+

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ડિંગૂચા કેસ મામલે મોટી સફળતા, બે એજન્ટની કરી ધરપકડ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ડિંગૂચા કેસ મામલે મોટી સફડતા મળી છે. પરિવારને કેનેડાથી અમેરિકા બોર્ડર પર બરફ વચ્ચે મોકલનાર 2 એજન્ટોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વિદેશ જવાની ઘેલછામાં જીવ ગુમાવનારા મહેસાણાના ડિંગુચાના પરિવારના મોત મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતાં મળી છે.એક વર્ષ બાદ આરોપી ઝડપાયાગત તા. 19 જાન્યુઆરી 2022નાં રોજ કેનેડાથી અમેરિકા બોર્ડર ક્રોસ કરતા સમયે à
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ડિંગૂચા કેસ મામલે મોટી સફડતા મળી છે. પરિવારને કેનેડાથી અમેરિકા બોર્ડર પર બરફ વચ્ચે મોકલનાર 2 એજન્ટોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વિદેશ જવાની ઘેલછામાં જીવ ગુમાવનારા મહેસાણાના ડિંગુચાના પરિવારના મોત મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતાં મળી છે.
એક વર્ષ બાદ આરોપી ઝડપાયા
ગત તા. 19 જાન્યુઆરી 2022નાં રોજ કેનેડાથી અમેરિકા બોર્ડર ક્રોસ કરતા સમયે ડીંગુચાનાં પરિવારનાં 4 સભ્યો ઠંડીમાં થીજી જતા મોત નિપજતા હતા. જે મામલે એમ્બેસી સહિત ગુજરાત પોલીસ તપાસ કરી રહી હતી. ડીંગુચાનાં પરિવારને વિદેશ મોકલનાર એજન્ટ ભાવેશ પટેલ અને યોગેશ પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
આરોપી ટૂર્સ-ટ્રાવેલ્સનું કામ કરતા
ભાવેશ પટેલ અને યોગેશ પટેલ મૂળ ટુર્સ અને ટ્રાવેલનું કામ કરતા હતા. છેલ્લા 10 વર્ષથી બંને ગુજરાતના લોકોને વિદેશ મોકલવા એજન્ટ તરીકે કામ કરે છે. એક વ્યક્તિ દીઠ 60થી 65 લાખ રૂપિયા લેતા હતા. ડીંગુચાનાં પરિવાર સહિત 11 લોકોને કેનેડાથી અમેરિકા મોકલ્યા હતા. જેમાં 7 લોકો અમેરિકા પહોંચી ગયા અને ડીંગુછાંનો પરિવાર માઈન્સ 30 ડિગ્રી ઠંડીમાં થીજી જતા બરફમાં મોતને ભેટ્યો.
આવી રીતે ઘુસાડવાના હતા અમેરીકામાં
પહેલા આ પરિવારને દુબઈ લઈ જવામાં આવ્યો ત્યાંથી ટોરેન્ટો અને વિનિપેગ થઈ અમેરિકામાં ઘુસાડવાના હતા પરંતુ વીનિપેગમાં જ બે બાળકો અને પતિ પત્નીના મોત થયા. ફેનિલ અને બીટ્ટુ પાજી નામના બે આરોપીઓ 11 કિમી બરફમાં બોર્ડર ક્રોસ કરવી હતી જે બંને આરોપીઓ હાલ વોન્ટેડ છે. 10 વર્ષ થી એજન્ટ તરીકે કામ કરતા ભાવેશ અને યોગેશ પટેલે અનેક ગુજરાતી પરિવારને કેનેડા અને અમેરિકા મોકલ્યા છે જે મામલે હવે ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે.
ડીંગુચા ગામ
ઉલ્લેખનીય છે કે,  ડીંગુચા ગામમાં વિદેશ જવાનો અને ખાસ કરીને અમેરીકા જવાનો ખાસ્સો ક્રેઝ ગામલોકોમાં જોવા મળે છે. ગામમાં પ્રવેશ કરો ત્યારથી જ તમને ‘કેનેડા અને યુએસ જવાના સ્ટુડન્ટ વિઝા’ની જાહેરાતોવાળા પોસ્ટર દેખાય છે. ગત જાન્યાઆરી 2022માં આ ગામનો ચાર સભ્યોનો પરિવાર ગેરકાયદેસર રીતે કેનેડાથી USમાં પ્રવેશ કરવાનો હતો પરંતુ તે પહેલા જ ઠંડીમાં ઠૂંઠવાઈને કેનેડાની સરહદે મૃત્યુ પામ્યો હતો. 10 હજારથી પણ ઓછી વસ્તી ધરાવતાં ડીંગુચાની લગભગ અડધી વસ્તી કેનેડા, યુએસ અને યુકે જેવા દેશોમાં જઈને વસવાટ કરે છે અને આખરે 1 વર્ષ બાદ આ બનાવના આરોપી એજન્ટ ઝડપાયા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter