+

કિવમાં રશિયન સેનાની જોવા મળી ક્રૂરતા! મૃત્યુ પામેલા લોકોના શરીર પર જોવા મળ્યા ગોળીના નિશાન

આજે સમગ્ર દુનિયામાં રશિયા-યુક્રેન યુદ્ધની અસર જોવા મળી રહી છે. ઘણા દેશ આ યુદ્ધથી પ્રભાવિત થયા છે. ત્યારે સ્પષ્ટરીતે સમજી શકાય છે કે યુક્રેન કે જે આ યુદ્ધમાં સૌથી વધારે પ્રભાવિત થયું છે તેની શું દશા હશે. તમે ભારતની ફિલ્મ બોર્ડર તો જોઇ જ હશે. ફિલ્મના અંતમાં એક ગીત આવે છે, 'મેરે દુશ્મન મેરે ભાઈ, મેરે હમ સાયે...' જેમા દર્શાવવામાં આવે છે કે યુદ્ધ બાદ કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, કઇંક આવ
આજે સમગ્ર દુનિયામાં રશિયા-યુક્રેન યુદ્ધની અસર જોવા મળી રહી છે. ઘણા દેશ આ યુદ્ધથી પ્રભાવિત થયા છે. ત્યારે સ્પષ્ટરીતે સમજી શકાય છે કે યુક્રેન કે જે આ યુદ્ધમાં સૌથી વધારે પ્રભાવિત થયું છે તેની શું દશા હશે. 
તમે ભારતની ફિલ્મ બોર્ડર તો જોઇ જ હશે. ફિલ્મના અંતમાં એક ગીત આવે છે, ‘મેરે દુશ્મન મેરે ભાઈ, મેરે હમ સાયે…’ જેમા દર્શાવવામાં આવે છે કે યુદ્ધ બાદ કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, કઇંક આવી જ પરિસ્થિતિ કે પછી એવું કહી શકાય કે તેના કરતા પણ ભયાનક પરિસ્થિતિ આજે યુક્રેનમાં જોવા મળી રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધને અત્યાર સુધીમાં 57 દિવસ વીતી ગયા છે અને આજે યુદ્ધનો 58મો દિવસ છે, પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. જ્યારે યુક્રેનને યુદ્ધમાં સૌથી વધારે નુકસાન થઈ રહ્યું છે, ત્યારે રશિયા પણ નુકસાનથી અછૂત નથી. 
આ યુદ્ધ દરમિયાન, ગુરુવારે જ, રશિયાએ યુક્રેનના બંદર શહેર મારિયુપોલ પર કબજો કરી લીધો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મારિયુપોલ શહેર પર પોતાની જીતની જાહેરાત કરતા કહ્યું કે અમે શહેરને આઝાદ કર્યું છે. એક સમાચાર એજન્સીએ રશિયાના સંરક્ષણ મંત્રાલયને ટાંકીને કહ્યું કે, અઝોવસ્ટલ પ્લાન્ટ સિવાય સમગ્ર મારિયુપોલ પર રશિયન સેનાનો કબજો છે. ધ્યાન રાખો કે યુદ્ધની શરૂઆતથી, રશિયન સૈન્ય દ્વારા મારિયુપોલનો 90 ટકા નાશ કરવામાં આવ્યો છે. 
યુદ્ધનું શું પરિણામ છે જો તેના પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો યુક્રેન લગભગ ખતમ થઇ ગયું છે. રશિયન સેના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેણે આ યુદ્ધમાં સામાન્ય નાગરિકોને પણ નિશાના બનાવ્યા છે. યુદ્ધ દરમિયાન તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે, કિવની આસપાસના ઘણા એવા વિસ્તારો છે કે જ્યા કામચલાઉ કબરોમાંથી એક હજારથી પણ વધુ નાગરિકોના મૃતદેહોને ખેંચવામાં આવ્યા છે, જેમાંથી ઘણા લોકોના હાથ, પગ અથવા માથાના ભાગે ગોળી વાગી હોય તેેવા નિશાન છે. તપાસકર્તાઓએ ગઇકાલે એટલે કે ગુરુવારે જણાવ્યું હતું કે, યુક્રેનના એક શહેરની હોસ્પિટલની આસપાસ જમીનમાંથી નવ નાગરિકોના મૃતદેહો મળી આવ્યા છે કે જેમા ઘણા ને માથે ગોળી વાગી હોવાના નિશાન છે. 
રશિયન સેના ભલે એમ કહે કે તેમણે નાગરિકોને કોઇ તકલીફ આપી નથી પરંતુ સચ્ચાઇ કઇંક અલગ જ તરીને આવી રહી છે. રાજધાની કિવની આસપાસના વિસ્તારોમાંથી એક હજારથી વધુ નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે, જેમાંથી ઘણાના હાથ પણ બંધાયેલા હતા. કિવ પ્રાદેશિક સૈન્ય વહીવટના વડાએ આક્રમણને રશિયન સૈનિકો દ્વારા અત્યાચાર ગણાવ્યો હતો, જેના કારણે રશિયન સૈન્યને આ વિસ્તારમાંથી પીછેહઠ કરવાની ફરજ પડી હતી. અધિકારીએ કહ્યું કે, આ તમામની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, રશિયન સેના દ્વારા કેટલા નાગરિકો માર્યા ગયા છે તે કહી શકાય નહીં.
કિવ પ્રદેશના આર્મી ચીફે કહ્યું કે, ફોરેન્સિક નિષ્ણાતો હવે મૃતદેહોની તપાસ કરી રહ્યા છે, પરંતુ અમે જોયું કે મૃતદેહો પીઠ પાછળ હાથ બાંધેલા હતા, તેમના પગ બાંધેલા હતા અને શરીરના જુદા જુદા ભાગોમાં ગોળી વાગી હતી. રશિયાના આક્રમણ અને નાગરિકો સામે હિંસાના અનુગામી આક્ષેપોએ આંતરરાષ્ટ્રીય નિંદા તેમજ તેના પર અભૂતપૂર્વ આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ ગુરુવારે પોર્ટુગલ સંસદને સંબોધિત કર્યું. ઝેલેન્સકીએ પોર્ટુગલને રશિયન ગેસ-તેલની આયાત પર પ્રતિબંધ મૂકવા અને યુદ્ધમાં મદદ કરવા હાંકલ કરી હતી. ઝેલેન્સકીએ કહ્યું કે, મને આશા છે કે યુરોપિયન દેશો રશિયન તેલ અને ગેસનો બહિષ્કાર કરશે. તેમણે રશિયન સૈનિકો પર માત્ર પોતાની ખુશી માટે યુક્રેનના નાગરિકોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો.
Whatsapp share
facebook twitter