+

ચોરી કરવા માટે ખેતરમાં સુઈ રહેતા અને રાતના સમયે કરતા ચોરી

દાહોદની કુખ્યાત ગેંગનો સાગરિત ઝડપાયોઅમદાવાદ ક્રાઈમબ્રાંચે દાહોદની ઘરફોડ ચોરી કરનાર ગેંગનાં એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પુછપરછમાં  આ ગેંગ 30 કરતા વધુ ઘરફોડ ચોરીનાં ગુનામાં સામેલ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચની ટીમને પેટ્રોલીંગ દરમિયાન બાતમીનાં આધારે ઓઢવ રિંગ રોડથી સુનિલ બારિયા નામનાં એક શખ્સને ઝડપી લીધો હતો. આરોપીની પુછપરછ કરતા તેણે બે વર્ષ પહેલા પાલનપુà

દાહોદની કુખ્યાત ગેંગનો સાગરિત ઝડપાયો

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દાહોદની ઘરફોડ ચોરી કરનાર ગેંગનાં એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પુછપરછમાં  આ ગેંગ 30 કરતા વધુ ઘરફોડ ચોરીનાં ગુનામાં સામેલ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચની ટીમને પેટ્રોલીંગ દરમિયાન બાતમીનાં આધારે ઓઢવ રિંગ રોડથી સુનિલ બારિયા નામનાં એક શખ્સને ઝડપી લીધો હતો. આરોપીની પુછપરછ કરતા તેણે બે વર્ષ પહેલા પાલનપુર,ડીસા,તેમજ દિયોદર અને મહેસાણા જિલ્લાનાં કડી તેમજ મહેસાણા અને વિજાપુરની જુદીજુદી સોસાયટીનાં બંધ મકાનમાં તાળા તોડી અથવા બારીઓની ગ્રીલ તોડીને 30 થી વધુ ઘરોમાં દાગીના અને રોકડ રકમની ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી દરમિયાન તેના સાગરીતો રાકેશ મોહનીયા તેમજ બાબુ માવી તેની મદદ કરતા હતા. આરોપી સુનિલ સામે 12 જેટલા ગુના નોંધાયા છે જ્યારે તેના ભાઈ મનોજ તથા અન્ય સાગરીતો પણ આ ગુનામાં સામેલ હતા. 

ચોરી કરવા માટે ખેતરમાં સુઈ જતા

આરોપી સુનીલ બારિયાએ 6 મહિના પહેલા મહેસાણામાં માનવ આશ્રમ ચાર રસ્તેથી રામોસણા બ્રિજ તરફ આવતા રસ્તે શરણમ હોમ્સ નામની સોસાયટીમાં બંધ મકાનનું તાળુ તોડવાનો પ્રયાસ કર્યો હતો. મકાન માલિક આવી જતા તે ત્યાંથી ફરાર થઈને નજીકમા આવેલી સાકાર ડ્રીમ સીટીમાં ચોરીના પ્રયાસ કર્યો હતો.  પકડાયેલ આરોપી સુનીલ બારિયા પોતાની ગેંગ સાથે ચોરી કરવા માટે ખેતરો અથવા ખુલ્લી જગ્યાઓ નજીક આવેલી સોસાયટીઓ પસંદ કરતો હતો. દિવસે જે મકાનમાં ચોરી કરવાની હોય તે મકાનની રેકી કરી નજીકનાં ખેતરમાં સુઈ જતો હતો. ત્યારબાદ રાત્રિના સમયે પહેરેલ શર્ટ કાઢીને નક્કી કરેલા ઘરનું તાળુ અથવા બારીની ગ્રીલ તોડીને ઘરમાં બે સાગરીતો પ્રવેશતા હતા. જ્યારે અન્ય આરોપીઓ હાથમાં પથ્થરો રાખીને આસપાસની હિલચાલ ઉપર નજર રાખતા હતા. ચોરી કર્યા બાદ તમામ આરોપીઓ પોતાના વતન દાહોદ ભાગી જતા હતા. ક્રાઈમબ્રાન્ચે દાહોદની કુખ્યાત ગેંગના એક આરોપીને તો ઝડપી પાડ્યો છે. હવે અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.  


Whatsapp share
facebook twitter