+

CSK VS GT : ચેન્નાઈના મેદાને જામશે બે ચેમ્પિયન ટીમ વચ્ચે જંગ, જાણો કોનું પલડું મેચમાં ભારે

IPL 2024 ની શરૂઆત થતાં જ એક બાદ એક થ્રિલર મેચનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. આજરોજ IPL ની 7 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ( CSK ) નો સામનો…

IPL 2024 ની શરૂઆત થતાં જ એક બાદ એક થ્રિલર મેચનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. આજરોજ IPL ની 7 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ( CSK ) નો સામનો ગુજરાત ટાઇટન્સ ( GT ) સામે થશે. આ મેચ ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ( CHEPAUK ) પર રમાશે. CSK તેમના હોમ ગ્રાઉંડ ઉપર આ મુકાબલો હોવાના કારણે આ મેચમાં ચેન્નાઈનું પલડું ભારે લાગી રહ્યું છે.

બે યુવા કપ્તાન વચ્ચે જામશે જંગ

 

આ મેચમાં બે યુવા કેપ્ટન વચ્ચે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે જંગ ખેલાશે. શુભમન ગિલ અને રૂતુરાજ ગાયકવાડ IPL માં પ્રથમ વખત આ વર્ષે કપ્તાન બન્યા છે. વધુ બંને કપ્તાન શુભમન ગિલ અને રૂતુરાજ ગાયકવાડે તેમની પ્રથમ મેચ જીતી છે. આ મેચ ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ ઉપર રમાઈ રહી છે તો પણ તેમના માટે ગુજરાતને હરાવવું આસાન નહીં હોય, કારણ કે જો આપણે ચેન્નાઈ સુપર કિંગ્સ ( CSK ) અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેના હેડ ટુ હેડ આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાત ટાઈટન્સ ( GT ) નો હાથ ઉપર છે.

HEAD TO HEAD (CSK VS GT )

CSK અને GT બંને ટીમો અત્યાર સુધીમાં 5 વખત  એકબીજા સાથે આ IPL માં ટકરાયા છે. આ સમયગાળા દરમિયાન ગુજરાત ટાઇટન્સે 3 મેચ જીતી છે. આ ઉપરાંત ચેન્નાઈના ખાતામાં 2 જીત છે. જોકે હવે સંજોગો ઘણા બદલાઈ ગયા છે. બંને ટીમોને નવા કેપ્ટન મળ્યા છે. આવી સ્થિતિમાં, બંને ટીમો આ આંકડાઓને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કરશે અને આ સિઝનમાં તેમની બીજી જીત નોંધાવશે. બીજી તરફ રુતુરાજ મેચ જીતીને જીત અને હારનો તફાવત સરખો કરવા માંગશે.

CSK VS GT TOTAL MATCHES PLAYED : 5

GT WON : 3

CSK WON: 2

PITCH REPORT

ચેન્નાઈના Chepauk Stadium ખાતે સામાન્ય રીતે ટીમો ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતી હોય છે અને જો કોઈ કપ્તાન તે જ કરવાનું પસંદ કરે તો કોઈને આશ્ચર્ય થશે નહીં. IPL 2024 સીઝનની શરૂઆતની પ્રથમ મેચમાં પીચ તેનું શ્રેષ્ઠ વર્તન હતું કારણ કે CSK એ 175 રનનો સરળતાથી પીછો કર્યો હતો. જેમ જેમ સિઝન આગળ વધશે તેમ સ્પિનરો વધુ પ્રમાણમાં આવવાની અપેક્ષા રાખો. જ્યારે બોલ નવો હોય અને બેટ પર આવતો હોય ત્યારે પાવર-પ્લે ઓવરના શરૂઆતના ભાગમાં બેટ્સમેનોને બેટિંગ કરવી ગમશે. આ પિચ ઉપર એવરેજ સ્કોર 168 ની આસપાસ રહેતો હોય છે.

CSK PROBABLE PLAYING 11 :  રુતુરાજ ગાયકવાડ (c), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની (wk), દીપક ચહર, મહેશ થિક્ષાના, મુસ્તફિઝુર રહેમાન, તુષાર દેશપાંડે

CSK IMPACT PLAYERS : શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, શૈક રશીદ, મોઈન અલી, સિમરજીત સિંહ

GT PROBABLE PLAYING 11 : શુભમન ગિલ (c), રિદ્ધિમાન સાહા (wk), સાઈ સુધરસન, વિજય શંકર, ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, આર. સાઈ કિશોર, સ્પેન્સર જોન્સન

GT IMPACT PLAYER : બીઆર શરથ, મોહિત શર્મા, નૂર અહમદ, માનવ સુથાર, શાહરૂખ ખાન

આ પણ વાંચો : RCB VS PBKS : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શાનદાર જીત, IPL 2024માં જીતનું ખાતું ખોલ્યું

Whatsapp share
facebook twitter