Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વાવાઝોડું બિપરજોય ભયાનક બનશે, 170 કિ.મિ.ની ઝડપે પવન ફૂંકાશે, જાણો ગુજરાત પર કેટલો ખતરો?

09:27 PM Jun 07, 2023 | Dhruv Parmar

ગુજરાત દેશમાં સૌથી મોટો 1600 કિમીનો દરિયાકાંઠો ધરાવે છે. તાજેતરમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતાં આગામી બે-ત્રણ દિવસમાં આ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે, જેના પગલે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. વાવાઝોડાને જોતાં ગુજરાતમાં પણ સાવચેતીનાં પગલાં લેવાનાં શરૂ થઈ ગયાં છે. રાજ્યનાં બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

વાવાઝોડાની હાલની પરિસ્થિતિને આધારે વાત કરીએ તો, 24 કલાકમાં વાવાઝોડું ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા છે. આ ચક્રવાત વાયુ અને તાઉતે કરતાં પણ વધુ ઘાતક હોઈ શકે. ત્યારે જો આ વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થશે તો પણ તેની અસર સમગ્ર રાજ્ય પર થશે. આગળ વધવાની સાથે તે મજબૂત બનશે અને પવનની ગતિ લગભગ 170 કિલોમિટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.

આલોકકુમાર પાંડેએ જણાવ્યું કે, આજે ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી. જેમાં ચોમાસાની સિઝનમાં સંભવિત કુદરતી આપત્તિ સામે પહોંચી વળવા રાજ્ય વહીવટી તંત્ર સજ્જ છે. ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં સંગ્રહિત પાણીનો જથ્થો છેલ્લા 15 વર્ષોમાં સૌથી વધુ છે. રાજયમાં જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં સૌથી વધુ વરસાદ ખાબકે તેવી શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 8થી 10 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ 2થી 4 ઇંચ જેટલો વરસાદ પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત કેટલાક બંદર પર 5 નંબરનું સિગ્નલ લગાવવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : બાલાસોર બાદ ઓડિશામાં વધુ એક દર્દનાક ટ્રેન અકસ્માત, 6 મજૂરોના મોત