+

40 લાખના ખર્ચે તૈયાર થઇ રહેલા પશુ ચિકિત્સાલાયના મકાનમાં ઉદઘાટન પહેલાજ તિરાડો

અહેવાલઃ વિજય માલી, વડોદરા  વડોદરા જિલ્લાના કરજણ તાલુકા જિલ્લા પંચાયત દ્વારા પશુ પાલકો પોતાના બીમાર પશુઓને લઇ વલખા મારી રહ્યા હૉવાથી પશુ પાલન ગ્રાન્ટ માંથી 40 લાખના ખર્ચે વડોદરાની એક…

અહેવાલઃ વિજય માલી, વડોદરા 

વડોદરા જિલ્લાના કરજણ તાલુકા જિલ્લા પંચાયત દ્વારા પશુ પાલકો પોતાના બીમાર પશુઓને લઇ વલખા મારી રહ્યા હૉવાથી પશુ પાલન ગ્રાન્ટ માંથી 40 લાખના ખર્ચે વડોદરાની એક એજન્સીને કરજણ પશુ ચિકિત્સાલયનું મકાન બનવવાનો ઈજારો આપવામાં આવ્યો હતો અને 6 માસ માં ચિકિત્સાલય મકાન કાર્ય પૂર્ણ કરવાનું હતું પરંતુ 18 માસના સમય વીતી ગયો હોવા છતાં ચિકિત્સાલયના નવનિર્મિત મકાન ની કામગિરી અધૂરી છે અને હજુ તો નવનિર્મિત ચિકિત્સાલયના મકાનની રીબીન કપાતા પહેલા નવનિર્મિત મકાનમાં ભ્રષ્ટાચારની તિરાડો નજરે પડતા પંથકમાં અનેક ચર્ચોઓએ જોર પકડ્યું છે.

પંચાયત પેટાવીભાગ નાયબ કાર્યપાલકના બાબુઓએ પશુ ચિકિત્સાલાયના નવ નિર્મિત મકાનની કામગરી દરમિયાન કોઈ ધ્યાન નહીં આપતા મકાનના કામની ગુણવત્તા ને લઇ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે અને નવ નિર્મિત મકાનની કામગીરી પૂર્ણ થાય અને તેને પશુ પાલકો માટે ખુલ્લું મુકાય તે પહેલાજ ભ્રષ્ટાચારની તિરાડો દેખાઈ આવે છે.

કરજણ પશુ ચિકિત્સાલાયના નવ નિર્મિત મકાન બનાવવા 40 લાખ રૂપિયા ખર્ચે મંજૂરી વર્ષ 2021-22 દરમિયાન વડોદરાની એમ.પી.એન્ટરપ્રાઈઝ નામ ની એજન્સીને કરજણ પશુ ચિકિત્સાલયના મકાન બનાવવાનો ઈજારો આપવામાં આવ્યો હતો અને ડિસેમ્બર 2021 થી 2022 જૂન સુધી મકાનની કામગીરી પૂર્ણ કરવાની અંતિમ તારીખ હતી જોકે કામગીરી હજુ પણ પૂર્ણ ના થતા છેલ્લા ઘણા સમય થી પશુ ચિકિત્સાલયના મકાનને બનાવતી એજન્સી ના પાપે છેલ્લા દોઢ વર્ષ થી પશુ પાલકો ને પોતાના બીમાર પશુઓની સારવાર માટે વલખા મારવા પડી રહ્યા છે.

એજન્સીને 20 લાખ ચૂકવાયા છતાં 6 માસમાં પૂર્ણ કરવાના કામને દોઢ વર્ષથી વધુનો સમય ગાળો વીતવા છતાં કામગીરી અધૂરી કામગિરી છોડી એમ.પી.એન્ટરપ્રાઈઝ નામ ની એજન્સી ભૂગર્ભ માં ઉતરી જતા તંત્ર દ્રારા એજન્સીને દબાણ કરાતા ફરી એજન્સીએ બારી બારણાનું કામ ચાલુ કર્યાનું તંત્ર એ બતાવ્યું હતું પરંતુ સ્થળ પર જોતા કોઈ કામ હાલ ચાલુ હોય તેવું દેખાતું નથી

Whatsapp share
facebook twitter