Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સટ્ટા કિંગ Chirag Parikh @ JK નું નામ ખોલાવવા Ahmedabad ક્રાઈમ બ્રાંચના PI PSI એ બુકીને માર માર્યાની ફરિયાદ

05:44 PM May 02, 2023 | Bankim Patel

ગુજરાતભરમાં નામના ધરાવતી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) ભૂતકાળમાં અનેક વખત તોડકાંડને લઈને વિવાદમાં આવી ચૂકી છે. તાજેતરમાં ક્રાઈમ બ્રાંચે કરેલો એક ક્રિકેટ સટ્ટાનો કેસ ભારે વિવાદમાં આવ્યો છે. ક્રિકેટ સટ્ટાનો કેસ કરનારા પીઆઈ એ ડી પરમાર (PI A D Parmar) પીએસઆઈ પી એચ જાડેજા (PSI P H Jadeja) સહિતના સ્ટાફ સામે બુકીએ 50 લાખ પડાવવા માર માર્યો હોવાનો આરોપ લગાવતા અમદાવાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. જીગર ઈન્દ્રવદન શાહ ઉર્ફે ભગતે અમદાવાદ પોલીસ કમિશનર (Ahmedabad Police Commissioner) અને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) માં હોસ્પિટલમાં સારવાર કરાવ્યાના દસ્તાવેજો સાથેની લેખિત ફરિયાદ મોકલી આપી છે.

ક્રાઈમ બ્રાંચે શું FIR નોંધીઅમદાવાદ ક્રાઈમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ અમરસિંહે જુગાર અટકાયતી અધિનિયમ 12એ હેઠળ ગત બુધવારે રાતે એક FIR નોંધાઈ હતી. ફરિયાદમાં જણાવ્યાનુસાર ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ ગત બુધવારે રાતે પેટ્રોલીંગમાં હતો ત્યારે તેમને 10.05 કલાકે ક્રિકેટ સટ્ટો રમાડનારા બુકીની માહિતી મળી હતી. જે માહિતીના આધારે બે પંચ મેળવીને પોલીસ ટીમ પાલડી વિકાસ ગૃહ રોડ પર આવેલા કંઠ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મધ્યરાત્રિના 11.50 કલાકે પહોંચી હતી. જ્યાંથી અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતો 50 વર્ષીય જીગર શાહ ઉર્ફે ભગત (Jigar Shah @ Bhagat) અને મણીનગરમાં રહેતો 38 વર્ષીય ગૌરાંગ કાંતિલાલ ભાવસાર (Gaurang Bhavsar) મોબાઈલ ફોનમાં એપ્લિકેશન ખોલી જુગાર રમી-રમાડતા મળી આવ્યા હતા. પોલીસે બંને આરોપી પાસેથી 5 મોબાઈલ ફોન અને ફોનના 4 સ્ક્રીન શોટના પ્રિન્ટ આઉટ પંચની હાજરીમાં કબજે લીધા હતા.

પાર્કિંગમાં કરાયેલા કેસમાં 6 આરોપી વૉન્ટેડપાલડી વિકાસ ગૃહ રોડ (Paldi Vikas Gruh Road) પર આવેલા કંઠ એપાર્ટમેન્ટ (Kanth Apartment) ના પાર્કિંગમાં મોબાઈલ ફોન પરથી જુગાર રમાડતા જીગર ઉર્ફે ભગત અને ગૌરાંગ ભાવસારને પકડી પાડ્યા હતા. આરોપી જીગર ઉર્ફે ભગતની પૂછપરછમાં તે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા દેવપ્રિયા બંગલોઝમાં રહેતા ચિરાગ પરીખ ઉર્ફે જેકે ઉર્ફે ALEX PARKER (એલેક્સ પાર્કર) પાસેથી Play Exchange Backend તથા Matrixexch9 ના સુપર માસ્ટર આઈડી (Super Master ID) મેળવી નીચે સહ આરોપી ગૌરાંગને સાથે રાખી સટ્ટો રમાડતા હતા. પોલીસે સટ્ટા કીંગ ચિરાગ પરીખ ઉર્ફે જેકે (Chirag Parikh @ JK) અને અન્ય સટોડીયા અલ્પેશ ઉંઝા, જીગર ભાભોર, કિશન દિલીપભાઈ ઠક્કર ઉર્ફે રોસ્ટર, જીગર ગોર તથા હાર્દિક ઉર્ફે લેમનને FIR માં વૉન્ટેડ દર્શાવ્યા છે.

ફરિયાદમાં અધૂરી હકિકતક્રાઈમ બ્રાંચે પોલીસ ચોપડે નોંધેલી FIR માં ગુનો જ્યાં બન્યો છે તે સ્થળનું સંપૂર્ણ વર્ણન કરવાનું કેમ ટાળ્યું છે તે એક મોટો સવાલ છે. જીગર ઉર્ફે ભગત અને ગૌરાંગ ભાવસાર કંઠ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં જુગાર રમતા-રમાડતા હતા તો ક્યાં બેસીને અથવા ઉભા રહીને રમાડતા હતા ? બંને આરોપીઓ તેમના ઘરથી અંદાજે 9 કિલોમીટર દૂર જુગાર રમવા-રમાડવા શું ચાલતા આવ્યા ? આરોપીઓના વાહનો કેમ કબજે લેવામાં આવ્યા નથી ? પોલીસને રાતે 10.05 કલાકે માહિતી મળી, બે પંચને સાથે લીધા અને ફરિયાદ અનુસાર રાતે 11.50 કલાકે ગુનો જાહેર થાય છે અને સ્ટેશન ડાયરી (Station Diary) માં નોંધ કરવામાં આવે છે.

Police પર શું લાગ્યા આરોપ ?ક્રિકેટ સટ્ટા કેસના આરોપી જીગર ઉર્ફે ભગતે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના PI એ ડી પરમાર, PSI પી એચ જાડેજા અને 4 પોલીસ કર્મચારી પર ગંભીર આરોપ લગાવ્યા છે. જીગર ઉર્ફે ભગતે PI અમરસંગ દેવસંગ પરમાર અને  PSI પી એચ જાડેજાએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 50 લાખ રૂપિયાની ગેરકાયેદસર માગ કરી હતી. આ ઉપરાંત ચિરાગ પરીખનું નામ લખાવવા માટે ભારે દબાણ કર્યું હતું. ચિરાગ પરીખનું નામ અને નંબર શોધવા માટે પીઆઈ પરમાર અને પીએસઆઈ જાડેજાએ મોબાઈલ ફોન પણ તપાસ્યા હતા. પોલીસની ગેરકાયેદસર માગને પૂરી નહીં કરતા PI PSI અને ચાર પોલીસ કર્મચારીઓએ લાકડીઓ તથા અન્ય સાધનો વડે માર માર્યો હતો. પોલીસના મારથી માથા-હાથ સહિત શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ હતી. જામીન પર મુક્ત થયા બાદ ઈજા થઈ હોવાથી એલ. જી. હોસ્પિટલ (L G Hospital) માં સારવાર લીધી હતી.

કોણ છે સટ્ટા કિંગ ચિરાગ પરીખ ઉર્ફે JK ?અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એ ડી પરમારના સ્કવૉડે કરેલા ક્રિકેટ સટ્ટાના કેસમાં સટ્ટા કિંગ ચિરાગ પરીખ ઉર્ફે જેકે ઉર્ફે એલેક્સ પાર્કરને વૉન્ટેડ દર્શાવાયો છે. ફરિયાદમાં વૉન્ટેડ આરોપી ચિરાગ પરીખ ઉર્ફે જેકેનો UK નો મોબાઈલ ફોન નંબર દર્શાવવામાં આવ્યો છે. માર્ચ-2015માં ED એ વડોદરા શહેર અને જિલ્લાની હદ પર આવેલા એક મકાન પર દરોડો પાડી 4 હજાર કરોડનો ક્રિકેટ સટ્ટો અને હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં ઈડીએ PMLA (Prevention of Money Laundering Act) હેઠળ ટોમી ઉંઝા (Tommy Patel) કિરણ માલા (Kiran Mala) ચિરાગ પરીખ (Chirag Parikh) અને ધર્મેશ ચૌહાણ (Dharmesh Chauhan) સામે ઈડીના અમદાવાદ ઝોનલ યુનિટે (Ahmedabad Zonal Unit of ED) ગુનો નોંધ્યો હતો. આવનારા દિવસોમાં ક્રાઈમ બ્રાંચ સટ્ટા કિંગ ચિરાગ પરીખ ઉર્ફે ALEX PARKER આરોપી જ રહેશે કે તપાસ બાદ તેનું નામ કેસમાં દૂર કરાશે તે જોવાનું રહેશે.

આ પણ  વાંચો- અતિક અહેમદે જેલમાં છતાં અમદાવાદના ગુનેગારો સાથે ધંધામાં કરોડોનું રોકાણ કર્યું