Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat: ક્રાઇમ સિટી સુરતમાં રિક્ષાચાલક મનોજે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

03:38 PM May 24, 2024 | VIMAL PRAJAPATI

Surat: સુરતમાં એક ચોંકવાનારી ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે ગોડાદરાની યુવતીનું ઓટો રિક્ષાચાલકે અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. નોંધનીય છે કે, 20 વર્ષીય યુવતી મહિધરપુરામાં ઘરકામ કરવા આવતી હતી. મળતી માહિતી પ્રમાણે રિક્ષાચાલકે 16મી તારીખે યુવતીને દિલ્હી ગેટથી પેસેન્જર તરીકે બેસાડી ગોડાદરા ઉતારી આવ્યો હતો. આ વખતે આરોપી રિક્ષાચાલકે યુવતી પાસેથી તેનો નંબર લઈ લીધો હતો. ત્યારબાદ બીજા દિવસે સવારે યુવતીને કોલ કર્યો હતો, પરંતુ યુવતીએ તેનો ફોન ઉપાડ્યો નહોતો. આરોપી રિક્ષાચાલકનું નામ મનોજ હોવાનુ સામે આવ્યું છે.

યુવતીએ ફોન રિસીવ ન કરતા વીડિયો કોલ કરી મળવા બોલાવી

મળતી વિગતો પ્રમાણે રિક્ષાચાલકે બે વખત યુવતીને ફોન કર્યો હતો પરંતુ તેણે ઉપાડ્યો નહોતો.જો કે, યુવતીએ ફોન રિસીવ ન કરતા વીડિયો કોલ કરી રિક્ષાચાલકે તેના ઘરે આવી જવાની વાત કરી હતી. ત્યાર બીજા દિવસે એટલે કે 18મી તારીખે બપોરે યુવતી પરવટ પાટિયા પાસે ઊભી હતી. અહીથી રિક્ષાચાલક તેનું અપહરણ કરી સાયણ રોડ પર એક બંધ મકાનમાં લઈ ગયો હતો. અપહરણ કરીને રિક્ષાચાલક મનોજે યુવતી સાથે શારીરિક અપડલા કરી દુષ્કર્મ આચર્યું હતું.નોંધનીય છે કે, દુષ્કર્મ બાદ યુવતી એટલી ડરી ગઈ હતી. જેથી શરૂઆતમાં આ બાબતે કોઈને વાત કરી ન હતી.

પરિવારજનોને વાત કરતા સમગ્ર મામલો બહાર આવ્યો

થોડા સમય બાદ આ બાબતે યુવતીએ પોતાની પરિવારજનોને વાત કરી અને આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પરિવારની હિંમત મળતા યુવતીએ અંતે પૂર્ણા પોલીસ સ્ટેશનમાં આરોપી મનોજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, પોલીસે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે, પહેલા તો યુવતી ગભરાઈ હતી, પરંતુ પછી પરિવારને વાત કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: HIMMATNAGAR: હિટ એન્ડ રન બાદ વિફરેલા ટોળાએ DySP ની જીપ સળગાવી પોલીસને દોડાવી

આ પણ વાંચો: Shankeshwar: શંખેશ્વરના ઘનોરા ગામેથી ઝડપાઈ કાતિલ પુત્રવધૂ, દિયર અને સસરાને આપ્યું હતું ઝેર

આ પણ વાંચો: Naroda Jugardham: નરોડામાં ચાલતા જુગારધામ પર PCB ના દરોડા, સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ