Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાહુલ ગાંધી v/s હર્ષ સંઘવી: કોઈ પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ આપી નથી ગયું, અમે પ્લાનથી મોટા ઓપરેશનો પાર પડ્યા: ગૃહ રાજ્ય મંત્રીશ્રી

07:56 AM Apr 22, 2023 | Vipul Pandya

ગુજરાતમાં ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે ત્યારે આજે રાહુલ  ગાંધી ગુજરાત મુલાકાતે છે. આજે તેમણે રાજ્યમાં ડ્રગ્સ મુદ્દે ગુજરાત સરકાર સામે ઘણાં આરોપ લગાવ્યાં હતાં. જો કે આ તમામ આરોપોને રાજ્ય ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સણસણતો જવાબ આપ્યો છે. ગાંધીનગર ખાતે ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી અને ગુજરાત DGP આશિષ ભાટિયાની પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસના રાહુલ ગાંધીના આરોપોનો સામે વળતો જવાબ આપ્યો હતો. સાથે જ તેમણે ગુજરાતના ગુનાખોરીના આંકડા અને પોલીસ દ્વારા થતી ઉત્કૃષ્ઠ કામગીરી મુદ્દે વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં તેમણે રાજ્યના ક્રાઈમ રેટ, ડ્રગ્ઝની કામગીરીની વિગતો આપી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કર્યાં.

અધિકારીઓ ભીખારી, પાણીપુરીવાળા, દુધવાળા બન્યાં,  ડ્રગ સામેની લડાઈ રાજકીય નહી સામાજીક- ગૃહ રાજ્ય મંત્રીશ્રી 
આજે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ રાજ્ય પોલીસની કામગીરીના પ્રસંશા કરતા કહ્યું કે, અધિકારીઓ ભીખારી, પાણીપુરી, દુધવાળા બન્યાં,  ડ્રગ સામેની લડાઈ રાજકીય નહી, સામાજીક જવાબદારીને રાજકીય વિષય બનાવાઇ રહ્યો છે. જે અન્ય પક્ષોની નૈતિકતા સામે સવાલ ઉભા કરે છે. ગુજરાત પોલીસને અભિનંદન અનેક વર્ષોથી શાંતિ સલામતી માટે કામ કર્યું છે. અને આજે પણ આપણું રાજ્ય વિકાસની સાથે સુરક્ષામા પણ નંબર વન છે. 
ડ્રગ્સ મુદ્દે ઝારખંડ પંજાબમાં ખરાબ સ્થિતિ ચિંતાજનક
ગુજરાત પોલીસ દ્વારા અસરકારક પગલાં હિંસાત્મક ગુનામાં તંત્રએ સમયસૂચકતા સાથે અસરકારક કામગીરી કરી છે. આજે ડ્રગ્સ મુદ્દે ઝારખંડ પંજાબમાં ખરાબ સ્થિતિ ચિંતાજનક છે. એનસીઆરબી દ્વારા ક્રાઈમ ડેટા જાહેર કરાયા છે, જેમાં ગુજરાત ક્રાઇમમાં 29માં કર્મે છે જેમાં અમને સંતોષ નથી જો કે આપણે 36માં નંબરે પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ હકીકત એ છે કે અમે લોકોને ન્યાય અપાવવા, દેશમાં ડ્રગ પકડવામાં નંબર 1 છીએ જે અન્ય લોકોને ખૂંચે છે. ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 485 કેસોમાં 763 ડ્રગ્સના આરોપીઓને પકડ્યા છે.
સો કોલ્ડ યુવા નેતા જે મુદ્દે રાજ્યને  બદનામ કરી રહ્યાં છે
નામ લીધા વિના રાહુલ ગાંધી સામે  કટાક્ષ  કરતાં કહ્યું કે સો કોલ્ડ યુવા નેતા જે મુદ્દે રાજ્યને  બદનામ કરી રહ્યાં છે તેનો જવાબ જનતા ચૂંટણીમાં આપશે, હવે જનતા ગુજરાતના દુશ્મનોને ઓળખી ગઇ છે. ગુજરાત અને ગુજરાત બહારથી અને વિદેશમાંથી પણ આવતા ડ્રગ્સને ગુજરાત પોલીસે સફળતાથી પકડ્યું અને તેને દેશમાં જતું ડ્રગ અટકાવ્યું છે. કોઈ પોલીસ સ્ટેશનમાં આપી નથી ગયું , અમે પ્લાન બનાવ્યો, ડ્રગ રિવોર્ડ પોલીસી બનાવી જેથી મોટા ઓપરેશનો પાર પડ્યા. આ ઓપરેશનો ભારત પાક દરિયાઈ સીમા પર ઓપરેશનો થયાં છે. 

જવાનોએ ગોળીઓનો સામનો કરવો પડ્યો છે.  
ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, દુષ્કર્મના કેસમાં ગુજરાત  27 નંબરે જ્યારે કોંગ્રેસ શાસિત રાજસ્થાન પ્રથમ નંબરે છે અને પંજાબની હાલત પણ સારી નથી. અપહરણના કેસોમાં ગુજરાત 28માં સ્થાને છે. જ્યારે કોંગ્રેસ શાશિત છતીસગઢ 8, પંજાબ 16માં નંબરે ઝારખંડ ખરાબ સ્થિતિ છે. ગુજરાત આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા, સરહદ , પોલીસ એટીએસ કોસ્ટગાર્ડ મળીને  એક વર્ષમાં અનેક ઓપરેશનો પારપાડ્યા છે. જવાનોએ ગોળીઓનો સામનો કરવો પડ્યો છે.
 
આજે પ્રેસ કોન્ફરન્સમાં મિડિયા સાથે વાત કરતાં  ગુજરાત DGP આશિષ ભાટિયાએ  રાજ્યના ગુનાખોરી સામે કરેલ કાર્યવાહીના આંકાડાઓ આપ્યા હતાં.

ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહી હતી આ વાત
રાહુલ ગાંધીએ આજે ગુજરાત  મુલાકાત વખતે કહ્યું હતું કે, ગુજરાત ડ્રગ્ઝનું સેન્ટર બની ગયું છે અને બધુ જ ડ્રગ્ઝ મંદ્રા પોર્ટમાંથી નિકળી રહ્યું છે પરંતુ તમારી સરકાર કાર્યવાહી નથી કરી રહી. તેનું કારણ શું છે? દર બે ત્રણ મહિને મુંદ્રા પોર્ટમાંથી ડ્રગ્ઝ મળે છે જે ગુજરાતના યુવાનોના ભવિષ્યને બર્બાદ કરે છે.