+

સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદ દ્વારા સાઇબર ક્રાઇમ જાગૃતતા પ્રોગ્રામનું અયોજન

અહેવાલઃ યશદિપ ગઢવી, આણંદ  ટેકનોલોજી માં આવેલા પરિવર્તન સાથે સાથે ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો પણ હવે સ્માર્ટ ક્રાઇમ કરતા બનાયા છે,તેવામાં ઇન્ટરનેટ પર ડિજીટલ ટેકનોલોજી થકી થતાં સાઇબર ક્રાઇમ ના…

અહેવાલઃ યશદિપ ગઢવી, આણંદ 

ટેકનોલોજી માં આવેલા પરિવર્તન સાથે સાથે ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો પણ હવે સ્માર્ટ ક્રાઇમ કરતા બનાયા છે,તેવામાં ઇન્ટરનેટ પર ડિજીટલ ટેકનોલોજી થકી થતાં સાઇબર ક્રાઇમ ના બનાવો માં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે ત્યારે ઈન્ટરનેટ દ્વારા થતાં આવા સ્માર્ટ ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા આણંદ જિલ્લાના સાઈબર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ એક નવતર અભિગમ અપનાવ્યો છે.

આણંદ જિલ્લાનાં પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર મીણા ધ્વારા દિન પ્રતિદિન સાઇબર ક્રાઇમ ના બની રહેલ બનાવો અટકે અને નાગરીકોમાં સાઇબર ક્રાઇમ અંગે જાગૃતિ આવે તે હેતુથી જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવા બાબતે સૂચના આપેલ હતી, જે અનુસંધાને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ P.I. સી.પી.ચૌધરી ના માર્ગદશન હેઠળ NSS,NCC & women cell તથા Inner Wheel Club Anand -306 દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સઇબર ક્રાઇમ અવેનેશ પ્રોગ્રામ અંતર્ગત એન એસ પટેલ આર્ટસ કોલેજ આણંદ ખાતે સાઇબર ક્રાઇમ અવરનેસ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો,

આ કાર્યક્રમમાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન WPSI બાથમ સાહેબ, ASI મુસ્તકીમ મલેક તથા સાઇબર પ્રમોટર વિરેન જોષી દ્વારા સાઇબર અવેરનેસ (જાગૃતતા) બાબતે માહિતી આપવામાં આવી, તેમજ સાઇબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર 1930 વિશે માહિતી આપવામાં આવેલ હતી. તેમજ અત્યારે પોલીસ પણ સ્માર્ટ છે તેમજ હંમેશા પ્રજાની મિત્ર છે, તેની સંપૂ્ણપણે માહિતી આપી હતી.

વિદ્યાર્થીઓનો પ્રશ્નપત્ર દ્વારા ટેસ્ટ લેવામાં આવેલ.આ કાર્યક્રમમાં NSS,NCC & women cell,Inner Wheel Club Anand -306 ની બહેનો તથા 120 જેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ

Whatsapp share
facebook twitter