+

Corona : નવા વર્ષમાં ચિંતા વધારશે! આ રાજ્યોમાં કોરોનાનો પગપેસારો

એક તરફ દેશવાસીઓમાં નવા વર્ષ 2024 (New Year 2024) ની ઉજવણીનો ઉત્સાહ છે. ત્યારે બીજી તરફ સતત વધી રહેલા કોરોના કેસોની (Corona Cases) ચિંતા પણ છે. છેલ્લા કેટલાક દિવસથી દેશમાં…

એક તરફ દેશવાસીઓમાં નવા વર્ષ 2024 (New Year 2024) ની ઉજવણીનો ઉત્સાહ છે. ત્યારે બીજી તરફ સતત વધી રહેલા કોરોના કેસોની (Corona Cases) ચિંતા પણ છે. છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોરોનાના એક્ટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના મહામારીના નવા વેરિયન્ટ JN.1 એ દેશના આરોગ્ય વિભાગની ચિંતા વધારી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં કોરોનાના કેસોમાં 22 ટકા સુધીનો વધારો નોંધાયો છે.

જ્યારે 7 મહિનામાં પહેલીવાર છેલ્લા 24 કલાકમાં કોરોના (Corona) કેસોની સંખ્યા 800ને પાર પહોંચી છે. આંકડાઓ મુજબ, નવા વેરિયન્ટ JN.1 ના કારણે સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અહેવાલ અનુસાર, શનિવારે સમાપ્ત થતા સપ્તાહમાં ભારતમાં 4,652 નવા કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે આ પહેલાના 7 દિવસ દરમિયાન સંખ્યા 3,818 હતી. અંતિમ સપ્તાહ દરમિયાન કોરોના દર્દીઓના મોતનો આંકડો પણ 17થી વધીને 29 એ પહોંચ્યો છે. જો કે, કેરળમાં (Kerala) અઠવાડિયા દરમિયાન 2,282 નવા કેસ નોંધાયા છે. જે ગયા સપ્તાહ કરતાં 24% ઓછા છે.

કર્નાટક અને મહારાષ્ટ્રમાં કોરોનાનો પગપેસારો

એક તરફ કેરળમાં કેસ હવે ઘટી રહ્યા છે ત્યારે બીજી તરફ કર્નાટક અને મહારાષ્ટ્રમાં (Maharastra) કોરોનાના (Corona) કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કર્ણાટકમાં (Karnataka) 922 નવા કોરોના કેસ નોંધાયા છે, જે અઠવાડિયામાં 3 ગણો વધારો દર્શાવે છે. છેલ્લા સાત દિવસમાં 309 કેસ નોંધાયા છે. એ જ રીતે મહારાષ્ટ્રમાં ગયા સપ્તાહે કેસ 103 થી વધીને 620 થયા છે. જણાવી દઈએ કે, JN.1 એ કોરોના વાયરસ (સબ વેરિયન્ટ ઓમિક્રોન) છે જે ફલૂ જેવા સિન્ડ્રોમનું કારણ બને છે. આમાં તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો, વહેતું નાક જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – ISRO : નવા વર્ષથી શરૂઆત સાથે દેશને મળશે મોટી ભેટ! આજે આ સેટેલાઇટ થશે લોન્ચ

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter