Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કોરોનાનું સંક્રમણ ઘટતા નિયંત્રણોનો કરાયા હળવા, વિદેશથી આવતા પ્રવાસી માટે આવ્યા રાહતના સમાચાર

11:56 AM Apr 23, 2023 | Vipul Pandya

દેશમાં કોરોનાની ત્રીજી
લહેર ધીમી પડી છે, અને લગાવવામાં આવેલા નિયંત્રનો ધીરે ધીરે દૂર કરવામાં આવી રહ્યા છે, ત્યારે 
કેન્દ્ર સરકારે ગુરુવારે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે પણ નિયમો હળવા કર્યા છે, જેના માટે નવી ગાઈડ લાઇન જાહેર કરવામાં
આવી છે, જેમાં ફરજિયાત 7 દિવસ હોમ ક્વોરન્ટાઈન અને ત્યાર બાદ આઠમા દિવસે
RT-PCR ટેસ્ટ
કરવો જે ફરજિયાત હતો તેમણે દૂર કરવામાં આવ્યો છે.

 

આંતરરાષ્ટ્રીય મુસાફરી દ્વારા એરપોર્ટ
પર આવતા તમામ મુસાફરોમાં
, કુલ મુસાફરોના
બે ટકા કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવશે. ટ્વિટર પર આ
ગાઈડલાઇન જાહેર કરી છે, અને તેમની અમલવારી અંગે જણાવતા કહ્યું
છે કે, આ ગાઇડલાઇનની અમલવારી 14 ફેબ્રુઆરીએથી કરવામાં આવશે.