાય કે સાંસદ દ્રારા ચૂંટણી ને ધ્યાને રાખી મતદારો ને ખુશ કરવા માટે અધૂયારા બ્રીજ નું લોકાર્પણ કરી મોટી મોટી જાહેરાતો કરી દીધી, પરંતુ હાલ તો વર્ષો થી જેમ હાલાકી વેઠવી પડી રહી હતી.

સુવિધા ક્યારે મળશે તે એક સવાલ

લોકોએ હાલાકી હમણાં પણ વેઠવી પડી રહી છે અને બ્રીજ ની કામગીરી ચાલુ હોવાથી માલ સામાન પાડ્યો હોય ખોદેલું પુરાયું નથી તેના કારણે લોકો ને વધુ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે લોભામણી જાહેરાતો ની જગ્યા એ સાચા અર્થ માં લોકો ને સુવિધા ક્યારે મળશે તે એક સવાલ છે.

અહેવાલ – સાબીર ભાભોર, દાહોદ

આ પણ વાંચો —VADODARA : SSG ના સર્જિકલ ICU માં ઓક્સિજનનો પુરવઠો ખોરવાતા જીવ તાળવે ચોંટ્યા

Whatsapp share
facebook twitter