Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

 પિંક  whatsapp લિંકથી સાવધ રહેવા સાયબર એક્સપર્ટની અપીલ

03:13 PM Jun 03, 2023 | Vipul Pandya
આજે સવારથી જ પિંક  whatsapp લિંક દરેક whatsappમાં ફોરવર્ડ થઇ રહી છે. વડોદરાના સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે  પિંક whatsapp લિંકથી સાવધાન રહેવા યુઝર્સને અપીલ કરી છે.
પિંક  whatsapp લિંક ફોરવર્ડ થઇ રહી છે
શનિવારે સવારથી જ  પિંક  whatsapp લિંક ફોરવર્ડ થઇ રહી છે. whatsapp યુઝર ના મેસેજ પર એક સંદેશો આવી રહ્યો છે, જે એક લિંક સ્વરૂપે વાયરલ થઈ રહ્યો છે અને દાવો કરે છે કે પિંક whatsapp ડાઉનલોડ કરો જે મહિલાઓ માટે સુરક્ષિત છે, જેનાથી whatsapp ના બેગ્રાઉન્ડનો રંગ  પિંક થઈ જશે.

આ પ્રકારની આવેલી કોઈ પણ લીંક ઉપર ક્લિક કરવું જોઈએ નહીં
વડોદરાના સાયબર એન્ડ ફોરેન્સિક એક્સપર્ટ મયુર ભુસાવળકરે આ બાબતે લોકોને સાવધ રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે યુઝરે આવા કોઈપણ પ્રકારના સ્કેમથી બચવું જોઈએ. આ પ્રકારની આવેલી કોઈ પણ લીંક ઉપર ક્લિક કરવું જોઈએ નહીં.

તમારા મોબાઇલ ફોનનો જ દુરુપયોગ હેકિંગ માટે પણ થઈ શકે છે
તેમણે કહ્યું કે  કોઈપણ મુખ્ય એપ્લિકેશનની ક્લોન એપ્લિકેશન્સ ક્યારેય ઇન્સ્ટોલ કરવી જોઈએ નહીં. જો તમે આવી કોઈપણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો તો તમારા મોબાઇલના ડેટા ,પેમેન્ટ એપ ,એસએમએસ, કેમેરા, જીપીએસ તેમજ ગેલેરી હેક થઈ જશે અને અમુક સંજોગોમાં તમારા મોબાઇલ ફોનનો જ દુરુપયોગ હેકિંગ માટે પણ થઈ શકે છે.

કેશ મેમરી ને ક્લિયર કરી દો
મયુર ભુસાવળકરે વધુમાં કહ્યું કે  જો કોઈ યુઝરે આવી એપ્લિકેશન પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી હોય તો આ એપ્લિકેશનને સૌથી પહેલા મોબાઈલ માંથી અનઇન્સ્ટોલ કરી દો, તમારા google chrome browser માં આવેલ કેશ મેમરી ને ક્લિયર કરી દો અથવા ડીલીટ કરી દો,, તમારા મોબાઇલમાં એપ્લિકેશન ચેક કરો, જે એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી જ નથી તે દેખાય તો તેને તાત્કાલિક ડીલીટ કરો. સાથે એપ્લિકેશનને આપવામાં આવેલી પરવાનગીઓને પણ ચેક કરો અને જે પરવાનગીઓ તમે આપી જ નથી તે પરવાનગીઓને પણ તમે ડિસેબલ કરો. જો એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ચૂકેલી હોય તો તમારા યુપીઆઈ આઇડી ના એમપીન બદલી નાખો.
મોબાઈલને ફેક્ટરી રીસેટ કરો
જો એપીકે ફાઇલ અનઇન્સ્ટોલ થયા પછી પણ તેની અસર દેખાતી હોય તો મોબાઈલને ફેક્ટરી રીસેટ કરો. અને google પાસવર્ડ પણ બદલી નાખો.