+

સાયક્લોન સિતાંગની મજબૂત થઈ રહ્યું છે, અહીં દેખાશે અસર, જાણો

હવામાન વિભાગે જાહેર કરેલા એલર્ટ પ્રમાણે ઉત્તર આંદામાન સમુદ્ર અને તેની નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર દબાણનો વિસ્તાર રચાયો છે. તે 22 ઓક્ટોબરની આસપાસ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તે આજે 23 ઓક્ટોબરે બંગાળની ખાડી પર પહોંચી શકે છે.તોફાન વધુ તિવ્ર બને તેવી શક્યતાબંગાળની ખાડીમાં  ઉત્તર આંદામાન સમુદ્ર પર નીચા દબાણનું ક્ષેત્ર સર્જાવાથી 24 à
હવામાન વિભાગે જાહેર કરેલા એલર્ટ પ્રમાણે ઉત્તર આંદામાન સમુદ્ર અને તેની નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર દબાણનો વિસ્તાર રચાયો છે. તે 22 ઓક્ટોબરની આસપાસ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તે આજે 23 ઓક્ટોબરે બંગાળની ખાડી પર પહોંચી શકે છે.
તોફાન વધુ તિવ્ર બને તેવી શક્યતા
બંગાળની ખાડીમાં  ઉત્તર આંદામાન સમુદ્ર પર નીચા દબાણનું ક્ષેત્ર સર્જાવાથી 24 ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી તોફાનની શક્યતા છે. IMDએ તેના બુલેટિનમાં કહ્યું કે, વાવાઝોડું પશ્ચિમ-ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. તે શનિવારે સવારે 8.30 વાગ્યે પશ્ચિમ આંદામાન ટાપુઓ પર કેન્દ્રિત હતું. તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને 23 ઓક્ટોબરની સવાર સુધીમાં પૂર્વ-મધ્ય અને અડીને આવેલા દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ઊંડા ડિપ્રેશનમાં વધુ શક્તિશાળી થવાની ધારણા છે. વાવાઝોડું ધીમે ધીમે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ ફરી વળે અને 24 ઓક્ટોબરની સવાર સુધીમાં મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બને તેવી શક્યતા છે.
થાઈલેન્ડ દ્વારા નામ સુચવાયું
આ વાવાઝોડું ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાનું શરૂ રાખશે અને 25મી ઓક્ટોબરની સવાને તિનકોના દ્વીપ અને સેન્ડવિચ વચ્ચે બાંગ્લાદેશના દરિયાકાંઠાને પાર કરશે. IMDના પૂર્વાનુમાનમાં કહેવામાં આવ્યું છે કે, થાઈલેન્ડ દ્વારા સંભવત તોફાન માટે સિતરંગ નામ સુચવવામાં આવ્યું છે.
માછીમારોને દરિયા ના ખેડવા સુચના
સિતરંગ તોફાનને લઈને માછીમારોને દરિયો નહી ખેડવાની સલાહ આપવામાં આવે છે. માછીમારોને સલાહ આપવામાં આવી છે કે, શનિવારથી મધ્યબંગાળની ખાડીના ઉંડા સમુદ્ર ક્ષેત્રમાં અને 23 થી 26 ઓક્ટોબર વચ્ચે ઓડિશા અને બંગાળના કિનારાઓ સાથે વધારે આગળ ના જવું. આ તોફાનની અસરના લીધે બંગાળ અને ઓડિશામાં ભારે વરસાદની સંભાવના છે.
અહીં પડી શકે છે વરસાદ
આ તોફાનના લીધે આજે અંદામાન અને નિકોબાર ટાપૂઓમાં હળવો વરસાદ પડી શકે. તેમજ તમિલનાડૂ, કેરળ, દક્ષિણ કોંકણ અને ગોવા, આંધ્રપ્રદેશના દક્ષિણ કિનારે અને કર્ણાટરના તટીય વિસ્તારમાં હળવોથી મધ્ય વરસાદ, લક્ષદ્વીપ, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં પણ હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય દેશમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાયની સ્થિતિ સર્જાઈ રહી છે.
તંત્ર એલર્ટ
પશ્ચિમ બંગાળ તરફ આવી રહેલા આ વાવાઝોડાનો ખતરો જોતા તંત્ર પણ એક્ટિવ થયું છે. સિતરંગના ખતરાનો સામનો કરવા માટે દરિયા કિનારાના વિસ્તારોના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે જ NDRFની ટીમોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે અને સ્થાનિક તંત્ર તમામ સાવચેતી રાખી રહી છે.
Whatsapp share
facebook twitter